Last Update : 26-March-2012,Monday
 
દફનવિધિ સમયે ચાદરમાંથી એકને બદલે નીકળ્યા બે નવજાત શીશુ
 
મોરબીમાં સિવિલ હોસ્પિટલની ગંભીર લાપરવાહી
મૃત હાલતમાં અલગ-અલગ જન્મેલા બે નવજાત શીશુને ચાદરમાં વિંટાળીને એક જ પરિવારને સોંપી દીધા
મોરબી, તા.૨૫
મોરબીની સરકારી હોસ્પિટલનો ફરી એક છબરડો સામે આવ્યો છે. બેદરકારીની હદ વટાવી દેતા કિસ્સામાં ગઈકાલે હોસ્પિટલમાં દાખલ બે પરણીતાને પ્રસુતિ વેળા મૃત બાળકો જન્મ્યા હતા. સરકારી હોસ્પિટલના સ્ટાફે બન્ને મૃત બાળકો એક જ પરિવારને સોંપી દીધા હતા. બાળકની દફનવીધી વખતે મૃતદેહને ઓઢાડેલી ચાદર ખસેડતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
માહિતી મુજબ, મોરબીની સરકારી હોસ્પિટલમાં બે પરણીતાઓ પ્રસુતિ માટે દાખલ થઈ હતી. બન્ને પરણીતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મોરબી પાસેના ચાચાપર રહેતી આદિવાસી પરણીતા રેખાબેન કૈલાશભાઈને ગઈકાલે બપોરે ૨-૧૦ના સમયે પ્રસુતિ વખતે મૃત બાળકી જન્મી હતી, જ્યારે મોરબીના લીલાપર રોડ પર રહેતા વર્ષાબેન મુકેશભાઈને મોડી રાત્રીના ૨-૩૦ વાગ્યે મૃત બાળક જન્મ્યો હતો. આજે સવારે વર્ષાબેનના પતિ મુકેશભાઈ પોતાના મૃત બાળકનો કબ્જો લેવા ગયા હતા. જ્યાં તમામ પ્રાથમિક વિધી પૂર્ણ કર્યા બાદ ચાદરમાં વીંટળાયેલ મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.
પોતાના બાળકનો કબ્જો લઈ તેઓએ દફનવીધીની શરૃઆત કરી હતી. મૃત બાળકને છેલ્લીવાર જોવાની પ્રબળ ઈચ્છા થઈ આવતા ચાદર ખસેડી હતી અને નજારો જોઈ તેઓ હેબતાઈ ગયા હતા. કેમ કે, ચાદરમાં વીંટળાયેલ પોતાના બાળક સીવાય પણ એક બાળકીનો મૃતદેહ મળી આવતા તેઓ અચંબિત થઈ તુરંત હોસ્પિટલે પરત ફર્યા હતા. ફરજ પરના કર્મી.ને પોતાને ભૂલથી બે બાળકો સોંપી દીધાની જાણ કરી હતી. ફરજ પરના સ્ટાફે આખી ઘટનાની આરએમઓને જાણ કરી હતી. આરએમઓ બુચે તેમની તમામ દસ્તાવેજી વિગતો પોતાની પાસે રાખી મહેશભાઈને પોતાના બાળકનો મૃતદેહ સોંપી દીધો હતો. જ્યારે રેખાબેન નાની આદીવાસી મહિલાના પરિવારને બોલાવી તેમને બાળકીનો મૃતદેહ સોંપ્યો હતો.
આ બાબતે આરએમઓ બુચે જણાવ્યું હતું કે આખી ઘટના બેદરકારીની હોવાથી આગળની તપાસ શરૃ કરવામાં આવી છે. આ બાબતને ગંભીર ગણવી જોઈએ અને હોસ્પિટલના સ્ટાફ તરફથી કેમ બેદરકારી થઈ તેની ચકાસણી કરી યોગ્ય પગલા ભરવામાં આવશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved