Last Update : 26-March-2012,Monday
 

આડાસંબંધના વહેમમાં પત્નીની માથામાં કુકરના ફટકા મારી હત્યા

 

પારડી તાલુકાના રેંટલાવમાં પતિ દ્વારા
લવમેરેજના ૬ વર્ષ પછી તેજસ રાજપુત અને તેજલ વચ્ચે ઝઘડા થતા હતા ઃ કુકરના ફટકા બાદ ગળામાં ચપ્પુનો ઘા પણ કર્યો હતો
વાાપી, રવિવાર
પત્નીના પરપુરૃષ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી પારડી તાલુકાના રેંટલાવ ગામમાં રહેતા પતિએ બેરહેમીપૂર્વક પત્નીની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી છે. આજે સવારે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથાના ભાગે કુકરના ચાર ફટકાં માર્યા બાદ ચપ્પુ વડે ગળામાં ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હતી. જોકે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તપાસનો દોર શરૃ કર્યો છે.
પ્રાપ્ત અને પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પારડી તાલુકાના રેંટલાવ ગામે વિસામો એપાર્ટમેન્ટના રૃમ નં.૪માં શાંતિલાલ રાજપૂત પરિવાર સાથે રહે છે. તેમનો ૩૨ વર્ષિય પુત્ર તેજસ ડીજે મ્યુઝિક સિસ્ટમ ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે. ૬ વર્ષ પૂર્વે વટાર ગામે રહેતી તેજલ (ઉં.વ.૨૭)નામની યુવતિ સાથે તેજસે લવ મેરેજ કર્યા હતા. જોકે લગ્નના ૬ વર્ષ બાદ પણ તેઓને સંતાન સુખ મળ્યું ન હતું. છેલ્લા લાંબા સમયથી પતિ તેજસ પત્ની તેજલના અન્ય પુરૃષ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો. જેને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતાં હતા. એટલું જ નહીં પણ તેજસ પત્નીને મારઝુડ પણ કરતો હતો.
આજે સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ ઘરમાં પતિ-પત્ની એકલાં જ હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. બાદમાં ઉશ્કેરાયેલા તેજસે રસોડામાં રાખેલા કુકર વડે પત્ની તેજલના માથાના ભાગે ચારથી પાંચ ફટકા માર્યા બાદ ચપ્પુ વડે ગળામાં ઘા ઝીંકી દીધા હતા. જોકે, પતિએ કરેલા જીવલેણ હુમલામાં તેજલની ખોપરી ફાટી જતાં ઘટનાસ્થળે જ તેજલનું મોત થયું હતું.
ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સહિતના લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. રેંટલાવ ગામે બનેલી ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી છે. ઘટના બાદ પારડી પોલીસ મથકના પીએસઆઈ રાઠવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી. પત્નીની બેરહમીપૂર્વક હત્યા કર્યા બાદ પોલીસે હત્યારા પતિ તેજસની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved