Last Update : 26-March-2012,Monday
 
એમએડીના પરિણામ જાહેર કર્યાં પૂર્વે જ ઉત્તર પત્રિકાઆ નષ્ટ કરવામાં આવી
 
આ કારણે વિદ્યાર્થીઓ પૂનર્મૂલ્યાંકનના અધિકારીઓથી વંચિત
મુંબઈ,તા.૨૫
પરિણામ બહાર આવતા પૂર્વે જ મુંબઈ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે 'માસ્તર ઑફ એજ્યુકેશન (એમએડ) વિષયની ઉત્તર પત્રિકાઓ નષ્ટ કરી હોવાથી આ વિષયના વિદ્યાર્થીઓએ પુનર્મૂલ્યાંકનના અધઇકારથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી એમએડની છ થી સાત કોલેજ ચે. આ કોલેજોમાંથી દર વર્ષે અંદાજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ એમએડના અંતિમ વર્ષની પરીક્ષા આપે છે. બાહ્ય પરીક્ષકોના અભાવને કારણે આ વિદ્યાર્થીઓનું પરિણામ બહાર આવતા એકાદ વર્ષ લાગે છે. આ વર્ષે પરિણામ પૂર્વે જ કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તર પત્રિકાઓ નષ્ટ કરવામાં આવી હતી. પં. રાજપતિ મિશ્રા એમડી કોલેજની વિદ્યાર્થિની આરતી સોનાવણેએ ૨૦૧૦ની સાલમા ંએમએડના અંતિમ વર્ષની લેખિત પરીક્ષા આપી હતી આ પછી ૨૦૧૧ના મે મહિનામાં તેની મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી અને ૨૦૧૧ની નવમી જૂને તેનું પરિણામ બહાર પડયું હતું. તે ત્રણ વિષયમાં નાપાસ થઈ હતી. તેમજ બાકીના બે વિષયમાં તેને અપેક્ષા કરતા ઓછા ગુણ મળ્યા હોવાથી તેણે ૨૦૧૧ની ૨૨મી જૂને ફોટોકોપી અને પુનર્મૂલ્યાંકન માટે અરજી કરી હતી. પરંતુ તેની ઉત્તર પત્રિકા નષ્ટ કરવામાં આવી હોવાનું કારણ આગળ ધરીને પરીક્ષા વિભાગે તેને ઉત્તર પત્રિકા આપવાની અસર્થતા દેખાડી હતી. રાજુ બંડગર અને સૂર્યકાંત પાન્હાળે નામના બે વિદ્યાર્થીઓને પણ આવો જ અનુભવ થયો હતો.
નિયમ અનુસાર પરિણામ જાહેર થયા પછી છ મહિનાથી એક વરસની અંદર ઉત્તર પત્રિકાઓનો નાશ કરવો પડે છે. પરંતુ પરિણામ જાહેર થયા પૂર્વે જ તેને નષ્ટ કરવામાં આવે તો પૂનર્મૂલ્યાંકનનો ફાયદો શું છે? એવો વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે.
એમએડનું એકથી દોઢ વરસ સુધી પરિણામ આવતું નહોવાની વિદ્યાર્થીઓની એક ફરિયાદ છે. બાહ્ય પરીક્ષકોની સમયસર નિમણુક થતી નહોવાનું કારણ આ પાછળ આગળ ધરવામાં આવે છે. એમ એડના છેલ્લા વરસમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ આપવી પડે છે. આ પરીક્ષા બીજી કોલેજના નિષ્ણાતો લે છે. આ નિષ્ણાતોની સગવડ પ્રમાણે વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા આપવી પડે છે. આથી લેખિત પરીક્ષા પૂરી થયા પછી વર્ષભર તબક્કાવાર વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા લેવાય છે. આ માટે એક વર્ષ કરતા પણ વધુ સમય લાગે છે. આ દરમિયાન જેમની મૌખિક પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે. તેમનું પરિણામ તૈયાર કરીને તેમની ઉત્તર પત્રિકા સળગાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. આથી કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તર પત્રિકા મળી નહોવાનું કારણ કોલેજના સૂત્રોએ આગળ ધર્યું હતું.
''પરિણામ જાહેર થયા પછી ૧૫ દિવસની અંદર વિદ્યાર્થીઓએ પુનર્મૂલ્યાંકન માટે અરજી કરવી પડે છે. આ વિદ્યાર્થીઓને અરજી કરતા મોડું થયું છે કે શું એની માહિતી અમને આપવી પડશે.'' એમ પરીક્ષા નિયંત્રક ડૉ. એસ.એમ. સૂર્યવંશીએ કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved