Last Update : 26-March-2012,Monday
 
આજે ગાંધીનગરમાં દસ હજાર આંગણવાડી વર્કરોના ધરણાં
 
પડતર પ્રશ્નોએ અનેક રજૂઆતો બાદ પણ નિવેડો ન આવતાં
મુખ્યમંત્રીની મુલાકાતનો સમય માંગવા છતાં આજદિન સુધી પગલાં ન લેવાતા લેવાયેલો નિર્ણય
રાજકોટ, રવિવાર
ગુજરાત રાજયના આંગણવાડી વર્કરોના લઘુત્તમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેચ્યુએટી આપવા સહિતના અનેક પડતર પ્રશ્નોએ વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવા લાંબા સમયથી સમય માંગવામાં આવી રહ્યો છે તેમ છતાં આજદિન સુધી મુલાકાતનો સમય ન અપાતા અંતે તા. ૨૬ના ગાંધીનગર ખાતે ૧૦ હજાર આંગણવાડી વર્કરો એક દિવસના ધરણાં કરી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવશે.
આ અંગે આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં આંગણવાડી હેલ્પરોને લઘુત્તમ વેતન પણ અપાતું નથી! અન્ય રાજયોમાં સરકાર બજેટમાંથી પગારો માટે માસિક રૃા. ૧૫૦૦થી ૨૦૦૦ની ફાળવણી કરી છે જયારે ગુજરાતમાં માત્ર રૃા. ૧૨૫૦ જ ખર્ચાય છે. હાઇકોર્ટના હુકમ બાદ બાળકોને અઠવાડિયામાં ૬ દિવસ નાસ્તો આપવાનો આદેશ કરાયો છે પરંતુ આ ખર્ચ આંગણવાડી વર્કરોને પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. ગુજરાતમાં ૫૦૦૦૦ આંગણવાડી કેન્દ્રો છે જેમાં ૯૦ ટકા જિલ્લાઓમાં છેલ્લા છ માસથી ગરમ નાસ્તાના, ફ્રેશ ફ્રુટના, ઘરભાડાના તથા વિજળી બીલોના પૈસા ચૂકવાતા જ નથી! અત્યાર સુધીમાં નાસ્તાના ૬૨.૪૦ કરોડ ચૂકવાયા જ નથી આ સાથે વધુમાં જણાવ્યું હતું કે અન્ય રાજયોમાં હેલ્પર વર્કરોને નિવૃત્તિ સમયે સરકાર દ્વારા ગ્રેચ્યુટી- પેન્શન ચૂકવાઇ છે પરંતુ ગુજરાતમાં ૩૫ વર્ષની સેવા બાદ પણ એક પૈસો પણ ચૂકવાતો નથી! આંગણવાડી વર્કર તેના બાળકો માંદા પડે તો સરકાર દ્વારા કોઇ જ સારવાર અપાતી નથી. મહારાષ્ટ્ર સહિત ૬ રાજયોમાં નિવૃત્તિ મર્યાદા ૬૫ છે જયારે દેશના તમામ બાકી રાજયોમાં નિવૃત્તિ મર્યાદા ૬૦ છે પરંતુ ગુજરાતમાં નિવૃત્તિ મર્યાદા ૫૮ રાખવામાં આવી છે. ગુજરાતમાં અન્ય રાજયોની માફક દિવાળીના તહેવારોમાં બોનસ પેટે રકમ ચૂકવાતી નથી. આમ ગુજરાતમાં સામાજીક સુરક્ષા ક્ષેત્ર પરત્વે છેલ્લાં ૧૦ વર્ષથી દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગત ૨૦૧૦ તથા ૨૦૧૧ના વર્ષમાં સતત રજૂઆતો કરાઇ હોવા છતાં પ્રશ્નો પરત્વે ધ્યાન અપાતું નથી. ફેબુ્ર. ૨૦૧૧માં કેન્દ્ર સરકારે કરેલા પગાર વધારો સતત રજૂઆત બાદ જાન્યુ.- ફેબુ્ર.માં ચૂકવાયો છે. મુખ્યમંત્રી સમક્ષ બે વર્ષથી રજૂઆતો માટેનો સમય માંગવામાં આવી રહ્યો છે પરંતુ મુખ્યમંત્રીને આંગણવાડી વર્કર હેલ્પરોના પ્રશ્નો સાંભળવા માટે સમય મળતો નથી. છેલ્લે તા. ૨૫-૨-૨૦૧૨ના રોજ માગણીઓ માટે રજૂઆત પત્ર મોકલી સમયની માગણી કરાઇ છે. અંતે માગણી માટે સરકારનું ધ્યાન દોરવા માટે તા. ૨૬મીએ ગાંધીનગર ખાતે સવારે ૧૦-૩૦થી ૫ સુધી ૧૦ હજાર બહેનોના માસ ધરણાં કાર્યક્રમ યોજાશે તથા ૪ કલાકે મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર અપાશે તથા પ્રશ્નોના ઉકેલ બાબતે કોઇ દરખાસ્ત ન મળે તો આગળના કાર્યક્રમો જાહેર કરાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved