અમિતાભ સાથે કેટરીના કૈફ રોમાન્સ કરતી જોવા મળશે

આમ તો અત્યારે કેટરીના કૈફ લંડનમાં પોતાના પર્સનલ-વર્ક માટે ગઇ છે ત્યારે 'પટિયાલા હાઉસ' અને 'કલ હો ના હો'ના નિર્દેશક નિખિલ અડવાણી પોતાની આગામી ફિલ્મ 'મેહરૃનીસા'ની વાર્તા સંભળાવવા છે..ક લંડન સુધી લાંબા થયા છે. નિખિલ અડવાણી પોતાની આ ફિલ્મમાં મિલેનિયમ-સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કેટરીના કૈફને રોમાન્સ કરતી બતાવાનો ઇરાદો ધરાવે છે. જો આ ફિલ્મનું નિર્માણ થશે તો ફિલ્મી રસિયાઓને એક અદ્ભૂત જોડી જરૃર નિહાળવા મળશે. કારણ કે મેહરૃનીસા ફિલ્મમાં કેટરીના કૈફ એક વીસ વર્ષની છોકરીની ભૂમિકામાં રજુ થશે. નો ડાઉટ, આ અગાઉ અમિતાભ નિઃશબ્દમાં પણ નાની વયની છોકરી જિયા ખાન સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો જ છે, પરંતુ હવે કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચનને રૃપેરી પરદે એક સાથે રોમાન્સ કરતા નિહાળવા એ પણ કાંઇ ઓછો લ્હાવો ના કહેવાય. નિખિલ અડવાણી ફિલ્મની વાર્તા તો કેટરીનાને સંભળાવીને મુંબઇ પરત આવી ગયા છે, પરંતુ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય, કેટરીના મુંબઇ પાછી ફરશે ત્યાર બાદ લેવાશે.બૂમ ફિલ્મ બાદ ફરી એક વાર કૈટ અને અમિતાભ બન્ને રોમાન્સ કરતા જોવા મળશે.