એક્સાઈઝ ડયુટી અને કસ્ટમ્સ ડયુટીના વિરોધમાં અમદાવાદ જ્વેલર્સ એસોસીએશને રવિવારે વિશાળ ધરણા યોજ્યા હતા અને આંદોલનને વધુ અસરકારક અને ઉગ્ર બનાવવાની ઘોષણા કરી હતી. જાહેર રસ્તાની સાઈડમાં ધરણા યોજવાની મંજુરી ન મળતા જ્વેલર્સોએ સી.જી.રોડ પરના સુપર મોલમાં બેસીને ધરણા કર્યા હતા અને તમામ જ્વેલર્સોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક્સાઈઝ ડયુટી અને કસ્ટમ્સ ડયુટીના ગેરવ્યાજબી વધારાના વિરોધમાં જ્વેલર્સોએ મોટી સંખ્યામાં ઉમટી ખડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આ આંદોલનમાં આજના ધરણાના કાર્યક્રમમાં તમામ જ્વેલર્સો ભારે ઉત્સાહથી જોડાયા હતા. કેન્દ્ર પર દબાણ લાવવા માટે જ્વેલર્સો સાંસદોનો પણ સંપર્ક સાધશે અને કેન્દ્રની મીનીસ્ટ્રી સમક્ષ પણ રજુઆતો કરશે. (તસવીર ઃ ગૌતમ મહેતા)