જૂના Boyfriedsની બહુ યાદ આવે છે ઃ વીણા

 

- એમાંના કોઇ પાસે પાછી નહીં જાઉં

- જો કે કોઇ એક્સને ધિક્કારતી નથી

 

કરાચી તા.૨૬

 

વિવાદાસ્પદ મોડેલ કમ અભિનેત્રી વીણા મલિકે કહ્યું કે મને ઘણીવાર બૉયફ્રેન્ડની ગેરહાજરી સાલે છે. પરંતુ હું મારા કોઇ ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પાસે પાછી નહીં જાઉં.
જો કે વીણાએે એમ પણ કહ્યું હતું કે હું અન્ય યુવતીઓની જેમ મારા કોઇ ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને ધિક્કારતી નથી. ‘મને એ બધા માટે લાગણી છે, પ્રેમ છે. હું હજુય ઘણીવાર એ બધાને મિસ કરું છું. એ લોકોની ગેરહાજરી મને સાલે છે. પરંતુ હું તેમને ધિક્કારતી નથી તેમ તેમની પાસે પાછી પણ જવાની નથી.’
ગયા વરસે વીણાનું નામ પાકિસ્તાનના ફાસ્ટ બૉલર મુહમ્મદ આસિફ સાથે ગાજ્યું હતું. આસિફનું નામ મેચ ફિક્સીંગમાં ગાજ્યું ત્યારે પરિસ્થિતિની સ્પષ્ટતા કરવા વીણા આઈસીસીની ઑફિસમાં પણ ગઇ હતી.