Last Update : 25-March-2012, Sunday
 
સોનિયા ગાંધી, કોંગ્રેસ, ડૉ. મનમોહનસંિહ, રાહુલ ગાંધી, પ્રણવ મુકરજી વગેરે સમજી લે કે જ્યાં સુધી શાક-ભાજી, અનાજ-કઠોળ, દૂધ-તેલ, પેટ્રોલ-ગેસના ભાવો નહીં ઘટે અને દિગ્વિજિયસંહ જેવા નેતાઓને ઘરભેગા નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસ હારવાની, હારવાની ને હારવાની !

- ‘‘નેટવર્ક’’ દસ વર્ષથી આ જ ચેતવણી કોંગ્રેસ અને સોનિયાને આપતું આવ્યું છે !
- રાહુલ ગાંધીની ચાર ચાર વર્ષની પરસેવાપાડ મહેનત ઉપર મોંઘવારીએ જ પાણી ફેરવી દીઘું !

 

એમ તો, ઇંદિરા ગાંધી ક્યાં નહોતા હાર્યા ? અથવા અટલવિહારી બાજપાયી ક્યાં નહોતા હાર્યા ? અરે, મોરારજી દેસાઈ જેવા મોરારજી દેસાઈ એક સાવ અજાણ્યા વ્યક્તિ સામે હાર્યા હતા ! ગુજરાતમાં ચીમનભાઈ પટેલ એવા હારીને પછડાયેલા કે ફરીથી તેઓ ઊભા થઈ શકશે એવું લાગતું નહોતું છતાં એ હાર્યા પછી દસ વર્ષે ગુજરાતના મુખ્યપ્રધાન પણ બન્યા ! લાલુ પ્રસાદ યાદવ બબ્બે વાર હારેલા છે અને અરૂણ જેટલી તો ચૂંટણી લડવાની હંિમત જ નથી કરતા !

 

ટૂંકમાં, ચૂંટણી એટલે હાર યા જીત, જીત યા હાર. એમાં હારથી જે હારી જાય અથવા જીતથી જે છકી જાય...એનું ભાવિ નથી હોતું. (ચૂંટણીની જ શા માટે વાત કરીએ ? દરેક વ્યક્તિના જીવનમાં પણ આવી હારજીત, જીતહાર આવ્યા જ કરતી હોય છે.

 

વઘુ નજદીક જઈને વાત કરીએ તો...આજે જે અખિલેશ યાદવની દુનિયા વાહવાહ કરી રહી છે એ જ અખિલેશે હારવાની બીક હોવાથી ૨૦૦૭ની ચૂંટણીમાં કનૌજ અને ફીરોઝાબાદ એમ બે ઠેકાણેથી ચૂંટણી લડેલી. વળી ફિરોઝાબાદની લોકસભાની સીટ ઉપર પેટાચૂંટણી લડી રહેલા પોતાના પત્ની ડિમ્પલ યાદવને જીતાડી શક્યા નહોતા.

 

ક્રિકેટમાં પણ ધોનીની ટીમે ગયા વર્ષે માર ખાધા કર્યો એમાં કેટલાંક તો ભારતની ક્રિકેટનું ઉઠમણું થઈ ગયું... હોય એવો દેકારો કરવા લાગેલા પણ વળી પાછી એ જ ટીમ જીતવા પણ લાગી ! આવું તો, ચાલ્યા જ કરે ! રાયબરેલી અને અમેઠીમાં તથા ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની મહેનતનો પરસેવો એવો ગયો છે એનો અર્થ એ નહીં કે...હવે એનો સૂર્ય અસ્ત થઈ ગયો છે.

 

ખરી વાત એ છે કે...ઉત્તર પ્રદેશમાં અથવા પંજાબ, ગોવામાં કોંગ્રેસના ખરાબ દેખાવનું કારણ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી નથી પણ કેન્દ્ર સરકારની અને ખાસ કરીને અન્નપ્રધાન શરદ પવારની નીતિઓનું કારણ છે જેના કારણે દસ દસ વર્ષથી અનાજ કઠોળ, શાકભાજી વગેરેના ભાવો સતત વધતા રહ્યા છે. દા.ત. ભીંડા જેવા શાકનો ભાવ રૂપિયા ૮૦નો કીલો હોય, ચોળી જેવાનો ભાવ ૧૫૦ રૂપિયે કિલો હોય અને બટાકા જેવા શાક રસ્તા ઉપર ફેંકી દેવા પડે ! ખાંડનો ભાવ ૩૦-૪૦ રૂપિયા હોય અને દૂધનો ભાવ ૨૦-૨૫ રૂપિયા હોય...તો માણસ જીવે કઈ રીતે ? ‘‘નેટવર્ક’’ એ તો દસ વર્ષ પહેલાં જ કહ્યું હતું કે...કોંગ્રેસ જો ભાવો ઘટાડી શકશે નહીં તો એનું મોત નક્કી છે...‘‘નેટવર્ક’’ એ સોનિયા ગાંધીને ચેતો ! ચેતો ! કહીને ચેતવણી પણ આપ્યા કરેલી.

 

આ મોંઘવારીએ જ જેમ ઉત્તરપ્રદેશમાં એમ ગોવા અને પંજાબમાં કોંગ્રેસને હરાવી બાકી પ્રકાશસંિહ બાદલ કંઈ દૂધે ધોએલા નથી. ભ્રષ્ટાચાર અને કુટુંબવાદની બાબતમાં યેદુરપ્પા કે દેશમુખ કરતાં જરા પણ ઓછા ઉતરે તેમ નથી. (અખિલેશ યાદવે પણ શું કર્યું ? કાકા અને પિતરાઈ ભાઈઓના લંગરથી તેમજ હત્યા ચોરીના કલંકિત ભૂતકાળવાળાથી પ્રધાન મંડળ ભરી દીઘું છે...! વાતો બડી બડી કરીને ભોળી પ્રજાને છેતરનારા જ બધા રાજકારણીઓ છે. ‘‘ચોરનો ભાઈ ઘંટી ચોર’’ જેવી વાત છે ! આમાં કોને સારો કહેવો ?) બાકી ઉત્તરાખંડમાં ભાજપની અંદરની યાદવાસ્થળીનો લાભ કોંગ્રેસને મળ્યો.....તો ત્યાં પણ એ જીત કોંગ્રેસ જીરવી શકી નથી.

 

આ વાત સોનિયા ગાંધી નથી સમજતી એવું પણ નથી. દા.ત. પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવ વધારવા પેલા કૌભાંડી ભ્રષ્ટાચારી પેટ્રોલ ખાતાના માંધાતાઓ બબ્બે મહિનાથી દબાણ કરે છે...એના ભાવો વધશે એવા સમાચારો પણ છપાવ છપાવ કરે છે...હમણાં બજેટ ભાષણમાં પણ પેટ્રોલ વગેરેને અંકુશ મુક્ત કરવાનું બોલાવરાવ્યું પરંતુ એ કૌભાંડીઓની આડા સોનિયા ગાંધી ઊભા રહીને ભાવો વધારવાના એમના કૌભાંડને બર આવવા દેતા નથી.

 

પરંતુ સોનિયા ગાંધીએ મહાકૌભાંડી શરદ પવારના સકંજામાંથી દેશને છોડાવવાની જરૂર છે. સોનિયા ગાંધી મમતા બેનરજીની અવેજી માટે વિચારતા હોય તો એના બદલે એમણે શરદ પવારની અવેજી માટે વિચારવું જોઈએ કારણ કે શરદ પવારે પોતાના જીવનમાં પોતાનો સ્વાર્થ અને પોતાની તિજોરીઓ વિના બીજાું કશું જ જોયું નથી જ્યારે મમતા બેનરજીએ જનતાના હિતને જોઈને પગલાં ભર્યા છે. એટલે શરદ પવાર જ આજની મોંઘવારીના મૂળમાં છે એ વાસ્તવિકતા સ્વીકારીને શરદ પવારથી સોનિયા અને કોંગ્રેસ દેશને છૂટકારો અપાવશે તો જનતા મોંઘવારીના ફાંસલામાંથી બચી જશે અને કોંગ્રેસ મરવામાંથી બચી જશે.

 

કોંગ્રેસે અને સોનિયા ગાંધીએ (ડૉ. મનમોહનસંિહને કંઈ જ સંબંધ નથી એ તો એક મોટા ‘‘બ્યુરોકેટ’’ છે....એ રાજકારણી બિલકુલ નથી. એ કોંગ્રેસના પણ નથી...બસ, એક પ્રમાણિક વ્યક્તિ છે એટલું જ ! કોંગ્રેસ અને એમને કંઈ જ લાગેવળગે નહીં) ઉત્તરપ્રદેશ વિષે બીજી એક કડવી વાસ્તવિકતા સમજવા જેવી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સંપૂર્ણપણે બહુમતિ મેળવવાની ગણતરીમાં નહોતી પણ ઓછામાં ઓછું ઉત્તરપ્રદેશમાં જેને પણ સત્તામાં આવવું હોય એણે કોંગ્રેસનો સાથ લેવો પડે એવી ‘‘કીંગ મેકર’’ની ભૂમિકામાં આવવા માંગતી હતી. એ તો એ ન થઈ શકી પણ ઉલટાનું અમેઠી, સુલતાનપુર જેવી નેહરૂ-ગાંધી કુટુંબની ‘‘બાપિકી’’ કહેવાતી બેઠકો પણ એ સંભાળી શકી નહીં. એનો અર્થ એ થયો કે ઉત્તરપ્રદેશની જનતાએ કોંગ્રેસને તો જાકારો આપ્યો પણ સાથે નહેરૂ-ગાંધી કુટુંબને પણ જાકારો આપ્યો. એમાં પણ વાંક રાહુલનો કે કોંગ્રેસનો નહોતો પણ આ મોંઘવારી અને દિગ્વિજયસંિહ જેવા સતત નિષ્ફળ રહેલા નેતાનો વાંક હતો.

 

કોંગ્રેસની ગણતરી ઉ.પ્રદેશમાં ત્રીજા સ્થાને આવવાની હતી પરંતુ એ થઈ શક્યું નહીં અને એ ચોથા સ્થાને રહી. રાહુલ તો દેખાવ પૂરતો હતો પણ રાહુલ વાળી જાય એ પછી એ બીને પાણી પીવરાવીને ઉછેરવાનું કામ દિગ્વિજિયસંિહ, જગદંબિકાપાલ, સંજય નિરૂપમ, રીતા બહુગુણા વગેરેનું કામ હતું. એ બધા જ બોદા તો હતા જ પણ એ સાથે એમાંના કોઈમાં જનતાના મગજમાં કોંગ્રેસ ઉતરી જાય એવી વાક્‌છટા નહોતી. ઉલટાનું તેઓ કોંગ્રેસ અને રાહુલ હાંસીપાત્ર થાય એવા બફાટ કરતા હતા. વધારામાં એમાંનો કોઈ ઉત્તર પ્રદેશની માટીનો માનવી જ નહોતો. જે ભૂલ ભાજપ (સંઘે) ઉત્તર પ્રદેશમાં ઉમા ભારતી અને સંજય જોષી જેવા બહારનાને બેસાડીને કરેલી એ જ ભૂલ કોંગ્રેસે કરેલી.

 

દિગ્વિજિયસંિહ જેવા નેતા કે જે પોતાના મઘ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને જીતાડી શકતા નથી એવાને રાહુલ ગાંધીએ પોતાના રાજકીય ગુરૂ બનાવ્યા છે એ જ એની મોટી ભૂલ છે. દિગ્વિજયસંિહે મઘ્યપ્રદેશમાં કોંગ્રેસને હરાવી પછી બિહારમાં કોંગ્રેસને હરાવી, પછી ગુજરાતમાં પણ કોંગ્રેસને હરાવી છતાં ઉત્તર પ્રદેશનો હવાલો એ હારેલા નેતાને જ સોંપ્યો ત્યારે જ રાજકીય તટસ્થ નિરીક્ષકો સમજી ગયેલા કે...ઉત્તર પ્રદેશમાં હવે કોંગ્રેસ જીતવાની શક્યતા નથી. બિહારમાં જેમ દિગ્વિજયસંિહની સલાહથી રાહુલે કોંગ્રેસને લાલુ પાસવાનનો સાથ છોડીને એકલા હાથે ચૂંટણી લડાવેલી જેના પરિણામે કોંગ્રેસે પણ બિહાર ગુમાવ્યું અને લાલુ પાસવાને પણ બિહાર ગુમાવ્યું. ઉત્તર પ્રદેશમાં પણ દિગ્વિજિયસંિહે એ જ કર્યું. દિગ્વિજયસંિહની સલાહથી ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસે કોઈની સાથે હાથ મિલાવ્યા વિના એકલા હાથે ચૂંટણી લડાવી. એના બદલે મુલાયમ સાથે ચૂંટણી જોડાણ કર્યું હોત તો અત્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પણ સત્તામાં હોત અને કેન્દ્રમાં પણ એના પગમાં જોર હોત.

 

દિગ્વિજયસંિહે રાહુલ ગાંધીના મગજમાં એવું ભૂસું ભરી દીઘું કે ઉત્તર પ્રદેશમાં રાહુલ પોતાના બાંવડાના બળે કોંગ્રેસને પાતાળમાંથી આકાશમાં બેસાડી દે એટલે રાહુલનો બેડો પાર છે. કોઈ પણ યુવાન લોહીને ચગાવી મૂકનારી એ વાત હતી. રાહુલે જાણે માની લીધેલું કે....એ ઉત્તરપ્રદેશની માટી ખુંદી વળશે તો ઉત્તરપ્રદેશ એનું જ છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં પણ સમસ્યા ઊભી થાય ત્યાં રાહુલ દોડી જતો. દિગ્વિજયસંિહે ભરાવેલા ભૂસાના કારણે રાહુલ અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી છે એવું લાગતું નહોતું. એના બદલે તેઓ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારક છે એવું લાગતું હતું.

 

સામી બાજુએ ઉત્તરપ્રદેશની જનતા રાહુલને ઉત્તરપ્રદેશના નેતા સમજવા તૈયાર નહોતી. આ ઘર્ષણમાં માર પડ્યો કોંગ્રેસને. જનતાની નજરમાં રાહુલ ગાંધી બિહારમાં નિષ્ફળ ગયા એનું કારણ જેમ દિગ્વિજયસંિહ હતા એમ ઉત્તરપ્રદેશમાં પણ રાહુલ ગાંધીને નિષ્ફળ બનાવનાર દિગ્વિજયસંિહ જ હતાં. આ કડવી વાસ્તવિકતા કોંગ્રેસે સમજી લેવાની જરૂર છે.

- ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved