Last Update : 26-March-2012,Monday
 
સપ્તાહમાં ત્રીજા બાળકને શિકાર બનાવતો માનવભક્ષી દિપડો
 
વેરાવળ તાલુકામાં માનવભક્ષી દિપડાથી થરથર કાંપતા ગ્રામજનો
બે કલાકની શોધખોળને અંતે મળેલો બાળકનો મૃતદેહઃ દિપડાને પકડવામાં વન તંત્ર નિષ્ફળ
વેરાવળ, તા. ૨૫
વેરાવળ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે. અગાઉ બે પરપ્રાંતિય મજૂર બાળકોને દિપડાએ ઉપાડી જઇને ફાડી ખાધા બાદ વધુ એક બાળકને તેની માતાના પડખામાંથી આંચકીને દીપડાએ પોતાનો શિકાર બનાવતા આ પંથકના મજૂરો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં અવારનવાર દિપડાઓ દેખાય છે. રાત્રીના સમયે તેઓ ઢોર-ઢાંખરો પર હુમલો કરીને પોતાનો શિકાર બનાવતા હતાં પરંતુ છેલ્લા એક સપ્તાહથી દીપડાઓના માનવી પરના હુમલાના બનાવો વધતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે. એક સપ્તાહમાં ત્રણ ત્રણ માસુમ જીંદગીનો ભોગ લેવાયા બાદ પણ આ દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા ન મળતાં લોકોમાં રોષની લાગણી પ્રગટી છે.
વેરાવળ તાલુકાના ઇણાજ ગામે ગત મંગળવારે રાત્રીના સમયે એક નવ વર્ષની બાળાને દિપડાએ ફાડી ખાધી હતી. આ ઘટનાના બે દિવસ બાદ ગુરૃવારે તાલુકાના સવની ગામે વાડી વિસ્તારમાં શેરડીના વાડામાં મજૂરી કામ કરી પેટીયુ રળતા અને ઝુંપડુ બાંધી રહેતાં એક મહારાષ્ટ્રીય પરીવારના આઠ વર્ષના બાળકને પરિવારના સભ્યોની નજર સામે જ ગળેથી પકડીને ખુંખાર દીપડો ઉપાડી ગયો હતો. શોધખોળના અંતે બાળકના અવશેષો જ હાથ લાગ્યા હતાં. આ બંને ઘટનાની હજુ શાહી સુકાઇ નથી ત્યારે સવની ગામે જ મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય મજૂર પરિવારનો બાળકને દીપડો દબોચીને લઇ ગયા બાદ શોધખોળને અંતે આ માસુમનો પણ માત્ર મૃતદેહ પરિવારજનોને હાથ લાગ્યો હતો.
બનાવ અંગેની વિગતો મુજબ વેરાવળના સવની ગામે અજીત પરબતના ગોળના રાબડામાં મજૂરી કરવા આવેલો પરપ્રાંતિય દલસિંગ વાસ્કલાનો પરિવાર વહેલી સવારે ઝુંપડાની બહાર ખુલ્લામાં સુતો હતો પરંતુ માતાના પડખામાં સુતેલો તેમનો દીકરો 'કાના' (ઉ.વ.૭)ને ખુંખાર દીપડો ગળામાં દબોચીને લઇ ગયો હતો. અડધી કલાક બાદ તેમના પરિવારને જાણ થતાં રાડારાડી કરીને તેઓએ આસપાસના વાડી વિસ્તારના ગ્રામજનોને જાણ કરી હતી, તેઓએ રાત્રે વન ખાતાને ઘટના અંગે જણાવતાં વન વિભાગની ટીમની બે કલાકની શોધખોળને અંતે રાબડાથી પચાસ મીટર દૂર કાળાભાઇ વાલાભાઇના ખેતરમાંથી કાનાનો મૃતદેહ મળી આવતા મજૂર પરીવાર પર જાણે આભ તૂટી પડયું હતું.
છેલ્લા ચાર દિવસમાં આ વિસ્તારમાં ત્રણ બાળકોને દીપડો ખાઇ જતાં પરપ્રાંતીય મજૂરો તથા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન તંત્રએ પાંજરાઓ મુકેલા હોવા છતાં દીપડો ન પકડાતા અધિકારીઓ કર્મચારીઓ ધંધે લાગ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર વેરાવળ- સુત્રાપાડા વિસ્તારમાં શેરડીના વાડામાં ૨૫થી ૩૦ દીપડીઓ આંટા મારે છે તેથી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પીંજરાઓ મુકવા જોઇએ તેવી માંગ ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved