Last Update : 25-March-2012, Sunday
 
ટીપુ સુલતાનનો કિંમતી ખજાનો અને ઐતિહાસિક વારસો
વિરાસત - દિનેશ વૈદ્ય

- ટીપુના પરાજય અને મૃત્યુના સમાચારના પગલે લંડનમાં જબરદસ્ત ઉજવણી થઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતમાંના અંગ્રેજ શાસકો જ નહીં પણ ઈગ્લેન્ડની અંગ્રેજ પ્રજા પણ ટીપુ સુલતાનને તેમનો સૌથી મોટો હરીફ અને દુશ્મન ગણતી હતી

ટીપુસુલતાન, મૈસુરનો વાઘ. શૌર્ય ભારતમાં અંગ્રેજોના પગપેસારા સામે લોખંડી દીવાલની જેમ ઉભેલો એક મહાન અને શૂરવીર યોધ્ધો. ભારત સહિત વિશ્વભરના જાણીતા ઈતિહાસકારો કહે છે કે એકલા ટીપુ સુલતાને સતત વીસ વીસ વરસ સુધી અંગ્રેજોને એકલા હાથે હંફાવ્યા હતા. અંગ્રેજો આખા ભારતમાં ફક્ત ટીપુથી જ ગભરાતા અને એક એક ડગલું આગળ વધતાં પહેલાં એક ખૂબ વિચારીને રાજકીય ચક્રવ્યૂહ ઘડતો હતો.
હૈદરઅલીનો પુત્ર ટીપુ સુલતાન બાળપણથી જ બહાદુર અને ચબરાક હતો. તેણે તેના શાસનકાળ દરમિયાન રાજ્યનો શિસ્તબધ્ધ વિકાસ કર્યાે હતો. મુંબઈના જાણીતા ઈતિહાસકાર અને કટારલેખક પ્રોફેસર નગીનદાસ સંઘવી કહે છે કે ટીપુ સુલતાન તેના સમયના અન્ય રાજાઓની દૃષ્ટિએ ઘણો જાગૃત કાર્યદક્ષ અને બાહોશ રાજવી હતો. તેને આજથી બે સદી પહેલાં નૌકાદળનું મહત્વ સમજાયું હોવાથી સશકત નૌકાકાફલો તૈયાર કર્યા હતો. આટલું જ નહીં ટીપુએ તેના સમગ્ર લશ્કરને તે જમાનામાં આધુનિક પણ બનાવ્યું હતું. તેણે તેના લશ્કરના સૈનિકોને યુરોપિયન લશ્કરી અધિકારીઓ પાસે શ્રેષ્ઠ તાલીમ અપાવી હતી. તેનું લશ્કર નિયમિત રીતે કવાયત કરતું અને નવાં નવાં શસ્ત્રોનો ઉપયોગ પણ શીખતું. આજે આપણું ભારતીય લશ્કર 'અગ્નિ' અને પૃથ્વી મિસાઈલના સફળ પ્રયોગ કરે છે પણ ટીપુ સુલતાને આજથી ૨૦૦ વરસ અગાઉ બેથી ત્રણ કિલો મીટર દૂર ફેંકી શકાય તેવાં રોકેટ્સ સુધ્ધાં તૈયાર કર્યા હતા. તેનાં રોકેટ્સમાં આયરન કાસ્ટિંગ્ઝનો ઉપયોગ થતો. તેણે ૧૭૮૦ના પોલ્લીલુરના યુધ્ધમાં આ પ્રકારનાં રોકેટ્સનો ઉપયોગ કરીને અંગ્રેજોને તગેડી મૂકયા હતા. ઉપરાંત તેણે તેના લશ્કરમાં યુરોપિયન પધ્ધતિનાં ઘણાં ઉપયોગી હથિયારો પણ વસાવ્યા હતાં. તો ઘર આંગણે પણ અસરકારક શસ્ત્રોનું ઉત્પાદન કરાવતો.
ટીપુ સુલતાનના રાજકીય શાસનનાં સૌથી નોંધપાત્ર પાસાં હતાં ફ્રાન્સની ક્રાંતિની મૈસુરમાં ધામધૂમપૂર્વક ઉજવણી અને નેપોલિયન બોનાપાર્ટ સાથેનો પત્ર વ્યવહાર. તેણે દીર્ઘદૃષ્ટિથી વિચાર્યું કે અંગ્રેજો સામે લડવામાં તેને ફ્રાન્સની મિત્રતા બહુ ઉપયોગી થશે. આ ગણતરીથી તેણે આખા યુરોપને મૂળમાંથી ધુ્રજાવી નાખનાર નેપોલિયનને એક ગુપ્ત પત્ર લખીને દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. ટીપુએ તેના તે પત્રમાં નેપોલિયનને ભારત ભણી આવવાનું આમંત્રણ આપીને લખ્યું હોવાનું મનાય છે કે, તમે અમારી ધરતી પર આવો તો તેને (ટીપુને) અંગ્રેજો સામે લડવામાં વધુ મદદ મળે.
નેપોલિયન આમ પણ જુદા જુદા પ્રદેશો કબજે કરતો કરતો સૂએઝ અને તેથી પણ આગળ વધીને છેક અરબસ્તાન સુધી તો આવી જ ગયો હતો. ટીપુ સુલતાનની આ ભેદી હિલચાલની અંગ્રેજોને ગંધ આવી ગઈ અને તેઓ વિચારમાં પડી ગયા. છેવટે અંગ્રેજોએ ચોથું અને અતિ નિર્ણાયક યુધ્ધ લડીને ટીપુને ગમે તેમ કરીને પરાજય આપવાનો નિર્ણય કર્યો કારણ કે અગાઉનાં બંને યુધ્ધમાં અંગ્રેજોની કારી ફાવી નહોતી. આમ છતાં અંગ્રેજોએ ૧૭૯૨ના ત્રીજા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મહત્ત્વનું શહેર શ્રીરંગપટ્ટન જીતી લઈને તેને મોટો ફટકો માર્યો. આ ઘટનાથી ટીપુને ઊંડો આઘાત લાગ્યો. જેમાંથી તે ક્યારેય બહાર ન આવી શક્યો ઉપરાંત અંગ્રેજો એ તેના લગભગ અડધા રાજ્ય પર પણ કબજો જમાવી દીધો. જો કે ટીપુએ આ બધું પરાણે અને તેની નામરજીથી કરવું પડયું કારણ કે અંગ્રેજોએ તેના બે વરાબાદીકરાને પણ પકડી લઈ બાનમાં રાખ્યા હતાં.
ટીપુ સુલતાને નેપોલિયનને ગુપ્ત પત્ર લખ્યો તેમાં જ અંગ્રેજો સાથેની વધુ એક લડાઈનાં મૂળ નખાઈ ગયા હતાં. ખરેખર બન્યું પણ એવું જ છેવટે ચોથી અને અંતિમ લડાઈ ફાટી નીકળી તે તબક્કે અંગ્રેજો એ જબરી દીર્ઘદૃષ્ટિ વાપરીને અને રાજકીય આટાપાટા ખેલીને હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓને પોતાની પડખે લઈ લીધા. એટલે કે આપણા દેશના રાજાઓએ અંગ્રેજોની ગમે તે વાતમાં આવી જઈને ટીપુ જેવા મોટા ગજાના રાજવી સાથે દગો ફટકો કર્યો. જો કે પ્રોફેસર નગીનદાસ સંઘવી એવો મત વ્યક્ત કરે છે કે આજથી બે સદી પહેલાં ભારતની પ્રજા અને રાજાઓમાં પ્રખર દેશદાઝની ભાવના બહુ ઓછી હતી. મોટા ભાગના રાજાઓને પોતાનું રાજ્ય, સત્તા, વૈભવ અને મોજમજા ટકી રહે તેમાં જ રસ હતો. રાજાઓની આ નબળાઈ અને વૃત્તિનો ચબરાક, બુધ્ધિશાળી અને ગણતરીબાજ અંગ્રેજો એ બરાબર લાભ લઈને આપણા રજવાડા કબજે કરી લઈ રાજાઓને તાંજોરમાં તેમની સત્તા ટકાવી રાખવામાં પણ રસ હોવાથી તેઓ ટીપુ સુલતાનને પછાડવામાં અંગ્રેજોની પડખે રહ્યા. તે ચોથા ખૂંખાર જંગમાં ટીપુ સુલતાન અને તેનું શક્તિશાળી તથા આધુનિક સૈન્ય પૂરી તાકાતથી લડયાં. ત્રણ શિકારીઓની સામે એકલો વાઘ હતો. જો કે મોડે મોડે પણ ફ્રાન્સના સૈનિકોની ટુકડી મલબારના બંદરે આવી પહોંચી હતી.
આ સમાચાર અંગ્રેજોને મળી ગયા. હવે અંગ્રેજો લગીરે ગાફેલ રહેવા માગતા નહોતા તેમણે ભારતમાં ફ્રાન્સના સૈન્યની હાજરી અંગે ટીપુ સુલતાન પાસે ખુલાસો માગ્યો પણ તેણે ના પાડી દીધી. અરે તેણે અંગ્રેજોને ઉગ્ર શબ્દોમાં પરખાવી દીધું કે જિંદગી ભર ઘેટાંની જેમ જીવવા કરતા (ફક્ત) એક દિવસ વાઘની માફક જીવવું વધુ સારું છે. બસ લોર્ડ વેલેસ્લીને બહાનું મળી ગયું અને તેણે અંગ્રેજ ફોજને ટીપુને મદ્રાસ અને મુંબઈ એમ બંને બાજુએથી ભીંસમાં લેવાનો અંતિમ આદેશ આપી દીધો. ૪ મેં, ૧૭૯૯ની સવારે ટીપુ સુલતાન ઘોડા પર બેસીને તેના શૂરવીર અને વફાદાર સૈનિકોને લઈને જંગના મેદાનમાં ઉતરી પડયો.
બંને વચ્ચે ભીષણ જંગ ખેલાયો. ઘણો રક્તપાત થયો. છેવટે અંગ્રેજ ફોજે ટીપુના મહેલને નિશાન બનાવી તેને તોડી પાડયો. અંગ્રેજોને શંકા ગઈ કે ટીપુ ભાગીને તેના મહેલમાં ભરાઈ ગયો હશે. પણ ટીપુ તેમાં નહોતો અંગ્રેજોએ ટીપુ સુલતાનની શોધ આદરી છેવટે આ જાંબાઝ રાજવીનો મૃતદેહ લડાઈમાં ખપી ગયેલા અને ઘાયલ થયેલા સૈનિકોની વચ્ચેથી મળી આવ્યો. આ ઘટનાને નજરોનજર જોનારાઓએ ભૂતકાળમાં કરેલી નોંધ મુજબ 'તેના (ટીપુનાં) શરીરનાં લક્ષણો પરથી એવું લાગતું હતું કે તે ગાઢ નિદ્રામાં પોઢયો છે. નિરાંતે સૂઈ ગયો છે.' અરે, ખુદ વેલેસ્લી પણ ટીપુના મૃત્યુના સમાચારને સાચા માનવા તૈયાર નહોતો. કહેવાનો અર્થ એ છે કે અંગ્રેજો આ મરદ મૂછાળા અને લડાયક યોધ્ધાથી મનોમન ખૂબ જ ડરતા હતા. તેના પ્રચંડ વ્યક્તિતત્વથી અંજાઈ ગયા હતા. તેની બહાદુરીને સલામ કરતા હતા. આજ કારણસર બુધ્ધિશાળી અંગ્રેજોએ ટીપુ સુલતાનની દફનવિધિ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરી હતી. તેને ભવ્ય અંજલિ આપી હતી.
ખરેખર ટીપુ સુલતાન આવા માન - સન્માન માટે પૂર્ણ લાયક હતો. એક રાજા તરીકે તેણે બાહોશી, કુનેહ અને દીર્ઘદ્રષ્ટિથી મૈસુર રાજ્યોના વિવિધક્ષેત્રે સુંદર વિકાસ કર્યા હતો. જ્યારે એક રાષ્ટ્રપ્રેમી રાજવી તરીકે તેણે પારકા, પરદેશી અને ભારતને ગુલામ બનાવવાની મેલી મુરાદવાળા અંગ્રેજોને જીવતાં સુધી હંફાવ્યા હતા અને એટલે જ ટીપુના પરાજય અને મૃત્યુના સમાચારના પગલે લંડનમાં જબરદસ્ત ઉજવણી થઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતમાંના અંગ્રેજ શાસકો જ નહીં પણ ઈગ્લેન્ડની અંગ્રેજ પ્રજા પણ ટીપુ સુલતાનને તેમનો સૌથી મોટો હરીફ અને દુશ્મન ગણતી હતી.
જો કે ટીપુ સુલતાનના વિશાળ, વિરાટ, તેજસ્વી અને લડાયક જીવનનાં વિવિધ પાસાં જાણવાં - સમજવાં જેવાં છે. ટીપુ સુલતાન આમ તો મુસ્લિમ શાસક હોવા છતાં તેણે તેના રાજ્યની હિન્દુ પ્રજા, મંદિરો, હિન્દુ ધર્મ તથા સંતોપ્રત્યે તસુભાર ભેદભાવ રાખ્યો નહોતો. અરે તે મૈસુર રાજ્યના દેવ શ્રીરંગનાથનો પાકો ભક્ત હતો. ઉપરાંત તેણે હિન્દુ મંદિરો બંધાવવામાં તથા તેની જાળવણી કરવામાં પણ મદદ કરી હતી. તેણે શૃંગેરીનાં શિવમંદિરોની જીર્ણોધ્ધાર પણ કરાવ્યો હતો આટલું જ નહીં ટીપુ અવારનવાર હિન્દુ દેવ - દેવીઓની માનતા પણ રાખતો. એક વખત તેની આવી જ એક ઈચ્છા ફળી ભૂત થઈ એટલે તેણે મૈસુર નજીકના નાંજાંગુડ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
આટલું જ નહીં ટીપુ સુલતાને તેના શાસન કાળ દરમિયાન મૈસુર રાજ્યમાં હિન્દુ - મુસ્લિમ પ્રજામાં ભાઈચારાની ભાવના પણ દૃઢ બનાવી હતી. ઉલટું તેણે હિન્દુ ધર્મ અને હિન્દુ દેવસ્થાનકોનું રક્ષણ કર્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved