Last Update : 26-March-2012,Monday
 
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
 

મોદી સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરતા
હજી અડધી કામગીરી બાકી છે- જસ્ટિસ શાહ ઃ સરકાર સમય પસાર કરવા માગે છે એવું કમિશનની રચના વખતે જ ચર્ચાતું હતું!
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, રવિવાર
જસ્ટિસ એમ.બી. શાહ કમિશન, જે નરેન્દ્ર મોદી સરકારે તેની ઉપર કોંગ્રેસે લગાવેલા ૧ લાખ કરોડથી વધુ રકમના કૌભાંડોના આક્ષેપોની તપાસ માટે નિમેલું છે તેની, મુદત ૩૧મી માર્ચ, '૧૨ના રોજ પૂરી થઇ રહી છે. કમિશન તેના કમિટમેન્ટ પ્રમાણે નિયત સમયમાં કામગીરી કરી શક્યું નથી, એટલે ટૂંક સમયમાં તેને મુદત વધારો આપવામાં આવશે, તેમ સમજાય છે.
જસ્ટિસ શાહે આ અખબાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ટૂંકમાં જણાવ્યું હતું કે, હજી અડધી જ કામગીરી થઇ છે અને એસ્ટેન્શન અંગેનો નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે. રાજ્ય કક્ષાના કાનૂન પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભે એવું જણાવ્યું હતું કે, 'મારા સુધી હજી આ બાબત આવી નથી, પણ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.'
જસ્ટિસ શાહ કમિશનને જે ભ્રષ્ટાચારના કિસ્સાની તપાસ સોંપાઇ છે તેમાં- જુદા જુદા ઉદ્યોગકારોને પાણીના ભાવે પાટનગરમાં અપાયેલી જમીનો, તાતાના નેનો પ્રોજેક્ટને આજદિન સુધી કોઇ ઉદ્યોગગૃહને ના અપાયા હોય તેવા ૩૩ હજાર કરોડના લાભો, અદાણી જૂથને મુન્દ્રા અને અન્ય ઠેકાણે મફતના ભાવે અપાયેલી જમીનો, એસ્સાર જૂથને ગેરકાયદેસર રીતે ફાળવાયેલી જંગલની જંમીનો, એલ. એનડ્ડ ટી.ને પણ સુરતમાં હજીરા ખાતે નાખી દેવાના ભાવે ફાળવાયેલી જમીનો, જીએસપીસીમાં આચરવામાં આવેલા કૌભાંડો, ઉદ્યોગપતિઓના ખર્ચે તેમના પ્લેનો-હેલિકોપ્ટરોમાં મુખ્યપ્રધાન દ્વારા થઇ રહેલા પ્રવાસો- જેવી કુલ ૧૪ બાબતોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં મોદીશાસન દરમિયાન થયેલા નકલી એન્કાઉન્ટરોની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રચી તેનું સુકાન જસ્ટિસ એમ.બી. શાહને સોંપ્યું હતું, પણ તેમણે તેમની પાસેની તપાસની જવાબદારીને આગળ ધરી ટાસ્ક ફોર્સનું નેતૃત્ત્વ સંભાળવાની ના પાડી હતી.
જોકે લોકાયુક્તની તપાસમાંથી બચવા માટે ગુજરાત સરકારે ૧૬મી ઓગસ્ટ, '૧૧ના રોજ કમિશન ઓફ ઈન્ક્વાયરીઝ એક્ટ હેઠળ જસ્ટિસ એમ.બી. શાહ કમિશન રચવાનું નોટિફિકેશન બહાર પાડયું ત્યારથી ભ્રષ્ટાચારના આરોપોની નિષ્પક્ષ તપાસ બાબતે રાજ્ય સરકારની નિયત સુપેરે સરાજાહેર થઇ ગઇ હતી અને જસ્ટિસ શાહ કમિશનની તપાસમાં મુદતો ઉપર મુદતો પડશે ને છેક વિધાનસભાની ચૂંટણી વખતે પ્રજાની આંખોમાં ધૂળ ઝોંકતો રિપોર્ટ જાહેર થશે એવું, કમિશનર રચ્યું ત્યારે જ ખુલ્લેઆમ ચર્ચાતું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved