Last Update : 26-March-2012,Monday
 

બાળકની બુદ્ધિશક્તિ ખીલવવામાં પાળેલા કૂતરાનો ફાળો
કૌટુંબીક સંવાદ વધારવા કૂતરું પાળો

 

પાળેલા પ્રાણીના મૃત્યુ કે જન્મ વખતે મા-બાપ કેવો પ્રતિભાવ આપે છે તેની અસર બાળકના માનસ પર જીંદગીભર રહે છે ઃ પાળેલું કૂતરું કુટુંબમાં સોશ્યલ સપોર્ટ પુરો પાડે છે

બાળક અને પાળેલા કૂતરા વચ્ચે એક પ્રકારનો નાતો બંધાય છે તે બાળકને કાલું-ઘેલું બોલતા શીખવે છે, લાગણી દર્શાવતા, ગુસ્સો કરતાં અને આદેશ આપતા શીખવે છે

જે ઘરમાં પાળેલું કૂતરું હોય છે તે ઘરના બાળકો વઘુ સારા માણસ બની શકે છે તે હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. આવા બાળકોની જીંદગીમાં જ્યારથી પાળેલું કૂતરું આવે છે ત્યારથી વઘુ જવાબદાર, વઘુ વ્યવહારૂ અને મજબૂત મનોબળ વાળા બને છે. બાળકોના જીવન પર પ્રાણીઓના પ્રભાવ અંગેનું સંશોધન પ્રથમ અમેરિકાના ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટ બોરીસ લેવીન્સને બહાર પાડ્યું હતું. ત્યારે લેવિન્સન એક એવા છોકરાની સારવાર પર કામ કરતા હતા કે જે બોલતો નહોતો અને કોઈને પણ મળવા નહોતો માગતો. એકવાર લેવિન્સન તેમના પાળેલા કૂતરાને લઈને ઓફીસ ગયા હતા. કોઈને નહીં મળવા માગતો પેલો છોકરો કૂતરા સાથે હળીમળી ગયો હતો અને લેવિન્સનના આશ્ચર્ય વચ્ચે તે કૂતરા સાથે વાતો કરવા લાગ્યો હતો. આ છોકરા એક મહિના સુધી સંપૂર્ણ મૌન રહ્યો હતો. લેવિન્સન માટે આ સંશોધનની શરૂઆત હતી. જેના કારણે આ ક્ષેત્રે વઘુ સંશોધન કરવા અન્ય લોકોને પણ પ્રોત્સાહન મળ્યું હતું. કેટલાક બાળકો શા માટે યોગ્ય રીતે વિકાસ નથી પામતા તે અંગે ડેવલોપમેન્ટ સાઈકોલોજીસ્ટો છેલ્લા થોડા દાયકાઓથી વઘુ ઘ્યાન આપી રહ્યા છે. બાળકોના વિકાસ માટે ક્યા મુદ્દાનો પ્રભાવ કામ કરે છે?? માણસને માણસાઈવાળો અને સજ્જન બનાવવામાં પાળેલા પ્રાણીઓનો કેટલા અંશે ફાળો છે તેમજ બાળ વિકાસ પર પ્રાણીઓનો પ્રભાવ અંગે ધ વોલ્ધમેન બુક ઓફ હ્યુમન એનીમલ ઈન્ટર એકશન માટે નીનકે એન્ડનબર્ગ અને બેન બારડેએ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં પાળેલા પ્રાણીઓના બાળકોના વિકાસ પર પ્રભાવ અંગે ઘણાં રસપ્રદ તારણો જોવા મળ્યા હતા. ઘણાં વિજ્ઞાનીઓએ જોયું છે કે જે બાળકોને ત્યાં પાળેલા કૂતરા હોય છે એ સ્થિર સંવેદનાવાળા અને હકારાત્મક આત્મવિશ્વાસવાળા હોય છે. અન્ય વિજ્ઞાનીઓ કહે છે કે માત્ર સોશ્યલ કે ઈમોશનલ ડેવલોપમેન્ટ નથી થતું પણ તેની બુદ્ધિશક્તિનો પણ વિકાસ થાય છે. કેમ ખબર છે? કેમકે બાળકનો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી રીતે લોકો સાથે ભળવું તે જોવા પણ બુદ્ધિશક્તિના વિકાસની જરૂર રહે છે. તેની અસર બાળકના ગ્રોથ પર કેવી પડે છે?? સાયકોલોજીસ્ટ બેલ્સકીના મત અનુસાર બાળકોના ગ્રોથ માટે ત્રણ પરિબળો શોધી કઢાયા છે. જેમાં બાળકોની વર્તણુક, માતા-પિતાની સાઈકોલોજી અને બાળકોને ટેન્સનમાં વધારો ક્યા મુદ્દાથી થાય છે, તેનો સમાવેશ થાય છે. આ બધા મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે તે બાળકનો વિકાસ કેવી રીતે થાય છે તે નક્કી કરે છે. પેરન્ટસની સાઈકોલોજી એટલે તેમની પર્સનાલીટી, તેમની કામગીરી, તેમનું લગ્નજીવન અને બાળકોની સંભાળ રાખવાની સ્ટાઈટલ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બાળકોના ટેન્સનમાં વધારો કરતા મુદ્દામાં સામાજીક સ્થિતિ, ઘરની સ્થિતિ અને ---- નો સમાવેશ થાય છે.
બાળકોના વિકાસમાં તેનો આત્મવિશ્વાસ એ મહત્ત્વનો ભાગ ભજવે છે એવા પુરાવા વિજ્ઞાનીઓ પાસે છે. બાળકોના સોશ્યલ અને ઈમોશનલ ડેવલોપમેન્ટ તેના આત્મવિશ્વાસ પરથી ખબર પડી શકે. બાળકની બુદ્ધિશક્તિને જ્યારે બાળક લખતો-વાંચતો અને ગણિત ગણતો થાય ત્યારે તેની બુદ્ધિશક્તિ મપાય છે. મેન્ટલ ડેવલોપમેન્ટ અને ટેન્સન સામે તેની સામાજીક સ્થિતિ, મિત્રો અને સંબંધીઓ રક્ષણ માટે આગળ આવે છે. કેવી રીતે સારસંભાળ સાથે બાળકનો માબાપ કરે છે તેનો પ્રભાવ બાળકના વિકાસ પર પડે છે. બાળકની સ્કુલની ઉંમર દરમ્યાન આત્મવિશ્વાસ તેમજ બુદ્ધિશક્તિ માટે ઘરમાં મળતું હુંફાળું વર્તન મહત્વનું બને છે. બાળકના માતા-પિતાનું સારું લગ્નજીવન પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં પ્રશ્ન એ છે કે બાળકમાં સોશ્યલ, લાગણીભર્યા અને બુદ્ધિશક્તિ ખીલવામાં પાળેલા કૂતરા કેવી રીતે મદદગાર થાય છે? જો ઘરમાં પાળેલું કૂતરું હોય છે તો માતા-પિતા અને બાળક તેની સંભાળ લેવા વારંવાર સમય ફાળવે છે. બાળક શીખી જાય છે કે પ્રાણી તેમના પર ઘણો આધાર રાખે છે. નાના બાળકોમાં આત્મવિશ્વાસ વધે તે માટે તે કામમાં પરોવાય અને હકારાત્મક અભિગમમાં જોડાય તે જરૂરી છે તેને ગમતા કામ આપી શકાય. જેમ કે ત્રણ વર્ષની ઉંમરનું બાળક કૂતરાને બહાર ફરવા ના જઈ શકે પણ તેને પાણી આપવામાં મદદ કરી શકે. માતા-પિતા પાળેલા કૂતરા માટે જે કામ કરે તેમને મદદ કરતાં કરતાં શીખે છે. વિજ્ઞાની બેર્જેસને શોઘ્યું છે કે જેમની પાસે પાળેલા કુતરાં નથી તેના કરતાં જેમની પાસે પાળેલા કુતરા છે તેમના સંતાનો વધારે આત્મવિશ્વાસવાળા હોય છે. બીજાઓ કેવું વિચારશે એ ભાવના બાળકમાં ઉભી કરવામાં પણ સોશ્યલ અને ઈમોશનલ વિકાસ કામ કરે છે. પાળેલા કુતરા સાથે બાળક હળીમળી જાય છે, તે નાનપણથી જ પ્રાણીઓની જરૂરિઆત અને લાગણીઓને સમજવા લાગે છે. વિવિધ સર્વે એવું સૂચવે છે કે જે બાળકો પાળેલા કૂતરા ધરાવે છે તે અન્ય લોકો તરફ વઘુ સહાનુભૂતિવાળું વર્તન ધરાવે છે. ખાસ કરીને ૩ થી ૬ વર્ષની ઉંમરના પાળેલું કૂતરું ધરાવતા બાળકો કૂતરા નહીં ધરાવતા બાળકો કરતાં વઘુ લાગણીવાળા હોય છે. પાળેલા કૂતરા બાળકોને મહત્વનો સોશ્યલ સપોર્ટ આપતા હોવાનું પણ નોંધાયું છે. બાળકોને જ્યારે પૂછાયું કે તમારી સમસ્યાઓ તમે કોને સંભળાવો છો?? ત્યારે તેમણે પાળેલા કૂતરા તરફ આંગળી ચીંધી હતી. બાળકો માને છે કે કૂતરું તેમને પ્રેમ કરે છે અને બીનશરતી સ્વીકાર કરે છે (જો બાળક ગુસ્સે થાય તો પણ અને શાળામાં નબળું પરિણામ લાવ્યા હોય તો પણ). બાળકમાં બુદ્ધિશક્તિ વિકસે તે અંગે શું કહેવાય છે! વિજ્ઞાનીઓ કહે છે કે બાળકો અને પાળેલા કૂતરા વચ્ચે વધતા લાગણીના સંબંધોના પગલે બુદ્ધિશક્તિ ખીલતી હોય છે. પાળેલા કૂતરાના કારણે બાળકોની બુદ્ધિશક્તિ વધવાની સાથે બોલવાની શક્તિ પણ ખીલે છે. આમ પાળેલું પ્રાણી બાળકને શાંતિથી સાંભળનાર તરીકેની ભૂમિકા પણ ભજવે છે. તેમજ તેનામાં વખાણ કરવાની, ઓર્ડર આપવાની, ઉત્સાહ પૂરો પાડવાની અને સજા કરવાની વૃત્તિ પણ ખીલે છે.
બાળક પાળેલા કૂતરા સાથે ગમ્મત કરતાં કરતાં કાલું-ઘેલું બોલતો થઈ જાય છે. ટૂંકમાં કૂતરા તરફની લાગણી તેને કોમ્યુનિકેટ કરવા પ્રેરે છે. પાળેલા પ્રાણીઓ જીવનમાં મહત્વના બને છે કેમકે તે બાળકોને જીંદગીની ઘટનાઓ સાથે રહેતા શીખવે છે. બે પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં માતા-પિતાના પ્રતિભાવોની અસર બાળક પર પડે છે. આ બંને સ્થિતિમાં પ્રાણીનો જન્મ અને મૃત્યુનો સમાવેશ થાય છે. પાળેલા કૂતરાનું મૃત્યુ થાય ત્યારે માતા-પિતા કેવો શોક વ્યક્ત કરે છે અને કેવી રીતે આ સ્થિતિમાં વર્તે છે તેનો પ્રભાવ બાળકના મગજ પર પડે છે જે તેને જીંદગીભર યાદ રહે છે. તેથી જ્યારે કોઈ દુઃખદ ઘટના બને છે ત્યારે તે લાગણીવશ પ્રતિભાવ આપે છે. બીજી એક રસપ્રદ વાત ઘ્યાનમાં આવી છે તે એ છે કે જે લોકો કૂતરો પાળે છે ત્યાં કૌટુંબીક સંવાદ વધારે મજબૂત હોય છેે. જ્યારે પાળેલું કૂતરું લાવવામાં આવે છે ત્યારે બાળકના સામાજીક સંવાદની માત્રામાં વધારો થાય છે. અમેરિકામાં કરાયેલા એક સર્વે અનુસાર પાળેલા કૂતરાના કારણે ૫૨ ટકા કુટુંબોએ એક સાથે વઘુ સમય ગાળ્યો હતો. પાળેલા પ્રાણીના કારણે ૭૦ ટકા કુટુંબોમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થયેલો જણાતો હતો. આ ક્ષેત્રે કામ કરતા સાઈકોલોજીસ્ટોનું જણાવવું છે કે જ્યારે ઘરમાં કૂતરું પળાય છે અને ઘરનું બાળક પ્રી-કેજીમાં હોય છે ત્યારે ઉપરની તમામ અસરો વર્તાય છે.
જો તમારે ત્યાં નાનું બાળક હોય તો ત્વરીત એક કૂતરું પાળો...

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved