Last Update : 25-March-2012, Sunday
 
દિલ્હીની વાત
 
વડાપ્રધાનની વિદેશ યાત્રા
નવીદિલ્હી, તા. ૨૪
દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલ ખાતે ૨૬ માર્ચથી શરુ થતી ન્યુક્લિયર સિક્યોરિટી સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મનમોહનસિંહ ઉપડી ગયા છે. જ્યારે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાને સમાવતા બીઆરઆઇસીની સમિટને વડાપ્રધાન ૨૯મીએ દિલ્હી ખાતે યોજવાના છે.
સીઓલ ખાતે તે પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને મળશે. આર્થિક રીતે મહત્ત્વના એવા બે કરાર ઉપરાંત બંને વચ્ચ દ્વિપક્ષીય બાબતોએ ચર્ચા થશે. છેલ્લે જ્યારે સાર્ક બેઠક માલદીવ ખાતે મળી ત્યારે મનમોહનસિંહ ગિલાનીને મળ્યા હતા. ત્યારબાદ વેપારી સંબંધો સુધારવા સહિતના કેટલાક પગલા પાકિસ્તાને ભર્યા હતા. સીઓલની મિટિંગમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ આવવાના છે. પરંતુ ભારતના વડાપ્રધાન તેમને મળવાના નથી. જો કે જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઓબામાને મળવાના છે. દિલ્હી ખાતે બીઆરઆઇસી દેશોની બેઠકમાં વડાપ્રધાન ઇઝરાયલના વડાપ્રધાનને મળવાના છે. તાજેતરમાં દિલ્હી ખાતે ઇઝરાયેલના ડિપ્લોમેટ પર થયેલા હુમલાના સંદર્ભે આ બેઠક નોંધપાત્ર બની રહેશે.
રેલવે પ્રધાન માટે અગ્નિપથ
નવા રેલવેપ્રધાન મુકુલ રોય ભલે તેમના બૉસ મમતા બેનરજીને ખુશ કરવામાં સફળ થયા હોય પરંતુ આગામી અઠવાડિયે જ્યારે પ્રવાસી ભાડાવધારો પાછો ખેંચવાનો મુદ્દો આવશે ત્યારે તેમની અગ્નિ પરીક્ષા શરુ થશે. ટ્રેડ યુનિયનોએ ૨૮મી માર્ચ સંસદ પર મોરચાનું એલાન આપ્યું છે રેલવેના ૨૪ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા રેલવે યુનિયનોના નેતાઓએ વડાપ્રધાનની મુલાકાત માગી છે હોદ્દો સંભાળ્યા પછી મુકુલ રોયે પહેલુ કામ યુનિયનના નેતાઓને મળવાનું કર્યું હતું. આ નેતાઓને રોયે આંદોલન પાછં ખેંચવા જણાવીને કહ્યું હતું કે, રેલવેનો વિકાસ ભાડા વધાર્યા સિવાય થઈ શકે તેમ છે. જો કે ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના મંત્રી શિવગોપાલ શર્માએ જણાવ્યું છે કે રેલવે માટે ભંડોળ ઉભું કરવાનો પ્લાન પ્રધાન આપી શક્યા નહોતા.
રેલવે પ્રધાનનું ટેન્શન
માત્ર ટ્રેડ યુનિયનોનું ટેન્શન નથી પણ રેલવે અધિકારીઓ માટે રેલવે ભંડોળની અછતનું મોટુ ટેન્શન છે. તેમનું કહેવું છે કે, ભાડા પરની સબસીડી તેમના બધા ગણિતને વિખેરી નાખે છે. અન્ય માર્ગે પૈસા ઉભા કરવામાં આવશે એ મુદ્દે મુકુલ રોય અધિકારીઓને સમજાવી શક્યા નહોતા, મમતા બેનરજીના શાસન વખતે પણ આવો આઇડિયા નિષ્ફળ ગયો હતો.
ભારતના વિકાસની ઝાંખી
ભારત ઝડપભેર વિકસી રહ્યું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ઉછાળા મારી રહ્યું છે. વિદેશનો વેપાર વધી રહ્યો છે, સેવિંગ્સના દર વધી રહ્યા છે. બેરોજગારીનો દર નીચો જઈ રહ્યો છે. ૨૦૧૦-૧૧માં ભારતની ચોખ્ખી એફડીઆઇ ૧૧.૨ અબજ અમેરિકી ડોલર હતી.
માલ-સામાન અને સર્વિસીઝની આયાત- નિકાસ જીડીપીના ૨૩ ટકા જેટલી ૯૦ના દાયકામાં હતી તે ૨૦૦૯-૧૦માં બમણી થઈને ૫૦ ટકા પર પહોંચી છે. ફ્યુચર ઓફ ફાયનાન્સીયલ માર્કેટ સમિટ (FOFM)માં આ આંકડા જાણવા મળ્યા હતા. આ સમિટ ગઈકાલથી શરુ થઈ છે ફાયનાન્સ ટેકનોલોજી ગૃપે તેનું આયોજન કર્યું હતું. આર્થિક બાબતોના કેન્દ્રિય સચિવ આર. ગોપાલન મુખ્ય મહેમાનપદે હતા. ફાયનાન્સીયલ માર્કેટનો સંયુક્ત ગ્રોથ થાય તે માટેનો પ્લાનમાં એફટીજીનો રોલ મહત્ત્વનો છે. એમએફટીજીના ચેરમેન જીગ્નેશ શાહે જણાવ્યું હતું.
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved