Last Update : 26-March-2012,Monday
 

ગુજરાતમાં લોકાયુક્ત માટે આંદોલન ઃ અણ્ણા ટીમ

આવનારા બે માસમાં ચળવળ શરૃ કરવાના એંધાણ
ભ્રષ્ટાચારી ૧૪ મંત્રી સામે FIR દાખલ કરવા માગણી કાળાં નાણાં માટે રામદેવના આંદોલનને અણ્ણાનો ટેકો
(પીટીઆઇ) વડોદરા, નવી દિલ્હી, તા. ૨૫
યુપીએ સરકારના ૧૪ ભ્રષ્ટ કેબિનેટ પ્રધાનો વિરૃદ્ધ ઓગસ્ટના અંત સુધીમાં એફઆઇઆર નોંધવાની માગણી કરતાં અણ્ણા હઝારેએ સ્પષ્ટતઃ તેમ પણ કહ્યું હતું કે, જો તેઓની આ માગણી નહીં સંતોષાય તો તેઓ 'જેલ ભરો આંદોલન'નો આરંભ કરશે. આ જેલભરો આંદોલન ક્યારથી શરૃ કરવામાં આવશે તે અંગે આ ગાંધીવાદી નેતાએ તેઓના આજના આંદોલનનાં સમાપન સમયે જણાવ્યું નહતું. તેવી જ રીતે પ્રબળ લોકપાલ કાનૂન અંગેની સમયમર્યાદા હઠાવી તે ૨૦૧૪ સુધી પાછી લઇ ગયા હતા. તો બીજી તરફ ગુજરાતમા લોકાયુક્તની નિયુક્તિ માટે ટીમ અન્ના દ્વારા બે માસમા મુવમેન્ટ શરૃ કરવામા આવશે તેમ આજે વડોદરામા મળેલા કાર્યકર્તાઓના સંમેલનમા નિર્ણય લેવામા આવ્યો હતો.
સરકારી અધિકારીઓ પર થયેલા હુમલા અને લોકપાલ મુદ્દે નવીદિલ્હીના જંતરમંતર ખાતે એક દિવસના ધરણા પર બેસેલા અન્ના હજારેના સમર્થનમા વડોદરામા આજે ભ્રષ્ટાચાર વિરૃધ્ધ ભારત અભિયાન હેઠળ કાર્યકર્તાઓનુ સંમેલન યોજાયુ હતુ. જેમા ટીમ અન્નાની કોર કમીટીના સભ્ય ગોપાલ રાયે જણાવ્યુ હતું કે ગુજરાતમા લોકાયુક્તની નિમણુંક માટે આગામી બે માસમા મુવમેન્ટ શરૃ કરવામા આવશે. નવીદિલ્હીથી આવેલા રાયે કહ્યુ હતુ કે ઉત્તરાખંડમા જેમ લોકાયુક્તની નિમણુંક કરવી પડી તેમ ગુજરાતમા પણ તે થવુ જોઇએ. ઉલ્લેખનિય છે કે ટીમ અન્નાની કોર કમીટીના અન્ય એક સભ્ય મયંક ગાંધીએ જણાવ્યુ હતુ કેગુજરાતમા જિલ્લા સ્તરથી માંડી રાજ્યસ્તરની કમીટી બનાવવામા આવશે અને આ કમીટી ભ્રષ્ટાચાર વિરુધ્ધ અભિયાનની મશાલ સળગતી રાખશે. તેમને પત્રકારોને જણાવ્યુ હતું કે સંસદમા ૧૬૨ સાંસદો કોઇપણ ગુનામા સંડોવાયેલા છે. આરટીઆઇ હેઠળ પણ જવાબો આપવામા આવતા નથી. ભ્રષ્ટાચાર સાબિત થાય તો પગલા લેવામા આવતા નથી જેથી અમે લોકપાલ લાવવા માંગીએ છીએ.
ભ્રષ્ટાચાર વિરુધ્ધ ભારતના નેજા હેઠળ શહેરમા આજે કાર્યકર્તાઓના સંમેલન બાદ બપોરે નવરંગ સીનેમા રોડથી રાજમહેલ રોજ થઇ મહાત્મા ગાંધીનગરગૃહ સુધી એક રેલી નિકળી હતી. કાર્યકરોએ રેલી બાદ ધરણા તેમજ સુત્રોચ્ચાર કર્યો હતો.
રાષ્ટ્રને ભરડો લઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રબળ લોકપાલ વિધેયક સંસદમાં પસાર કરાવવા સરકાર પર દબાણ લાવવાના હેતુથી અગ્રીમ ગાંધીવાદી નેતા અણ્ણા હજારેએ આજે ફરી એક વખત ધરણાં અને ઉપવાસ આંદોલન આજે અહીંના જંતરમંતર ઉપર એક દિવસ માટે કર્યું હતું. જેમાં હઝારેએ તેમ પણ કહ્યું હતું કે હવેથી તેઓ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે આંદોલન ચલાવી રહેલા બાબા રામદેવને પણ ટેકો આપશે અને સહકાર પણ આપશે તેમજ પોતાના ટેકેદારો પણ આ કાર્યમાં તેમની સાથે જોડાશે. જ્યારે હઝારેના એક નિકટવર્તી અરવિંદ કેજરીવાલે આજે જનતાને કરેલાં સંબોધનમાં યુપીએ સરકારમાં રહેલા પ્રધાનો સહિત કુલ ૨૫ રાજકારણીઓ ઉપર આક્ષેપો મુકતાં જણાવ્યું હતું કે જો લોકપાલ હોત તો ૧૪ પ્રધાનો તો અત્યારે જેલમાં હોત.
અણ્ણાનાં આ આંદોલનનું મુખ્ય ધ્યેય તો પ્રબળ લોકપાલ વિધેયક પસાર કરાવવાનું જ હતું અને તેઓએ સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે ''કાંતો ભ્રષ્ટાચાર વિરોધી આ પ્રબળ વિધેયક પસાર કરો અથવા તો ૨૦૧૪ની ચૂંટણીમાં પરાજય માટે તૈયાર રહો.
તેઓના આ આંદોલનનું અન્ય ધ્યેય ''વ્હીસલ બ્લોઅર્સ''ના રક્ષણ માટેનું પણ હતું. જેમાં મધ્યપ્રદેશના પથ્થર ખાણ માફિયાનો શિકાર બની ગયેલા આઇપીએસ અધિકારી નરેન્દ્રકુમાર કેન્દ્ર સ્થાને હતા. આ દિવંગત અધિકારીનું સમગ્ર કુટુમ્બ આજના આ આંદોલન સમયે જંતરમંતર ઉપર ઉપસ્થિત હતું.
અણ્ણા આજે રીતસર ક્રૃદ્ધ બની ગયેલા દેખાતા હતા. તેમણે કહ્યું કે તેઓના (વ્હીસલ બ્લોઅર્સના) માતા, પિતા, પત્ની અને બાળકો ન્યાય માટે આક્રંક કરી રહ્યાં છે પરંતુ સરકાર મૂક બધિર બની ગઇ છે. તેને લોકોનું આક્રંદ સંભળાતું જ નથી. આ સાથે તેઓએ તેમ પણ કહ્યું હતું કે, ત્રણ ત્રણ વર્ષ પૂર્વે પણ બનેલી આવી ઘટનાઓ અંગે સરકારે હજી સુધી કોઇ તપાસ આદરી પણ નથી. આ સરકારનો તે માટે કોઇ ઇરાદો પણ દેખાતો નથી તે માટે રાજકીય ઇચ્છા શક્તિ પણ નથી.
જમીન સંપાદન ધારા અંગે તેમણે કહ્યું હતું કે તે માટે તેવો કાયદો લાવવો જોઇએ કે જમીન કોઇને પણ વેચતાં પૂર્વે ગ્રામ-સભાની મંજુરી ફરજિયાત બને.
વ્હીસલ બ્લોઅર્સ (ભ્રષ્ટાચાર અંગે માહિતી આપનાર)ના રક્ષણ ઉપર ભાર મુકતા હઝારેએ તેમનાં પ્રવચનમાં કહ્યું હતું કે હવે તો તે અંગે પ્રચંડ સંઘર્ષ અનિવાર્ય બની રહ્યો છે, સરકારે 'મનરેગા'નો કાયદો ઘડયો છે પરંતુ તેને સુધારવા માટે જ પ્રયત્નો કરનાર અનેકનાં મૃત્યુ થયાં છે.
થોડાં જ સપ્તાહો પૂર્વે યોજાયેલી દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ટીમ અણ્ણાએ પ્રબળ લોકપાલ અંગે પ્રચાર કર્યો હતો. વાસ્તવમમાં તે પ્રચાર કોઇ પક્ષ વિરૃદ્દ ન હતો તેમ છતાં કોંગ્રેસ તેમ માને છે કે તે કોંગ્રેસ વિરોધી પ્રચાર હતો.
આજે આ આંદોલન સ્થળે જનતાને કરેલાં સંબોધનમાં ટીમ અણ્ણાના એક અગ્રીમ સભ્ય અરવિંદ કેજરીવાલે કેન્દ્રના ૧૪ પ્રધાનો સહિત ૨૫ રાજકારણીઓનાં ના ભ્રષ્ટાચારમાં સંડોવણી અંગે લઇ સૌ કોઇને આંચકો આપી દીધો હતો. તેમણે ખુલ્લં ખુલ્લાં શરદ પવાર, એસ. એમ. ક્રિશ્ના, પી. ચિદમ્બરમ, પ્રફુલ પટેલ, કપિલ સિબ્બલ, કમલનાથ, ફારૃક અબ્દુલ્લાહ, અજિત સિંહ, શ્રી પ્રકાશ જયસ્વાલ, સુશીલકુમાર શીંદે, વિલાસરાવ દેશમુખ, એલ. કે. અઝાગિર, અને જી. કે. વાસનનાં નામો આપ્યાં હતાં.
અણ્ણા આ આંદોલન સમયે જંતરમંતર ઉપર જતાં પૂર્વે પરંપરાગત રીતે રાજઘાટ ઉપર પૂ. બાપુની સમાધિના દર્શને ગયા હતા. આજે ૧૧ વાગ્યાથી આ આંદોલનનો પ્રારંભ થયો ત્યારે મંચ ઉપર પૂર્વ ન્યાયમૂર્તિ અને કર્ણાટકના પૂર્વલોકાયુક્ત સંતોષ હેગડે, ખ્યાતનામ વકીલ શાંતિભૂષણ, અગ્રીમ સામાજિક કાર્યકરો, અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી ઉપસ્થિત રહ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર થવા ટીમ અણ્ણાની હાકલ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૫
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઝૂંબેશ પૂરી કર્યા બાદ હવે ટીમ અણ્ણા આગામી વર્ષે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર નિશાન તાકી રહી છે. જંતરમંતર ખાતે યોજાયેલા ઉપવાસ દરમિયાન અણ્ણા ટીમે રાજધાનીની આ અતિ મહત્વની ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ કરી દેવાની પણ સમર્થકોને હાકલ કરી હતી.

શરદ યાદવ અંગે કેજરીવાલે કહ્યું, 'ચોરકી દાઢી મેં...'
નવી દિલ્હી, તા. ૨૫
દિલ્હીના જંતરમંતર ખાતે સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ ઘણા સમય બાદ લોકપાલના મુદ્દે ફરીથી ઉપવાસ કર્યા હતા. પણ આ વખતે વક્તાઓનો ઉત્સાહ એટલો બધો હતો કે જેના કારણે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પણ સાંભળવા મળ્યા.
અણ્ણા ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલે મંચ પર ભાષણ આપતા સંસદો પર ટીકાનો મારો ચલાવ્યો હતો.
તેમણે જનતા દળ યુનાઈટેડના વડા શરદ યાદવને આડકતરી રીતે ચોર જાહેર કરી દીધા. સંસદમાં યાદવે લોકપાલ બિલના સંદર્ભે આપેલા ભાષણના અંશો ઉપવાસના સ્થળે મોટા પડદા પર પ્રસારિત થઈ રહ્યા હતા. પણ અચાનક કેજરીવાલે માઈક હાથમાં લઈને કહી દીધું કે, 'ઇસે કહતે હૈ, ચોર કી દાઢી મેં......' જોકે આ કહેવતમાં ખૂટતો શબ્દ 'તિનકા' જંતરમંતર ખાતે ઉમટી પડેલી જનમેદનીએ ઉમેરી દીધો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved