Last Update : 26-March-2012,Monday
 

મોદી સરકારના 'વખાણ' જ કરતી શૈક્ષણિક ચેનલ પોલીસ સ્ટેશનોમાં!

 

'બાયસેગ'ના સેટટોપ બોક્સ ૫૪૦ પોલીસ સ્ટેશનોમાં લગાવાશે
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારતી ચેનલનો 'રાજકીય પ્રચાર' માટે દુરૃપયોગ થતો હોવાના આક્ષેપો થયાં છે
અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે સરકારના પ્રચાર-પ્રસાર માટેના તમામ પ્રયાસો શરૃ થયાં હોય તેમ શૈક્ષણિક ચેનલના સેટટોપ બોક્સ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં લગાવવાની કામગીરી આરંભાઈ છે. 'બાયસેગ' તરીકે ઓળખાતી ગુજરાત સરકારની શૈક્ષણિક ચેનલ સોમવારથી અમદાવાદ શહેર સહીત સમગ્ર ગુજરાતના ૫૪૦ પોલીસ સ્ટેશનોમાં જોવા મળશે. હાલમાં, અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં 'બાયસેગ'ના સેટટોપ બોક્સ લગાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુસર ચાલતી 'બાયસેગ' ચેનલ ઉપર મોદી સરકારના વખાણ કરતાં કાર્યક્રમો વિશેષ આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. શૈક્ષણિક હેતુ ધરાવતી સરકારી વખાણ કરતી ચેનલ પોલીસ સ્ટેશનોમાં ચાલુ કરવાની પ્રક્રિયા ચર્ચાસ્પદ બનવાના એંધાણ વર્તાય છે.
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોને બે-ત્રણ દિવસ પહેલા મેસેજ મળ્યો હતો કે- પોલીસ સ્ટેશનોમાં એલ.સી.ડી. ટી.વી. અપાયાં છે તે સાથે ગૃહવિભાગના આદેશાનુસાર મોકલાયેલા 'સેટ-ટોપ' બોક્સ ફીટ કરવાના રહેશે. આ માટે નિર્ધારીત વ્યક્તિઓ આવતાં કાર્યવાહી પૂરી કરવી. આજે અમદાવાદના ૩૭ પૈકીના અનેક પોલીસ સ્ટેશનોમાં સેટટોપ બોક્સ લગાવવાની કામગીરી આરંભાઈ હતી. સેટટોપ બોક્સ કાર્યાન્વિત થયાં તે પોલીસ સ્ટેશનોમાં આજે રવિવારની રજા હોવાથી કોઈ પ્રસારણ જોવા મળતું નહોતી. આથી, પોલીસ તંત્રમાં સેટટોપ બોક્સના માધ્યમથી શું જોવા મળશે? તેની ચર્ચા જાગી હતી. વેબ કેમેરા લગાવી પોલીસ ઈન્સ્પેક્ટરો ઉપર ગાંધીનગરથી 'સીધી નજર' રાખવાનું આયોજન હોવાની પણ ચર્ચા જાગી હતી.
જો કે, સૂત્રોએ જણાવ્યું કે- આ સેટટોપ બોક્સ 'બાયસેગ' નામે સરકારની એજ્યુકેશનલ ચેનલનાં છે. ગાંધીનગર સ્થિત 'ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઈન્ફોમેટીક્સ' સંચાલિત ચેનલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે. સ્કૂલો અને કોલેજોમાં આ શૈક્ષણિક ચેનલ મારફતે નિષ્ણાત અધ્યાપકો જે તે વિષયોનું જ્ઞાાન પૂરું પાડે તેવું આયોજન છે. પરંતુ, શૈક્ષણિક હેતુની આ ચેનલ મારફતે વાંચે ગુજરાત, સદ્દભાવના ઉપવાસ સહીતના મોદી સરકારની વાહ... વાહ... કરતા સરકારી કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. શૈક્ષણિક ચેનલના સરકારી પ્રચાર-પ્રસાર માટે ઉપયોગના આક્ષેપો થતાં રહ્યાં છે.
સરકારી સૂત્રો કહે છે કે- બાયસેગ ૧ અને ૨, એમ બે ચેનલના કુલ છ બેન્ડ ઉપર એક સાથે બે કાર્યક્રમો જોઈ શકાય તેવી વ્યવસ્થા છે. અમદાવાદના ૩૭ ઉપરાંત ગુજરાતના તમામ ૫૪૦ પોલીસ સ્ટેશનોમાં આ શૈક્ષણિક ચેનલ ચાલુ કરવામાં આવશે. ગુજરાત સરકારે સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કનો ઉપયોગ સરકારી તંત્રના અપલિંક નેટવર્ક તરીકે કરવાનું શરૃ કર્યું છે. આ સંજોગોમાં પોલીસ સ્ટેશનોને 'બાયસેગ' સાથે જોડવાથી ભવિષ્યમાં ગાંધીનગર બેઠાં-બેઠાં ડી.જી.પી. કે મંત્રી સીધા જ તમામ પોલીસ સ્ટેશનોના ઈન્સ્પેક્ટરોને સીધી જ સુચના કે માર્ગદર્શન આપી શકે છે. જો કે, આ ઉપયોગ સિવાય 'શૈક્ષણિક' હેતુસરની ચેનલ મોદી સરકારના પ્રચાર-પ્રસારના માધ્યમનું કેન્દ્ર બની રહેવાની સંભાવનાઓ પ્રબળ હોવાનું સૂત્રો સ્વિકારે છે. આ અંગે ગુજરાત પોલીસના સત્તાવાર સૂત્રોનો સંપર્ક થઈ શક્યો નહોતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved