Last Update : 26-March-2012,Monday
 
અન્ય શહેરોની તુલનામાં ભાવનગર વિકાસમાં કેમ પાછળ રહી જાય છે ?
 
 
પક્ષાપક્ષીથી પર રહીને શહેરના સર્વાગી વિકાસ માટે આગેવાનોએ એક મંચ પર આવવું પડશે
ભાવનગર, રવિવાર
સૌરાષ્ટ્રના અન્ય શહેરોની તુલનામાં ભાવનગરનો વિકાસ બિલકુલ થયો નથી ત્યારે પક્ષાપક્ષી છોડીને ભાવનગરના સર્વાગી વિગાસ માટે ખરા અર્થમાં કંઇક કરી છૂટવાનો સમય પાકી ગયો છે. પ્રજાની સુખાકારી માટે ગંભીર બની અન્ય શહેરોની લગોલગ ભાવનગર ઉભું રહે તેવા પ્રયાસો કરવાનું જરૃર છે.
છેલ્લા ઘણાં વરસોથી ભાવનગરનો વિકાસ થતો નથી. તેવા રોદણા રોવામાં આવે છે. વિકાસના નામે અત્યાર સુધી કામ થોડૂં અને વાતો ઝાઝી થઇ છે. ભાવનગર મહાનગરપાલિકાનો વહિવટ અને રોજિંદા કામો કરવાની ક્ષમતા દિવસેને દિવસે ખાડે થતી જાય છે. અધિકારી કે પદાધિકારી ગંભીર નથી. ભાવનગર શહેર ઉત્તર-દક્ષિણ એક મોટા ગંદા ગોબરા ગામડા જેવું બનતું જાય છે. માટે ચારેકોર કચરો, ગંદકી, રખડતા ઢોર ઉબડ ખાબડ રસ્તા, અમુક વિસ્તારમાં તો રોડ ક્યાં કેટલો છે તેનું નામો નિશાન મટતું જાય છે.
તેના લીધે ટ્રાફિકની જબરી સમસ્યા ઉભી થઇ છે. ઠેર ટેર દબાણો અવ્યવસ્થા, લોકોને પડતી પરેશાની, વધતા જાય છે. જરૃર પડયે અધિકારી-પદાધિકારીની ટીમે રાજકોટ જેવી વિકસીત શહેરની મુલાકાત લઇને જરૃરી પગલા લેવા જોઇએ.
ભાવનગરમાં રાત્રિ સફાઇ નામની થાય છે. દિવસો સુધી કચરાના ઢગલા પડયા રહે છે અને કોઇ ઉપાડતું નથી. પરિણામે સફાઇ કામદારે સારી રીતે સફાઇ કરી હોવા છતાં પવનના લીધે ફરી કચરો વેરવિખેર થઇ જાય છે અને લોકોને લાગે છે કે સફાઇ થતી નથી. કચરો ભેગો કરી તુરંત જ પ્રોસેસમાં જતો રહે તો જ શહેર સ્વચ્છ લાગે.
વિકાસ માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ મળે છે, તેનો સદ્ઉપયોગ થવો જોઇએ. શહેરની વસ્તી આંક મોટો બનાવવા માટે જરૃર પડયે આજુબાજુના ગામોને મનપાની હદમાં ભેળવી દેવા જોઇએ. જેથી હાલ જે ગ્રાન્ટ મળે છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો સમાવેશ થાય છે તે વધારે મળે. સરકારની વિવિધ યોજનાનો ભાવનગરને લાભ મળે.
છેલ્લા દોઢ દાયકા કરતા વધારે સમયથી મનપામાં ભાજપનું શાસન છે. છતાં શહેરનો જોઇએ તેટલો વિકાસ થયો નથી. ભાવનગરમાં નથી ઓવરબ્રીજ કે નથી સારા સ્વીમીંગ પુલ, રસ્તાની રામાયણ ધીમે ધીમે સુધરતી જાય છે એ એક માત્ર આશ્વાસનની વાત છે. શહેરના સર્વાગી વિકાસ માટે દરેક રાજકિય પક્ષના અગ્રણીઓએ એક મંચ ઉપર આવી ચિંતા સાથે ચિંતન કરવાની જરૃર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved