Last Update : 25-March-2012, Sunday
 

ઇમુ ઉછેરવાનો ધંધો

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

- ઓસ્ટ્રેલિયા પક્ષી ઈમુની ઉપયોગિતા હવે ભારતમાં પણ ચલણી બની રહી છે ત્યારે ઓફબિટ બિઝનેસની કેટલીક રસપ્રદ વાત

ઇમુને ઉછેરવાનો ઉદ્યોગ દક્ષિણ ભારતમાં જોરશોરથી ચાલી રહ્યો છે. ઇમુ એક શાહમૃગ જેવું દેખાતું પક્ષી છે. પાંચ-છ ફિટ ઊંચાઈ ધરાવતું આ પક્ષી ૫૦-૬૫ કિ.ગ્રા. વજન ધરાવે છે. ૧૮ મહિનાનું થયા પછી ઇંડા મુકે છે. તે દરરોજ ૬-૧૦ લિટર પાણી પીએ છે. ૫૦ કિ.મી.ની ઝડપે દોડી શકતું ઇમુ ૪૦ વર્ષનું આયુષ્ય માણી શકે છે.
બે વર્ષના ઇમુની કિંમત ૨૧,૦૦૦ રૃા. થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર અને આંધ્રપ્રદેશમાં આ વિશાળકાય પક્ષીનો બિઝનેસ ચાલે છે કારણ કે તેમાં મજુરી ઓછી અને આવક સ્થિર થાય છે.
તામિલનાડુના ઇરોડ જિલ્લામાં પેરૃનથુરાઈ ખાતે ૨૮ કંપનીઓ આવેલી છે. આપણે ત્યાં જેમ મરઘીના નાના બચ્ચાં મોટા કરવાના પૈસા મળે છે તેમ દરેક ઈમુને ઉછેરવાના ૧૦૦૦ રૃપિયા દર મહિને મળે છે. જમીન તમારી, શેડ, ખોરાક કંપનીનો....! શરૃઆતમાં તમારે ડિપોઝિટ આપવી પડે. થલતેજના મધુવન ફાર્મમાં ઇમુ જોવા મળે છે.

 

માતા બનતાં પહેલાં મલ્ટીવિટામિન અને ફોલિક એસિડ

 

મલ્ટીવિટામિન આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. એક નવા સંશોધને તો મલ્ટીવિટામિન નકામાં છે એવું કહી વર્ષો પુરાણા સંશોધનોને પડકાર્યાં છે.
આપણે માતૃત્ત્વ પ્રાપ્ત કરતાં પહેલાં મલ્ટિવિટામિન શા માટે જરૃરી છે તે જોઈએ. અમેરિકન જર્નલ ઑફ કિલનિકલ ન્યુટ્રિશનના અભ્યાસ પ્રમાણે ગર્ભધારણની આસપાસ મલ્ટિવિટામિન લેવાથી પ્રસુતિ સમયથી વહેલી થતી નથી અને બાળક પણ ઓછા વજનનું અવતરતું નથી.
અભ્યાસ પ્રમાણે નોર્મલ વજન ધરાવતી મહિલામાં મલ્ટિવિટામિન લેવાને કારણે પ્રિ-ટર્મ બેબીની બાબતે જોખમમાં ૨૦ ટકા ઘટાડો થાય છે. વળી ઓછા વજનવાળા બાળક જન્મવાનું જોખમ ૧૭ ટકા ઘટે છે.
ન્યુરન ટયુબની ખામી ટાળવા માટે અપેક્ષિત માતાઓએ ફોલિક એસિડ લેવું જોઈએ. પરંતુ મલ્ટિવિટામિનની ભલામણ અહીં થતી નથી. કોઈ કરતું નથી. કારણ કે બાળક પર તેમની સંપૂર્ણ અસરનો પૂર્ણ અભ્યાસ બાકી છે.


Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved