Last Update : 26-March-2012,Monday
 

સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ

 

ગરીબોના ઘરના મેનુમાંથી ખીચડી-ભાત ગાયબ!
દક્ષિણભારતમાં જે ચોખાનું ચલણ છે તેવા ચોખા સરકારે અહીં ફાળવતાં બીપીએલ-અંત્યોદયના લાખો કાર્ડધારકોનો મરો
અમદાવાદ,રવિવાર
અમદાવાદ શહેર અને જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર આ વખતે રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર તા.૧લી માર્ચથી પાકા ચોખા(બોઇલ્ડ રાઇસ) ફાળવાતાં ભારે વિવાદ સર્જાયો છે. બોઇલ્ડ રાઇસ ખાવા નહી ટેવાયેલી ગુજરાતની પ્રજા ખાસ કરીને બીપીએલ-અંત્યોદય કાર્ડધારકોનો તો સરકારની આ ફાળવણીને પગલે જાણે મરો થયો છે. બોઇલ્ડ રાઇસનું ચલણ દક્ષિણભારત અને ત્યાંના રાજયોમાં વધુ છે, જયારે ગુજરાતની પ્રજા તો વર્ષોથી કાચા ચોખા(હાલ જે વપરાશ ચાલી રહ્યો છે તે) ખાવા ટેવાયેલી છે ત્યારે સરકાર દ્વારા આ પ્રકારે સૌપ્રથમવાર પાકા ચોખા ફાળવતાં ગરીબ બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોની સાથે સાથે ખુદ સસ્તા અનાજની દુકાનોવાળાઓમાં પણ આ સમગ્ર મામલે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
અમદાવાદ શહેર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને આ મામલે સસ્તા અનાજની દુકાનધારકો અને બીપીએલ-અંત્યોદય ગરીબ કાર્ડધારકો તરફથી રજૂઆત સાથે ફરિયાદ કરવામાં આવી છે. ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદી દ્વારા પણ આ મામલે તાજેતરમાં જ પુરવઠા તંત્રના ઉચ્ચ પદાધિકારીઓ અને રાજય સરકારને રજૂઆત કરવામાં આવતાં સત્તાવાળાઓ દ્વારા હાલ પૂરતું તો આ બોઇલ્ડ રાઇસનું વિતરણ અટકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હવે નવો જથ્થો કયો વિતરણ કરાય છે તેની પર દારોમદાર છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ૧૨૦૦ મેટ્રિક ટનથી વધુ બોઇલ્ડ રાઇસનો જથ્થો સૌપ્રથમવાર શહેર અને જિલ્લાની વિવિધ સસ્તા અનાજની દુકાનો પર વિતરણ કરવામાં આવ્યો છે. જો કે, બોઇલ્ડ રાઇસના વિતરણને લીધે ગરીબોના ઘરના મેનુંમાથી જાણે ખીચડી અને ભાત ગાયબ થઇ ગયા. કારણ કે, બોઇલ્ડ રાઇસ(પાકા ચોખા) એ દક્ષિણ ભારતમાં સૌથી વધુ ખવાય છે અને ઉપયોગમાં લેવાય છે, ગુજરાતની પ્રજા તો રુટીનમાં જેનો વપરાશ છે તે કાચા ચોખા જ ખાવા ટેવાયેલી છે. બીજું કે, બોઇલ્ડ રાઇસનો સૌથી વધુ ઉપયોગ ઇડલી-ઢોંસા પાછળ થતો હોય છે અને તે દક્ષિણ ભારતનું રુટીન મેનું છે. બોઇલ્ડ રાઇસ રાંધવામાં જલ્દી ચઢતા નથી તેના કારણે બળતણ વધુ વપરાય છે. એટલું જ નહી, દાણા છૂટા પડી જવાથી ખીચડી કે ભાતની મજા જોઇએ એવી આવતા નથી. જેની સામે આપણા કાચા ચોખા ચઢવામાં ઝડપી અને તેમાંથી બનતા ખીચડી, ભાતનો સ્વાદ-સોડમ જ કંઇક અલગ હોય છે. આ બધા કારણને લઇ સરકારી સત્તાવાળાઓના બોઇલ્ડ રાઇસના વિતરણ સામે ચોતરફથી વિરોધ ઉઠવા પામ્યો.
અમદાવાદ શહેરમાં ૮૯૭ જેટલી સસ્તા અનાજની દુકાનો છે અને કુલ દસ લાખથી વધુ કાર્ડધારકો છે. જેમાં સાડા ત્રણ લાખથી ચાર લાખ તો બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકો છે. આ તમામ કાર્ડધારકો બોઇલ્ડ રાઇસનો ઉપાડ કરવાનો સાફ ઇન્કાર કરે છે અને તેમને આપણાં ઓરીજનલ કાચા ચોખા જ પૂરા પાડવાની માંગણી કરી રહ્યા છે. જે ગણ્યાગાંઠયા લોકો આવા બોઇલ્ડ રાઇસ લઇ જાય છે તે પણ બારોબાર અન્યત્ર વેચી મારે છે. બીજીબાજુ, કાર્ડધારકોની માંગણીને લઇ સસ્તા અનાજની દુકાનોવાળાની હાલત પણ કફોડી બની છે. તેઓએ પુરવઠા તંત્ર સુધી અને સરકારમાં આ મામલે ફરિયાદ કરી છે.
દરમ્યાન અમદાવાદ શહેર પુરવઠા અધિકારી ડી.કે.બારીયાને પૂછતાં તેમણે સસ્તા અનાજની દુકાનો પર સૌપ્રથમવાર આ વખતે બોઇલ્ડ રાઇસનું વિતરણ કરાયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ જ પ્રકારે પુરવઠા ગોડાઉન મેનેજર ઉદય જોષીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ વખતે ટેકાના ભાવે ડાંગર લેવામાં આવી હતી અને તેનું મીલીંગ કરાવતાં બોઇલ્ડ રાઇસ બનતાં તેનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આશરે ૧૨૦૦ મેટ્રિક ટન પાકા ચોખાનો જથ્થો વિતરણ કરાયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved