Last Update : 26-March-2012,Monday
 
ઉપયોગ નહીં કરાયેલા કોલ બ્લોકસ કંપનીઓ પાસેથી પાછા લઈ લેવા હાથ ધરાયેલી પ્રક્રિયા

 

સમિતિની ભલામણ બાદ ૫૮ કંપનીઓને કોલસા મંત્રાલય દ્વારા કારણ દર્શક નોટિસ
કંપનીઓને પોતાના વપરાશ માટે કોલ બ્લોકસની ફાળવણીની પ્રક્રિયાને મુદે હાલમાં ઊભા થયેલા વિવાદ વચ્ચે સરકારે કંપનીઓએ જે કોલ બ્લોકસનો ઉપયોગ કર્યો નથી તેમની પાસેથી તે બ્લોકસ પાછા લઈ લેવાની પ્રક્રિયા શરૃ કરી છે. કોલ બ્લોકસની ફાળવણીને મુદ્દે અનિયમિતતા જણાઈ હોવાના કેગના રિપોર્ટમાં ટિપ્પણી કરાઈ હોવાના અહેવાલ લીક થયાના થોડાક દિવસો પહેલા જ કોલસા મંત્રાલયે ૫૮ જેટલી કંપનીઓને તેમને કરાયેલી ફાળવણી રદ કરવાની ચીમકી આપતી નોટિસ પાઠવવાનું શરૃ કર્યું છે.
આ બ્લોકસ ૧૯૯૬થી ૨૦૦૯ દરમિયાન તપાસ સમિતિ રુટ મારફત ફાળવાયા છે નહીં કે ઓકશન મારફત. સમીક્ષા સમિતિની ભલામણને પગલે આ પગલાં લેવાઈ રહ્યા છે. તમારી પ્રગતિ અસંતોષકારક હોવાથી તમને કરાયેલી ફાળવણી શા માટે રદ કરવી ન જોઈએ તેના કારણ જણાવો નોટિસ બજાવવા આ સમિતિએ જાન્યુઆરીમાં ભલામણ કરી હતી. જે કંપનીઓને નોટિસ પાઠવાઈ છે તેમાં મોટાભાગની જાણીતી સ્ટીલ કંપનીઓ છે. કુલ ૫૮ જેટલી કંપનીઓને નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાલમાં હાથ ધરાઈ હોવાનું કોલસા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
ભારત સતત કોલસાની અછતનો સામનો કરી રહ્યું છે અને તેણે કોલસાની આયાત કરવી પડે છે. ભારતમાં કોલસાની માંગણી સામે ઉત્પાદન ૮ કરોડ ટન જેટલું ઓછું પડે છે. કોલસાની ખાણ પર રાજયની ઈજારાશાહીનો અંત લાવવા સરકારે ૧૯૯૩થી ૨૦૦૯ની વચ્ચે ૩૫૦૦ કરોડ ટનના અનામત જથ્થા સાથે ૨૦૬ જેટલા બ્લોકસની ફાળવણી કરી હતી. આ ફાળવણી ખાનગી કંપનીઓને તેમના પોતાના વપરાશ માટે કરાઈ હતી.
સરકારે આ કંપનીઓને લગભગ નહીંવત કિંમતે આ ફાળવણી કરી દીધી હોવાના આક્ષેપને પગલે હાલમાં વિવાદ સર્જાયો છે. આને કારણે સરકારને રૃપિયા ૧૦.૬૦ લાખ કરોડનું નુકસાન ગયું હોવાનો કેગે દાવો કર્યો હોવાનો એક અહેવાલમાં આક્ષેપ કરાયો છે. જો કે કેગે આવો કોઈ આક્ષેપ કર્યો નહીં હોવાની સરકાર તરફથી સ્પષ્ટતા આવી પડી હતી. ખાનગી કંપનીઓને સસ્તા દરે કોલસા પૂરા પાડવા પાછળનો હેતુ વીજ, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદન ખર્ચ નીચા રાખવા હોવાનો પણ સરકારે બચાવ કર્યો છે. જો કે કેપ્ટિવ માઈન્સમાંથી કોલસાનું ઉત્પાદન ટાર્ગેટ કરતાં નીચું રહ્યું છે. કોલ મંત્રાલય દ્વારા કેપ્ટિવ બ્લોકસની વર્તમાન સમીક્ષા સ્ટોક મેળવવા માટેની છે. આ અગાઉ પણ સરકારે આવી કવાયત હાથ ધરી હતી.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved