સુરત ઃ એક જ દિવસે 80 લાખનો મિલકત વેરો વસૂલ્યો

 

- SMCની વરાછા ઝોને 30 મિલકત સીલ કરી

- ડિમાન્ડ નોટિસ-વોરન્ટ બજવણી કરી

 

સુરત, તા.26 માર્ચ, 2012

સુરત મહાનગર પાલિકા(SMC)ના વરાછા ઝોને એક જ દિવસમાં 80 લાખ રૂપિયાનો મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત માટે લોકોને બિલ આપ્યા બાદ ડિમાન્ડ નોટિસ અને વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી.

આટલી કામગીરી કરવા છતાં વરાછા ઝોનમાં 30 જેટલા મિલકતદારોએ વેરો નહીં ભરતા પાલિકાના સંબંધિત કર્મચારીઓએ 30 મિલકતોને સીલ કરવાની કામગીરી કરી હતી.

આ સીલ કરવાની કામગીરને કારણે લોકોએ સ્થળ ઉપર જ 8.8 લાખનો વેરો ભરી દીધો હતો. આ વસૂલાતની કામગીરીને કારણએ એક જ દિવસમાં પાલિકાને મિલકત વેરાની વસૂલાતમાં 80 લાખ રૂપિયા મળ્યા હતા.