Last Update : 26-March-2012,Monday
 
ચીનમાં કોમ્યુનિસ્ટોમાં સત્તા સંઘર્ષ પરાકાષ્ઠાએ ઃ લશ્કરી શાસનની શક્યતા

 

બૈજિંગમાં ફરતી ટેન્કોના ફોટા નેટ પર મૂકાયા ઃ સૈન્ય દ્વારા બળવાની ઓનલાઇન અફવા પર પ્રતિબંધ
બૈજિંગ, તા. ૨૪
સામ્યવાદી ચીનમાં સત્તા સંઘર્ષ પરાકાષ્ટાએ પહોંચતો જાય છે, તો બીજી તરફ લશ્કરી બળવાની વહેતી થયેલી હવા વચ્ચે સરકારે ઇન્ટરનેટ ઉપર તથા ટીવી પર કરાતી હકીકતો ઉપર રોક લગાવી દીધી છે. ચીનના શાસકપક્ષ ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)માં અત્યારે આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો છે કે પક્ષના મહામંત્રી અને રાષ્ટ્રપ્રમુખ હુ જિનતાઓ આ વર્ષના અંતે તેમની પદ મર્યાદા પૂરી થતાં નિવૃત્ત થશે, ત્યારે સત્તાનું હસ્તાતંરણ સરળ નહીં રહે.
ચીનના સત્તાધીશો દ્વારા આ સત્તાસંઘર્ષને દબાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતા પક્ષની ચોંગકિંગ શહેર શાળાના પ્રમુખ અને ચીનના એક દિવંગત ક્રાંતિકારી અને સીસીપીના પુત્ર બો ઝીલાઇને તેમના પદ ઉપરથી દૂર કરાયા છે, જ્યારે તેમના ડેપ્યુટીએ અમેરિકામાં આશ્રય લઇ લીધો છે.
પક્ષના આંતરિક વર્તુળો પ્રમાણે અત્યારે સંઘર્ષ 'પ્રિન્સવિંગ્સ' (જૂના ક્રાંતિકારીઓનાં સંતાનો) અને તેમનો વિરોધ કરનારાઓ વચ્ચે ચાલી રહ્યો છે. અત્યારે તેવું અનુમાન બંધાઇ રહ્યું છે કે આવા એક પ્રિન્સબિંગ (રાજકુમાર) ઝીજીનવિંગ હુના અનુગામી બનશે.
આ સત્તાસંઘર્ષને નજીકથી જોનારા એક યુનિવર્સિટી અધ્યાપકે ભારતના એક અગ્રીમ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે ''ટોચ ઉપર રહેવા કેટલાયે બાળપણના મિત્રો છે, અને રાષ્ટ્રીય અધિનાયકો (હીરોઝ)નાં સંતાનો છે. જેમની સામે બીજું એક જૂથ ઉભુ થયું છે. અને ત બંને જૂથો વચ્ચે સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. આ અધ્યાપક પણ આ ''ડ્રામા''ને બહાર રહી જોનારાઓ પૈકીના એક છે.
ચીનની જનતા પૈકીના ઘણાએ આ કહેવાતા બળવા અંગે ''માહિતી'' ઇન્ટરનેટ પર મોકલી રહ્યા છે. અને બૈજિંગના માર્ગો પર ફરતી ટેન્કો તથા બખ્તરીયા ગાડીઓના ફોટોગ્રાફો પણ ''વીબો'' પર મોકલી રહ્યા છે. આ વીબો તે ટ્વીટરનું ચાઇનીઝ વર્ઝન (સ્વરૃપ) છે.
બીજી તરફ કેટલાક અહેવાલોમાં તેમ જણાવવામાં આવ્યું છે કે આ પૈકીના કેટલાક ફોટોગ્રાફ્સ તો જૂના મિલિટરી રીહલસર સમયના પણ હોઇ શકે. જ્યારે તજજ્ઞાો જણાવે છે કે ''આ અફવાઓએ એક દાયકામાં થતાં સીસીપીનાં સત્તા પરિવર્તનને લીધે પણ જોર પકડયું હશે.
ચીનનો આ સત્તા સંઘર્ષ સીસીપીની પોલિટબ્યુરોની સ્ટેન્ડીંગ કમિટી ઉપર કબજો જમાવવા માટેનો છે. અને સુધારાવાદી જૂથ તથા હાર્ડકોર (કટ્ટરવાદી) માઓવાદી જૂથ વચ્ચે રસાકસી જામી છે. બો માઓની નીતિઓની તરફદારી કરે છે અને પક્ષના સુધારાવાદી મૂડીવાદી વર્ગના કટ્ટર વિરોધી છે. આ કટ્ટરવાદી જૂથ સુધારાવાદી પક્ષને સાફ કરી દેવા માગે છે. તેવી શંકા ઉપરથી જ બોને તેમના સ્થાનેથી દૂર કરાયા હોવાનું તજજ્ઞાો માને છે. આ પૂર્વે બોને એક પત્રકાર પરિષદ દ્વારા તેમનું વલણ સ્પષ્ટ કરવાની તક પણ અપાઇ હતી. આ પત્રકાર પરિષદમાં વિદેશી પત્રકારો પણ હતા. ચીનમાં આવું ભાગ્યે જ બને છે. આ અપવાદ બોને માટે તેટલા માટે રખાયો હતો કે તેઓ શંકાના વાદળમાં તો છે જ પરંતુ તેઓ ચીનના લશ્કર (પીપલ્સ લિબરેશન આર્મી - પીએલએ)માં અને સામ્યવાદી પક્ષમાં પણ ઘણી મોટી વગ ધરાવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved