Last Update : 26-March-2012,Monday
 
નવસારીની શ્વેતાની હત્યા તેના પતિના મિત્ર ગોવિંદ જ કરી હતી
 
શ્વેતાને પામી શકાય એમ નહીં જણાતા ગોવિંદ આસુદાણીએ કારમાં જ ગળુ દબાવી દીધું હતું ઃ ગોવિંદને શોધવા પોલીસ ટીમો રવાના
નવા પાસપોર્ટ માટેની એનઓસી બતાવી ગોવિંદ શ્વેતાને કારમાં બેસાડી ગયો હતો
ભૂતકાળમાં ગોવિંદે શ્વેતાની નણંદ પર પણ નજર બગાડી હતી ઃ ગોવિંદની કાર કબ્જે
નવસારી, રવિવાર
નવસારીનાં ચકચારીત શ્વેતા પંચાલનાં રહસ્યમય હત્યાનાં પ્રકરણમાં, પોલીસે આજે મરનાર શ્વેતાનાં પતિનાં ખાસમિત્ર ગોવિંદ આસુદાણી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્વેતાની હત્યામાં એક તરફી પ્રેમ જવાબદાર હોવાની પોલીસને શંકા છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો રવાના કરી છે. પોલીસે ગોવિંદની કાર કબ્જે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત શુક્રવારની સાંજે નવસારી ટાટા હોલની બાજુમાં આવેલાં મહેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી શ્વેતા ઉર્ફે સ્મીતા અંકુર પંચાલ (ઉ.વ.૨૬) સ્પોકન ઇગ્લીંશ કોચીંગ કલાસમાંથી પરત ઘરે આવી ન હતી. અને રહસ્યમયરીતે ગુમ થઇ ગઇ હતી. અને ગઇકાલે શનિવારે સવારે હાંસાપોર ગામની સીમમાં શેરડીનાં ખેતરનાં બાજુમાંથી મોગારગામે જવાના રસ્તા ઉપરથી રહસ્યમયરીતે ગુમ થયેલી શ્વેતાની ગળુ દબાવી હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં શ્વેતાનાં ગુમ થવાથી લઇને તેની શોધખોળ દરમ્યાન શ્વેતાના પતિ અંકુરનો ખાસ મિત્ર ગોવિંદ વસંત આસુદાણી (ઉ.વ.૩૮, રહે.સીંધીકેમ્પ નવસારી)ની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. અને મળસ્કે ગોવિંદ આસુદાણી અચાનક ગાયબ થઇ જતાં પોલીસે શ્વેતાની હત્યા પ્રકરણમાં તેની તળીયાઝાટક તપાસ હાથ ધરતાં ગોવિંદે શ્વેતા તરફ નજર બગાડી તેને પામવા માટે એક તરફી પ્રેમમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવ્યું છે. શ્વેતાનાં પતિ અંકુર પાંચાલે તેના ખાસ મિત્ર ગોવિંદ વિરૃધ્ધ આજ રોજ જલાલપોર પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગોવિંદ વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરાર થઇ ગયેલાં આરોપી ગોવિંદને શોધવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી રવાના કરી છે. શ્વેતાનાં પી.એમ.રીપોર્ટમાં તેની ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું જ બહાર આવ્યું છે. તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો નથી.
જાણવા મલતી માહિતી મુજબ આરોપી ગોવિદ અંકુરનો બાળપણનો ખાસ મિત્ર હતો. અને તેનાં પરિવારિક સંબંધો હતા. પરંતુ ગોવિંદની દાનત ખોટી હતી. થોડા વર્ષો અગાઉ ગોવિંદે અકુંરની બેન મેઘના ઉપર પણ નજર બગાડી હતી. અને ત્યારે તેમની વચ્ચેના સંબંધો તુટી ગયા હતા. પરંતુ શ્વેતા અને અંકુર લંડનથી ભારત આવતા ફરી પાછી પૂર્વવત મિત્રતા બંધાઇ ગઇ હતી. ગોવિંદની નજર હવે પોતાનાં મિત્ર અંકુરની પત્ની શ્વેતા ઉપર ઠરી હતી. અને તે એક તરફી પ્રેમમાં શ્વેતાને હેરાન પરેશાન કરતો હતો. પરંતુ પતિનો ખાસ મિત્ર હોવાથી શ્વેતા આ વાત તેના પતિ અંકુરને કરી શક્તી નથી. જેનો ગેરલાભ ગોવિંદ ઉઠાવતો હતો. અને દરેક વખતે ગોવિંદ પંચાલ પરિવારની સાથે જ પડછાયાની જેમ ચોંટેલો રહેતો હતો.પ્રાપ્ત માહિતી મુજબ શ્વેતા અને અંકુરનાં પાસપોર્ટ ખોવાઇ ગયા હતા. જે ફરીથી નવા બનાવડાવવા માટે જરૃરી કાયદેસરની કાર્યવાહી બાદ એન.ઓ.સી. મળી હતી. આ કાગળો ગોવિંદે પોતાની પાસે જ રાખી મુક્યા હતા. અને તેના ઉપર જરૃરી સહીઓ કરવા માટે શ્વેતાને ફોસલાવી શુક્રવારે કારમાં લઇ ગયો હતો. અને ત્યારબાદ ગોવિંદે શ્વેતાને તાબે થવા માટે જણાવ્યું હોય અને શ્વેતાએ તેનો વિરોધ કર્યો હોય ઉશ્કેરાયેલાં ગોવિંદે શ્વેતાનું ગળુ દબાવી તેની હત્યા કરી લાશ મોગારગામે જતા નિર્જન રસ્તા ઉપર ફેંકી દીધી હોવાની સંભાવના વર્તાવાઇ રહી છે. જોકે આ, અંગે આરોપી પકડાય ત્યારે જ સાચી હકીકત શું છે ? તે બહાર આવશે. હાલમાં પોલીસ ગોવિંદને પકડવા માટે જોર લગાવી રહી છે. જ્યારે તેનીકારને પોલીસે કબ્જે કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved