Last Update : 25-March-2012, Sunday
 
શેમ્પેઈનઃ જેના વિના ૩૬ પકવાન ધરાવતી મિજબાની પણ અધૂરી ગણાય
પયમાના - કેતન ત્રિવેદી

- પોણા લિટરની શેમ્પેઈન બોટલના રૃા. ૨૫૦૦/- ચૂકવીને પણ ભારતમાં હજારો લોકોએ મિલેનિયમ પાર્ટી ઊજવી. શરાબ ખરો પણ બધા કરતાં અનોખો, મોભાદાર અને રજવાડી

હિન્દુઓ કોઈ શુભપ્રસંગના પ્રારંભે શુકનવંતી નાળિયેર વધેરે છે. પરંતુ પશ્ચિમના દેશોેમાં (અને હવે તો આખા જગતમાં) સારા પ્રસંગની ઉજવણી શેમ્પેઈનની બોટલ ખોલીને દારૃની છોળો ઉડાડીને થાય છે. કોણ જાણે આ નવા મિલેનિયમના પહેલા દિવસે શેમ્પેઈનની કેટલી બાટલીઓ ખુલી હશે? કદાચ લાખો... કદાચ કરોડો...!
શરાબના પ્રકાર તો ઘણા બાૃધા છે. પરંતુ દારૃની જમાતમાં શેમ્પેઈન સૌાૃથી અલગ તરી આવે. તેનું સૃથાન મુઠી ઊંચેરુ ગણાય. આપણે દારૃ પીતાં ન હોઈએ એટલે શરાબની વાતો પણ ન કરવી જોઈએ એવી બંિાૃધયાર માન્યતામાં ન રહો તો શેમ્પેઈન વિશેની રસપ્રદ વાતો જાણવી જરૃર ગમશે.
બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે શેમ્પેઈન એ દારૃનું નામ તો પછીાૃથી પડયું. અસલમાં તો પેરિસ શહેરની દક્ષિણે આશરે ૧૦૦ માઈલ દૂર શેમ્પેઈન નામનો પ્રદેશ તેની લાલચટક દ્રાક્ષ માટે જગમશહૂર બન્યો હતો. અલગ રજવાડું ાૃધરાવતા શેમ્પેઈનના ઉમરાવને દ્રાક્ષનો રસ પીવાનો શોખ તો હતો જ પાછળાૃથી એ દ્રાક્ષાસવ પીવાની લતે ચઢ્યા. કેટલાંક અનુભવી અને ચાલાક ખેડૂતો એ ઉમરાવને ખુશ કરવા પાકી દ્રાક્ષને હાાૃથેાૃથી ગુંદી તેનો રસ કાઢી, તેને વારંવાર હલાવતા રહી, ગાંળીને પછી તેનો દારૃ બનાવતા. જો કે પાછળાૃથી જે શેમ્પેઈન તરીકે ઓળખાયો તે આ દારૃ નહીં તેની શોાૃધ તો આપોઆપ જ ાૃથઈ.
એક આડવાત કરી લઈએ. શરાબની વાતો નીકળે ત્યારે યુરોપમાં આ દંતકાૃથાનો ઉલ્લેખ હંમેશા ાૃથાય છે. એક રાજા હતો. તેને લાલ-કાળી પાકી અંગુર ખાવાનો જબ્બર શોખ હતો. પોતે સુશોભિત ટોપલીમાંાૃથી એક પછી એક દ્રાક્ષના ઝુમખાં તોડીને મોમાં દ્રાક્ષ પાૃધરાવતો હોય ત્યારે કોઈ તેમાં ભાગ પડાવે એ તેને ગમતું નહીં. એકવાર કો'ક જીવાતનો ચેપ લાગતા દ્રાક્ષનો પાક ખૂબ ઓછો ઊતર્યો હતો. રાજાએ અછતના સમયમાં પણ પેટભરીને દ્રાક્ષ ખાવા મળે તેાૃથી કેટલીક પસંદગીની દ્રાક્ષ ચૂંટીને લાકડાની એક સંદુકમાં સંતાડીને મૂકી દીાૃધી. સંદૂકની ઉપર લેબલ ચોેંટાડયું જેના પર લખ્યું હતું ઃ 'પોઈઝન' રાજાને જો કે દ્રાક્ષ ભાવે છે એ જાણીને કેટલાક વાડીવજીફાવાળા સિઝન પૂરી ાૃથઈ ત્યાં સુાૃધી દ્રાક્ષનો પુરવઠો રાજ દરબારમાં પહોંચાડતા રહ્યાં તેાૃથી રાજાએ પેલી સંદુક ખોલવાનો વારો ન આવ્યો અને એ પોતે પણ સંદુકમાં દ્રાક્ષ સાચવી રાખી હોવાની વાત ભૂલી ગયા. ઉપર પોઈઝનનું લેબલ માર્યું હતું એટલે કોઈ રાણી યા નોકર-ચાકર તેની તરફ જોતા પણ નહીં.
ાૃથોેડા મહિના વીતી ગયા. એક દિવસ રાજાની વચલી રાણીને કશી વાત પર રાજા સાાૃથે ઝઘડો ાૃથયો. રોષે ભરાયેલી રાણીને ચૂપ કરવા રાજાએ એક લાફો ચોડી દીાૃધો. હતાશ ાૃથઈ ગયેલી રાણીએ પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો નિર્ણય કર્યો. એને પેલી પોઈઝન ભરેલી સંદૂકની જાણ તો હતી જ. તેાૃથી મહેલના એ ખંડમાં જ્યારે કોઈ હાજર નહોતું ત્યારે પેલી રિસાયેલી રાણીએ સંદૂક ખોલીને અંદર એકઠા ાૃથયેલા દ્રાક્ષના ખાટા રસને ગટગટાવી ગઈ. ત્યારબાદ શયનખંડમાં જઈને સૂઈ ગઈ. તેને એમ હતું કે હવે ઊંઘમાં જ તેનું મોત ાૃથશે. તેના બદલે ાૃથોડી મિનિટો પછી તે તાજગી અનુભવવા લાગી. ઉત્તેજના વાૃધી. દિલની ાૃધડકન વાૃધી ગઈ. રાજા પણ તેમની આ રાણીની અનોખી અદા જોઈ વિચારમાં પડી ગયા. રાણીના મોઢે જ બાૃધી વાત સાંભળી ત્યારે હસી પડયાં.
આ પાદરી પોતાની જરૃરિયાત પૂરતો દારૃ ચર્ચની પાછળ વાડીમાં બનાવી લેતા. અનુભવ પરાૃથી તેમને જણાયું હતું કે પાકી ાૃથયેલી દ્રાક્ષ બહુ દિવસો સુાૃધી પડી રહે પછી તેના રસમાં આપોઆપ આાૃથોે આવી જાય છે. એવી જ રીતે દ્રાક્ષનો રસ કાઢી તેને મહિનાઓ સુાૃધી સાચવવામાં આવે તો તેમાં ફરી આાૃથો આવે છે અને દ્રાક્ષાસવ વધુ કડક અને લહેજતદાર લાગે છે. જોકે આમ કરવા જતા ક્યારેક વધુ પડતો આાૃથો આવવાને લીાૃધે દ્રાક્ષનો રસ ભરેલી બોટલ તૂટી જતી. ક્યારેક ાૃધડાકા સાાૃથે શીશીનો બૂચ પણ દૂર ફંગોળાઈ જતો.
પેરિગ્નોએ આવો અકસ્માત ટાળવા અને દ્રાક્ષના દારૃ પર નવા અખતરા કરવા બે વાર આાૃથો લાવી દ્રાક્ષના રસને એવી બરણીમાં ભર્યો જે તૂટે નહીં. ત્યારબાદ આ રસને છ મહિના પછી એક વાસણમાં ગાળી લઈ ખૂબ હલાવતા રહી તેણે નાની નાની શીશીઓમાં દારૃ ભરી લીાૃધો. આમાંનો ાૃથોડો શરાબ પેરિગ્નોએ ચાખ્યો તો તેના સ્વાદ, સોડમ અને લહેજત કંઈક જુદા જ હતાં. મગજ તરબતર ાૃથઈ ગયું. ત્યારે ફ્રાન્સમાં રાજા લુઈ પંદરમો રાજ કરતો હતો. મહારાજાને આ શરાબ ગમશે તે આશાએ પેરિગ્નોએ એક શીશી લુઈના દરબારમાં ભેટ મોકલી. લૂઈ પંદરમાએ રાજદરબારમાં બાૃધાની હાજરી વચ્ચે જ પેલી શીશીમાંાૃથી પોતાની શરાબ પીવાની ચાંદીની પ્યાલી ભરી લીાૃધી. હજુ તો પહેલો જામ પીાૃધો ત્યાં જ રાજા ખુશ ાૃથઈને ઝૂમી ઊઠયો. તેના મોમાંાૃથી ઉદ્ગાર સરી પડયાં. વાહ શું શરાબ છે.... આમાં તો શેમ્પેઈન પ્રાંતની બાૃધી દ્રાક્ષનો અર્ક સમાયો હોય તેવું લાગે છે. આ શરાબ આખેઆખો શેમ્પેઈન છે! વાહ શેમ્પેઈન વાહ...! બસ તે દિવસાૃથી શેમ્પેઈન પ્રાંતના ખેડૂતોની દ્રાક્ષનો દારૃ બનાવવાની પધૃધતિાૃથી તૈયાર ાૃથયેલો શરાબ 'શેમ્પેઈન' તરીકે ઓળખાવા લાગ્યો!
આજે અઢીાૃથી ત્રણ સદી ાૃથઈ છતાં શેમ્પેઈન બનાવવાની એ જ જૂની, દેશી રીત જળવાઈ રહી છે. ફ્રેન્ચ લોકો વરણાગી છે અને રૃઢિચુસ્ત પણ ખરા. કમ સે કમ શેમ્પેઈનની બાબતમાં તેમણે આધુનિક ફેશનનું પ્રદૂષણ ઘુસાડયું નાૃથી તેાૃથી જ આ દારૃની મહત્તા જળવાઈ રહી છે.
સ્કોચ, વ્હીસ્કી, રમ, બ્રાન્ડી, બીયર, વોડકા જીન વગેરે તો વર્ષે લાખો લિટરના હિસાબે કારખાનામાં ઉત્પાદન ાૃથાય છે. શેરડી, દ્રાક્ષ કે અન્ય ફળો, વાપરીને જાતજાતના આલ્કોહોલિક પીણા આખા વિશ્વમાં બને છે. પરંતુ શેમ્પેઈનનો અંદાજ અનોખો છે. બાૃધા દારૃની વચ્ચે આ રજવાડી શરાબે અલગ ચોકો કર્યો છે. બાૃધા દારૃ યંત્રોમાં તૈયાર ાૃથાય છે. જ્યારે શેમ્પેઈન હાાૃથેાૃથી અંગત ધ્યાન આપીને બનાવાય છે.
શેમ્પેઈન પ્રાંતમાં તો દ્રાક્ષની વાડીમાંાૃથી દ્રાક્ષ ચુંટી કાઢનારા મજૂરો પણ ખાસ તાલીમ પામેલા હોય છે. તેઓ એક એક દ્રાક્ષ યોગ્ય રીતે પાકી છે તે પારખીને જ ઊતારે છે. આ દ્રાક્ષ પર આંગળીઓનું વધુ પડતું દબાણ ન આવે, તેમ જ દ્રાક્ષનો જથૃથો આમતેમ કચડાય નહીં કે તેની પર પાણી ન પડે તેની ખાસ કાળજી લેવાય છે. ભૂલેચૂકેય કોઈ ખાટી દ્રાક્ષ અંદર ન જાય તેની ખાસ તકેદારી લેવાય છે. આ રીતે ચૂંટી કાઢેલી દ્રાક્ષના જથૃથાને રોઝવુડના લાકડાના મોટા પીપમાં ભરીને ખેડૂતના છોકરા તેને પગ વડે છુંદે છે. ાૃધારે તો આજના જમાનામાં દ્રાક્ષને પીલવાની, રસ કાઢવાની કામગીરી મોટા યંત્રો દ્વારા ઝડપાૃથી આટોપી શકાય. પરંતુ શેમ્પેઈનના ખેડૂતો એવી જલ્દબાજી કરતા નાૃથી. કારણ કે એક નિયમ એવો છે કે દ્રાક્ષમાંાૃથી રસ કાઢતી વખતે તેના બી તેમજ છાલ અકબંાૃધ રહેવા જોેઈએ જો બીજ અને છાલનો પણ કુચો ાૃથઈ જાય તો તે શેમ્પેઈન બનાવવા લાયક જ ન રહે. તેાૃથી જ મશીન કે લાકડા આ લોખંડના દસ્તા વગેરેનો ઉપયોગ ન કરતાં પગ વડે દ્રાક્ષને દબાવી રસ છૂટો પાડવામાં આવે છે.
ઘણું ખરું શેમ્પેઈનનો શિષ્ટાચાર જાણનાર યોગ્ય પ્રસંગે શેમ્પેઈનની બોટલ બહાર કાઢે પછી એક હાાૃથે ઊંચી કરી મોં પર સ્મિત લહેરાવે છે. પછી એક સફેદ નેપકિન વડે બોટલને લાડ લડાવતો હોય એ રીતે લૂંછે છે. ત્યારબાદ શેમ્પેઈન પીરસતી વખતે પણ તેનું લેબલ બાૃધાને વંચાય એ રીતે બોટલ પકડે છે. બોટલમાંાૃથી પ્યાલીમાં શેમ્પેઈન રેડવાની રીત પણ હળવેાૃથી અજમાવાય છે. જેવો આ શરાબ પ્યાલીમાં પડે કે તરત ફીણ વળે છે. અને શેમ્પેઈનની સોડમ આખા ખંડમાં માૃધમાૃધી ઊઠે છે.
હવે કોઈવાર શાનદાર પાર્ટી કે મલ્ટી નેશનલ કંપનીના કોઈ મેળાવડા કે ઉદ્ઘાટન પ્રસંગે નાળિયેરના બદલે દારૃની બોટલ 'વાૃધેરાતી' જુઓ તો સમજી જજો કે એ શેમ્પેઈન હશે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved