રાજકોટમાં ભર બપોર રૂપિયા ૬ લાખની દિલધડક લૂંટ

 

- રાજકોટની કોટક મહેન્દ્રા બેન્ક પાસેનો કિસ્સો

- રૂપિયા ઉપાડીને જઇ રહેલી વ્યકિત લૂંટાઇ

અમદાવાદ, તારીખ, ૨૬,માર્ચ ૨૦૧૨

રાજકોટમાં આજે ભર બપોરે જાહેર માર્ગ ઉપર બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જઇ રહેલી વ્યકિતને મારમારી રૂપિયા ૫.૮૦લાખની દિલ ધડક લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર જિલ્લા પંચાયત પાસે આવેલી કોટક મહેન્દ્રા બેન્કમાંથી રોકડ રૂપિયા ૫.૮૦ લાખ ઉપાડીને એક વ્યકિત જઇ રહ્યો હતો દરમિયાન લૂંટારૂ ટોળકીે તેને મારમારીને તેની પાસેથી રોકડની લૂંટ ચલાવી હતી.

આ અંગે પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યો છે.