Last Update : 26-March-2012,Monday
 

બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત

 

પનવેલ જતી ટ્રેનમાં એક તરુણ થાંભલાસાથે અથડાઈ નીચે ખાબક્યોઃબીજો એને જોવા જતા એની પણ એ જ દશા થઈ ઃ ગયા વર્ષે આ થાંભલા સાથે અથડાઈ સાતનાં મોત થયાં હતાં
મુંબઈ, તા.૨૫
મુંબઈમાં બે પરિવાર એકબીજાને આજ સુધી ઓળખતા પણ નહોતા, પરંતુ તેમના પુત્રોનાં ટ્રેનમાંથી પડી જવાને લીધે થયેલાં મોતની ઘટના બંન્ને પરિવારને નજીક ખેંચી લાવી છે.
નાવેદ યુસુફ ખાન અને સમીર મોહમ્મદ અહેમદ નામના ૧૬ વર્ષના બે તરુણો એસએસસીની પરીક્ષા આપી રહ્યા હતા. ગઈ કાલે સાંજે તેઆ ભૂગોળનું પેપર આપી પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા. આમ તો તેઓ એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ તેમનું એકઝામ સેન્ટર એક હોવાને કારણે આંખોનો પરિચય થઈ ગયો હતો. તેઆ પનવેલ જતી ટ્રેનમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે દરવાજા પાસે ઉભેલો નાવેદ યુસફ ખાન થાંભલા સાથે અથડાઈ અને નીચે પડયો હતો. નાવેદને પડતો જોઈ સમીર તરત જ તેને ઓળખી ગયો અને તે તેને જોવા માટે દરવાજા પાસે નમ્યો. આવી સ્થિતીમાં તે પણ પોતાનું સમતુલન ગુમાવી બેઠો.
બન્ને તરુણો પડી ગયા બાદ ટ્રેન ઊભી રાખવામાં આવી લોકો બન્નેને જેજે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
તરુણ પુત્રોનું આરીતે મોત થતાં બન્નેના પરિવારો પર આભ તૂટી પડયું હતું.
ટ્રેન સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પરથી ડોકયાર્ડ રોડ સ્ટેશન તરફ જવા માટે રવાના થઈ ત્યારે રસ્તમાં આવતા એક વિજ થાંભલા સાથે નાવેદ અથડાયો હતો. ગત વર્ષે આ થાંભલા સાથે અથડાઈ અને ૭ લોકોના મોત થયાં હતાં. ત્યાર બાદ આ થાંભલો કાઢી નાખવામાં આવ્યો હતો, પરંતુ ગયા મહિને તે ફરીથી ફીટ કરવામાં આવ્યો. આ થાંભલા સાથે અથડાતા નાવેદની ખોપરી ફાટી ગઈ હતી. સીવરીમાં રહેતા સમીરને પણ પડી જવાને લીધે માથામાં ગંભીર ઇજા થઈ હતી, જે જીવલેણ નિવડી હતી.
નાવેેદના પિતા યુસુફે કહ્યું હતું કે 'મારા પુત્રના મૃત્યુ માટે રેલવેની બેદરકારી જવાબદાર છે. થાંભલો ટ્રૈનની અત્યંત નજીક હતો. તેના કારણે એક્સિડન્ટ થવાનો પુરેપુરો ખતરો હતો. હું આ મામલે રેલવે વિરુદ્ધ ફરિયાદ કરીશ.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લીક રીલેશન્સ ઓફિસર વી. કે. માલેગાવકરે કહ્યું હતું કે 'થાંભલો તાજેતરમાં જ નાખવામાં આવ્યો છે અને અગાઉના થાંભલા કરતા થોડા વધુ અંતરે ફીટ કરવામાં આવ્યો છે. વધુ શક્યતા એવી છે કે તરુણ ટ્રેનના દરવાજે લટકી રહ્યો હોય અને થાંભલા સાથે અથડાઈ ગયો હોય. જોકે આ મામલાની તપાસ કરવામાં આવશે અને ઘટના સ્થળનું અવલોકન કરવામાં આવશે.'
નાવેદ એન્જીન્યર બનવા માગતો હતો અને તેના પરિવારજનો પણ તના પુરેપુરા સમર્થનમાં હતા, પરંતુ બધા જ સપના તુટીને ચકનાચુર થઈ ગયા.
સમીરના પિતાને આ ઘટનાથી એટલો આઘાત પહોંચ્યો છે કે તેઓ એવી સ્થિતીમાં જ નથી કે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ શકે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved