Last Update : 26-March-2012,Monday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૩-૨૦૧૨ રવિવાર
ચૈત્ર સુદ ત્રીજ - ગણગૌરી પૂજન
મુ. જળાદિ ઉલ અવ્વલ માસ શરૂ.
ગૌરી ત્રીજ - મત્સ્યજયંતી

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૮ મિ. (સૂ) ૭ ક. ૨૮ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અશ્વિની સાંજના ૬ ક. ૦૮ મિ. સુધી પછી ભરણી.
ગોચરગ્રહ ઃ- સૂર્ય-મીન, મંગળ-સંિહ (વ.), બુધ-મીન (વ), ગુરૂ-મેષ, શુક્ર-મેષ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન નં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ૠતુ માસ-તિથિ-વાર ઃ- ચૈત્ર સુદ ત્રીજને રવિવાર. રા.દિ. ચૈ/૫.
ગૌરી ત્રીજ, મત્સ્ય જયંતી. મનોરથ તૃતિયા. ગણગૌરી પૂજન. મુસલમાની જમાદિ ઉલ અવ્વલ માસ શરૂ. વૈદ્યૃતિયોગ રાત્રે ૪ ક. ૧૯ મિ. સુધી કામવન, દેવકીનંદનચાર્યજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ અવ્વલ માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૧૦ રોજ આવાં
- શહેનશાહી આવાંગાનના પરભનું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજનો દિવસ શારીરિક, માનસિક શ્રમ, થાકનો રહે. કામકાજ કરો પરંતુ આનંદ ઉત્સાહ જણાય નહીં. ગુસ્સો આવી જાય.

 

વૃષભ ઃ સુસ્તી-બેચેની-કંટાળો જણાય. વધારાનો ખર્ચ થાય. ઈચ્છા-અનિચ્છાએ પત્ની-સંતાન- પરિવારના કામમાં વ્યસ્ત રહેવું પડે.

 

મિથુન ઃ આપના રોજીંદા કામમાં હળવાશ રહે. ઘર-પરિવારના, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

કર્ક ઃ ઘરમાં હોવ કે બહાર હોવ પરંતુ આંતરિક ચંિતા વ્યથા હૃદય-મનને અકળાવનારી રહે. શું કરવું તેની સૂઝ પડે નહીં.

 

સંિહ ઃ બપોર સુધી કોઈપણ કામમાં ઉતાવળ-ઉશ્કેરાટ-ગુસ્સો તમને તકલીફમાં મુકે. વિવાદ-નુકસાન થાય. બપોર પછી રાહત રહે.

 

કન્યા ઃ કામ કરો પરંતુ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે. આરામ કરવાની ઈચ્છા થાય પરંતુ આરામ થઈ શકે નહીં ચંિતા રહે.

 

તુલા ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ, કમિશનનો ધંધો, આવક થાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ધંધાકીય સંબંધોમાં ફાયદો-લાભ થાય.

 

ધન ઃ દ્વિધા-ચંિતા-ઉચાટ છતાં જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત અનુભવતા જાવ. બહાર જવાનું થાય.

 

મકર ઃ સગા સબંધી-મિત્રવર્ગના કારણે કામની વ્યસ્તતા રહે. પોતાના અંગત કામમાં વિલંબ થાય. વ્યવહારિક, સામાજીક કામથી ચંિતા-ખર્ચ.

 

કુંભ ઃ આપના કામ અંગે બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય. કમિશનના કામકાજમાં ધંધો-આવક થાય, ધર્મકાર્ય થાય.

 

મીન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમે હળવાશ, રાહત અનુભવતા જાવ. સાંજનો સમય સાનુકૂળતાવાળો રહે.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૫ માર્ચ

 

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ જીવન ઘડતર, કારકિર્દીની પ્રગતિ માટે મહત્વનું બનતું જાય. આપની હતાશા, નિરાશા દૂર થાય. તમારા આત્મવિશ્વાસમાં, સફળતામાં વધારો થાય. વિશેષમાં -

 

* કાર્યસફળતા- પ્રગતિથી તમારી આવકમાં, સુખસંપત્તિમાં વધારો થાય. આનંદ અનુભવો.

 

* વર્ષારંભે પેટથી પગ, કમર સુધીના ભાગમાં દર્દપીડાથી તકલીફ અનુભવાય. વાહનથી, પડવા વાગવાથી સંભાળવું પડે.

 

* નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય. જેમને આવક ન હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય તેમને આવક આવવાની શરૂઆત થાય.

 

* સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવારની પ્રગતિથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્ન થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં આત્મવિશ્વાસ વધતો જાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ચંપા બહાર સોસાયટીમાં રમીને ઘરે આવીને મમ્મી લીલીને પૂછી રહી હતી...‘‘મમ્મી, તું શું પહેલાં સર્કસમાં કામ કરતી હતી ?’’
‘‘અરે શું, ગાંડા જેવી વાત કરે છે ?’’ લીલી બોલી, ‘‘તને આવા વિચાર જ કેમ આવે છે ?’’
‘‘મમ્મી, એ તો એવું છે ને કે,’’ ચંપા એ કહ્યું, ‘‘બાજાુવાળા માસી બાજાુવાળા કાકીને કહેતા હતા કે લીલીબેન તો એમના વરને આંગળી ઉપર નચાવે છે...’’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved