Last Update : 25-March-2012, Sunday
 
 

ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન

 

હરભજનની સ્પષ્ટતા ઃ હું ઇજાના દર્દને લીધે સારો દેખાવ કરી ના શક્યો
ફાસ્ટ બોલરોને અનુકૂળ પરિસ્થિતીમાં હાર માટે સ્પિનર કેવી રીતે જવાબદાર હોઇ શકેઃ ટીમમાં મારૃ સ્થાન પાછું મેળવવા તૈયાર છુ
મોહાલી,તા.૨૪
ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ રાષ્ટ્રીય ટીમમાંથી સાવ સાઇડલાઇન થઇ ગયલો હરભજન સિંઘ ઘરઆંગણાના ક્રિકેટમાં સખત મહેનત કરી રહ્યો છે. ગમે તેવી પરિસ્થિતિમાં ઝઝુમવાનો જુસ્સો ધરાવતા હરભજનને વિશ્વાસ છે કે તે ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવીને જ જંપશે. ભૂતકાળને વાગોળતાં હરભજને દુઃખ સાથે કહ્યું કે, ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતના વ્હાઇટવોશ માટે હું કઇ એકલો જવાબદાર નથી. ત્યાંની ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચ અને પરિસ્થિતિમાં ભારતની નિષ્ફળતા માટે વિવેચકોએ મને જવાબદાર ઠેરવતા હું ખુબ જ નિરાશ થયો હતો. ભારતને ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૦-૪થી વ્હાઇટવોશ કર્યો હતો.
ભારતના ટોચના ઓફ સ્પિનર હરભજને એક મુલાકાતમાં કહ્યું કે, ઈંગ્લેન્ડ પ્રવાસમાં પરિસ્થિતી ફાસ્ટ બોલરોને અનુકૂળ હતી. તો ટીમ હારે તેમાં કોઇ સ્પિનર કેવી રીતે જવાબદાર હોઇ શકે ? લોર્ડઝ ટેસ્ટમાં અમે માત્ર ત્રણ જ બોલરો સાથે રમવા ઉતર્યા હતા એટલે બોલરો પર ભારણ વધી ગયું હતુ. ત્યાંનું વાતાવરણ ભીનું હોવાથી બોલરો માટે તે પડકારજનક હતુ. નોટિંઘામ ટેસટમાં મારા પેટમાં દુઃખાવો શરૃ થયો હતો અને હું શ્રેષ્ઠ દેખાવ કરી શક્યો નહતો.
હરભજને ઊમેર્યું કે, મીડિયામાં એવી ચર્ચા ચાલી કે હું ઈંગ્લેન્ડમાં રમવા નથી માંગતો એટલે સારૃ રમતો નથી પણ હકીકત એ નહતી. હું ફિટ જ નહતો. પેટની બીમારી છતાં હું મેદાન પર ટકી રહ્યો અને મારાથી શક્ય બોલિંગ-ફિલ્ડિંગ કરી. મારી ટીમ ત્યારે મુશ્કેલીમાં હતી અને હું તેમનો સાથ છોડવા વિશે વિચારી શકું તેમ નહતું. આખરે ઇજાના કારણે મારે ખસી જવું પડયું અને વિવેચકોએ જાણે ભારતના કંગાળ દેખાવ ાટે હું જ જવાબદાર હોઉં તેવું ચિત્ર ઉપસાવ્યું હતુ. તાજેતરમાં જ હરભજન ભારતના લેજન્ડરી બોલર બિશન સિંઘ બેદીને મળ્યો હતો અને બંને વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. હરભજને તે અંગે કહ્યું કે, બેદી જેવા લેજન્ડને મળવું મારા માટે ગૌરવ સમાન હતું. મારે તેમની સલાહની જરૃર હતી. તેમણે મને કેટલીક ટીપ્સ આપી છે અને તેની પર હું મહેનત કરી રહ્યો છું. હરભજને એમ પણ ઊમેર્યું કે, લાંબા બ્રેક બાદ હું હવે પાછો ફરવા માટે તૈયાર છું.
પુનરાગમન માટે તૈયાર હોવાની જાહેરાત કરતાં હરભજને કહ્યું કે, રણજી ટ્રોફીમાં શરૃઆતમાં મારે એટલા માટે સંઘર્ષ કરવો પડયો કારણ કે હું ફિટ નહતો. બોલિંગ તો છોડો હું મેદાન પર ઉભો પણ રહી શક્તો નહતો. જેના કારણે હું નેશનલ ક્રિકેટ એકેડમીમાં ગયો અને ત્યાં મેં ફિટનેસ મેળવી હતી. હવે હું પરત ફરવા માટે તૈયાર છું. હરભજન ૪ એપ્રિલથી શરૃ થનારી આઇપીએલમાં પણ રમતો જોવા મળશે.
ઘરઆંગણાના ક્રિકેટમાં રમવા અંગે હરભજને કહ્યું કે, ક્રિકેટ મારૃ પેશન છે અન એટલે હું સામેના છેડે કોણ રમી રહ્યું છે, તે જોયા વિના શ્રેષ્ઠ દેખાવ કરવાની કોશીશ કરતો રહું છું. ઘરઆંગણાના ક્રિકેટમાં મને મારા પંજાબની ટીમના સાથીઓને મળવાની તક મળે છે. હું તેમની સાથે ફરી જોડાઇ શકું છું. મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે પુરતી તૈયારી કરી લીધી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved