Last Update : 26-March-2012,Monday
 
બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભેદી હિલચાલ છતાં સરકાર ચૂપ!
 
બાળકોને વેચવાના કૌભાંડ પાછળ બાંગ્લાદેશી ગેંગ કે બંગાળની?
જાલીનોટોનું બાંગ્લાદેશ કનેક્શન, શ્રમિકોના સ્વાંગમાં આતંકવાદનો ભય પછી બાળકોના અપહરણના પ્રયાસમાં શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા
અમદાવાદ, રવિવાર
જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં બાળકોના અપહરણનો પ્રયાસ અને ભિક્ષાવૃત્તિ કરાવવા ગેંગ સક્રિય બન્યાની ઘટનાઓ બાદ ફરી એક વખત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના શ્રમિકો ચર્ચામાં આવ્યાં છે. પહેરવેશ, રહેણીકરણી અને ભાષાથી અલગ તારવવા મુશ્કેલ જણાતાં બંગાળ અને બાંગ્લાદેશના રહીશો આમ તો મજૂરી માટે આવે છે. પણ, શ્રમિકો વચ્ચે રહીને ભેદી હિલચાલ કરનારાં અમુક તત્વો સામે સરકારની ચૂપકિદી ચર્ચાસ્પદ બની છે. જાલીનોટોનું બાંગ્લાદેશ કનેક્શન ઉપરાંત શ્રમિકોના સ્વાંગમાં આતંકવાદ વિસ્તારવા સ્લીપર સેલમાં ભૂમિકાની આશંકા પછી બાળકોના અપહરણના પ્રયાસમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો કે બંગાળથી આવેલા શ્રમિકો પૈકીના શકમંદો ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. ગુજરાતની સામાજીક સલામતી ઉપર આક્રમણ વધારી રહેલા આવા તત્વો ઉપર અંકુશ મુકવાની દિશામાં ગુજરાત સરકારની ઉદાસીનતાએ અનેક ચર્ચાઓ જગાવી છે.
મેગાસિટી અમદાવાદની ૬૦ લાખની વસતિમાં પરપ્રાંતિય શ્રમિકોની સંખ્યા ૧૦ લાખ જેવી થવા જાય છે. અતિ ગરીબીના કારણે પશ્ચિમ બંગાળથી મજૂરી કરવા આવતાં શ્રમિકોની સંખ્યા નોંધપાત્ર છે. પણ, પહેલી નજરે પશ્ચિમ બંગાળના હોવાની છાપ છોડી જતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી ભારતના પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી માત્ર ૫થી ૭ હજાર રૃપિયામાં ઘુસણખોરી કરીને દેશમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓની સૌથી મોટી વસતી દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે અન્ય વિસ્તારોમાં પણ વસવાટ કરતા થયા હોવાનું સૂત્રો કહે છે. દોઢ દાયકાથી ઘૂસણખોરી કરતાં બાંગલાદેશીઓની સંખ્યા હાલ ૨૫ હજારથી વધુ હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે.
પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે- ગેરકાયદે ઘૂસણખોરી કરતાં બાંગ્લાદેશીઓની અમુક પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતી આવી છે તેથી તેના ઉપર 'નજર' રાખવામાં આવે છે. એ.ટી.એસ.નું સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ ખાસ આ કામગીરી સંભાળે છે. ભૂતકાળમાં અને તાજેતરના દિવસોમાં અમદાવાદ, ગુજરાતમાં જાલીનોટો લાવવાનું ષડયંત્ર બાંગ્લાદેશથી વાયા પશ્ચિમ બંગાળ ચાલતું રહ્યું છે. પશ્ચિમ બંગાળથી શ્રમિકો મારફતે જાલીનોટો ઘૂસાડાય છે. પણ, આ શ્રમિકો ખરેખર બંગાળના છે કે બાંગ્લાદેશી? તેની પૂરતી તપાસ થતી નથી. પોલીસ બાંગ્લાદેશથી ઘૂસાડાયેલી નોટ પકડીને ખુશ થઈ જાય છે.
અમદાવાદમાં શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો થયા ત્યારે પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર ધોંસ વધારી હતી. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સાથે ભળીને આતંકવાદીઓનું 'સ્લીપર સેલ' રચવાની સંભાવના નહીં નકારતા પોલીસ સૂત્રો આ બાબતે સતર્ક હોવાની વાત કરે છે. હવે, બાળકોના અપહરણના મામલે પણ પશ્ચિમ બંગાળથી આવેલા શ્રમિકો જ નહીં બાંગ્લાદેશી ઘૂસણખોરો લોકોની નજરે શંકાના દાયરામાં છે. પશ્ચિમ બંગાળના શ્રમિકો જેવા જ લાગતા બાંગ્લાદેશી ઘૂસણખોરો બાળકોને ઉઠાવી જઈ ભિક્ષાવૃત્તિમાં ધકેલતા હોવાની આશંકા લોકો ચર્ચે છે.
આમ છતાં, બાંગ્લાદેશી ઘૂસણખોરોને 'મોકળું મેદાન' પુરૃં પાડવું હોય તેમ પોલીસ અને સરકાર મૌન સેવે છે. પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરે છે. ગેરકાયદે વસવાટ સાથે ગેરકાયદે પુરાવા ઉભા કરીને ગટર, પાણી અને રોડ જેવી સુવિધાઓ મેળવી ચુકેલા બાંગલાદેશીઓને 'ડી પોર્ટ' કરવામાં ગુજરાત સરકારને ખાસો રસ પણ નથી. આથી, પોલીસ પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દાને નજરઅંદાજ કરે છે. ત્રણ-ચાર મહિને ગેરકાયદે વસવાટ કરતા ૧૦-૧૨ બાંગ્લાદેશીઓને પકડીને વતન મોકલી પોલીસ કામગીરી બતાવી દે છે. ગુજરાતના કાયદા અનુસાર સંપૂર્ણપણે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને 'દેશવટો' આપવાના બદલે 'સુવિધા' પૂરી પાડવામાં આવે છે. આ તથ્ય નહીં સ્વિકારી ઘૂસણખોરોને 'ઘર' આપતી ગુજરાત સરકારનું મૌન ચર્ચાસ્પદ બન્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved