Last Update : 25-March-2012, Sunday
 

૨૧ ડિસેંબરે દુનિયાનો અંત ?

વાયકા - રમેશ દવે

પૃથ્વી પર અવતર્યો ત્યારથી માનવી કુદરતી આફતોથી ગભરાતો આવ્યો છે. એને પ્રલય, વાવાઝોડા, ઉલ્કાપાત અને ભૂકંપ જેવી બીનાઓની બીક લાગે છે. એમાં વળી, કોઈ સંપ્રદાય કે સાધુ અમુક દિવસે કયામત આવશે અને આખી પૃથ્વીનો નાશ થશે એવી આગાહી કરે છે. કયામતના દિવસને અંગ્રેજીમાં ડુમ્સડે કહેવાય છે. ડુમ્સડેની તારીખ નજીક આવતી જાય તેમ લોકોમાં ઉચાટ વધતો જાય છે. ડુમ્સડેની લેટેસ્ટ તારીખ છે ૨૧ ડિસેંબર, ૨૦૧૨. એ દિવસે કયામત આવશે અને આખી દુનિયાનો નાશ થશે એવી એક થિયરી છેલ્લા થોડા વખતથી વહેતી થઈ છે.
કયામતની નવી તારીખ કોણે નક્કી કરી? એક હજારથી પણ વધુ વરસ પહેલાં અમેરિકા ખંડમાં પ્રાચીન માયા સામ્રાજ્ય હતું, જે હાલના મધ્ય અમેરિકાના મોટા વિસ્તારમાં ફેલાયેલું હતું. માયા સામ્રાજ્યમાં વસતા લોકો માયન્સ તરીકે ઓળખાતા માયન્સ લોકોએ ૫,૧૨૬ વરસનું જુનું કેલેન્ડર બનાવ્યું હતું, જે આ વરસની ૨૧ ડિસેંબરે પુરું થાય છે. એને લીધે લોકોમાં એવો ભય પ્રસર્યો છે કે ૨૧ ડિસેંબરે પૃથ્વીનો અંત આવશે. કયામતનો દિવસ નજીક આવતો જાય છે એમ દુનિયાના લોકોનો પ્રાચીન માયન સભ્યતામાં રસ વધતો જાય છે. એનો લાભ લઈને ટુર ઓપરેટરોએ 'ડુમ્સડે પેકેજ' બનાવી પર્યટકો માટે માયન્સ સાથે જોડાયેલા દેશોની ટુર ગોઠવવા માંડી છે. પરિણામે મધ્ય અમેરિકાના દેશોના પર્યટનમાં આજકાલ અભૂતપૂર્વ તેજી આવી છે. એકલા મેક્સિકોમાં આ વરસે ૫.૨ કરોડ ટુરિસ્ટો આવવાની ધારણાં રખાય છે. ગયા વરસે મેક્સિકોમાં ૨.૩ કરોડ પર્યટકો આવ્યા હતા એ જોતા ડુમ્સડેને કારણે ટુરિસ્ટોની સંખ્યામાં જબર્જસ્ત ઉછાળો આવ્યો કહેવાય. એ જોઈને મેક્સિકો ટુરિઝમ બોર્ડના સીઈઓ રોડલ્ફ લોપેઝ-નેગ્રેટનો આનંદ ક્યાંય માતો નથી. ૨૦૧૨ પર્યટન ઉદ્યોગની દ્રષ્ટિએ એક વિક્રમસર્જક વરસ બની રહેશે એવી એમને પાકી ખાતરી છે.
ફક્ત વિદેશમાં નહિ, ભારતમાં પણ આ વરસે 'ડુમ્સડે પેકેજ'ની બોલબાલા છે. ૨૦૧૨માં લગ્નગ્રંથીથી જોડાનાર યુગલો મોટી સંખ્યામાં પેકેજ ટુરમાં જોડાઈ રહ્યા છે. મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટંટ અજય જૈન આવા જ એક ટુરિસ્ટ છે. આ વરસે ઓગસ્ટમાં ફેરા ફર્યા બાદ તેઓ પત્નીને લઈને મેક્સિકોની માયા સામ્રાજ્ય સાથે જોડાયેલી પાંચ સાઈટ્સની મુલાકાત લેવાના છે. 'મારા આ વરસે લગ્ન થવાના હોવાથી ૨૦૧૨ મારા માટે એક મહત્ત્વનું વરસ છે. દુનિયા માટે પણ એ પૌરાણિક માયન્સે વહેતી કરેલી ડુમ્સડેની થિયરીને કારણે અગત્યનું વરસ છે,' એમ અજય જૈન ડુમ્સડે ટુરિસ્ટ બનવા પાછળનું કારણ સમજાવતા કહે છે.
અલબત્ત, દુનિયાનો અંત આવવાની અટકળોથી બધા ખુશ નથી. ફ્રાંસના માંડ ૨૦૦ માણસોની વસતિ ધરાવતા અત્યાર સુધી સાવ અજાણ્યા રહેલા ગામ બુગારકમાં દુનિયા આખીમાંથી અચાનક પર્યટકો અને ડુમ્સડેમાં માનનારા અંધશ્રધ્ધાળુઓના ધાડાં ઉમટી આવ્યા છે. આ લોકોને એવી ખાતરી છે કે 'પવિત્ર પર્વત' પર વસેલુ આ નાનકડું શાંત ગામ કયામતના દિવસે વિનાશમાંથી બચી જશે. કસબા જેવું આ ગામ ખેતી પર નભે છે. ઈન્ટરનેટ પર એવી અફવાએ જોર પકડયું છે કે બુગારકમાં આવેલો 'ચમત્કારી પહાડ' એવી શિલાઓનો બનેલો છે જેમાં ઉપલા સ્તરની શિલાઓ નીચેની શિલાઓ કરતા જુની છે. એને કારણે પર્વતમાં જવલ્લે જોવા મળતો મેગ્નેટીક ફોર્સ (ચુંબકીય પરિબળ) સર્જાયો છે અને એને પરિણામે એ એક સુરક્ષિત સ્વર્ગ બની ગયો છે.
બુગારકની આસપાસના વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવ અચાનક ઉચકાઈ ગયા છે. બહારથી વધુને વધુ લોકોને આવતા જોઈને સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એમને એવો ડર છે કે એમનું નાનકડું ગામ આટલા બધા ટુરિસ્ટોનો બોજ નહિ સંભાળી શકે. પ્રચંડ ધસારાને કારણે ગામ ભાંગી જશે. બુગારકના ચીડાયેલા મેયર જિન-પિએરે દેર્લોડે તાજેતરમાં પ્રાદેશિક સત્તાવાળાઓ સમક્ષ પોતાની ચિંતા મૂકીને કયામતની તારીખ નજીક આવે ત્યારે લોકોના ધાડાંને ગામમાં આવતા રોકવા સૈન્યની સહાય માગી હતી.
મજાની વાત એ છે કે દુનિયાનો અંત આવવાની થિયરી માટે માયા સામ્રાજ્યના લોકોને દોષ દેવાય છે પરંતુ કોઈને એ વાતની ચોક્કસ ખબર નથી કે એમનું કેલેન્ડર પુરુ થતાવેંત આખી પૃથ્વી નામશેષ થશે એવી આગાહી એમણે ખરેખર કરી હતી કે નહિ. માયન લોકો સિધ્ધહસ્ત ખગોળશાસ્ત્રીઓ હતા. એમના વિશે એક વાત સામાન્યપણે બધા સ્વીકારે છે કે એમણે પોતાના કેલેન્ડરની પુર્ણાહુતિ એક અવકાશી ઘટના સાથે કરી છે, જે આ કેસમાં વિન્ટર સોલસ્ટિસ (૨૨ ડિસેંબરથી ઉત્તરાયણ સુધીનો સમયગાળો) છે. એ વખતે ૨૬,૦૦૦ વરસમાં પહેલીવાર સૂર્ય આકાશગંગાના મધ્ય ભાગ સાથે એક લાઈનમાં આવશે. એ વખતે પૃથ્વીની ભ્રમણકક્ષાનો એક તબક્કો પુરો થઈ બીજો શરૃ થશે. આ વિચાર હિન્દુ ધર્મમાં યુગની કરાયેલી કલ્પનાને મળતો આવે છે. '૨૦૧૨ લગભગ એ સમયગાળો છે જે હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબના કળયુગ અને સતયુગ વચ્ચેના સંક્રાંતિકાળના અંતને મળતો આવે છે,' એમ ધર્મશાસ્ત્રોના અભ્યાસુ ગુરપીત સિંઘ કહે છે.
આ સંક્રાંતિ કાળમાં પૃથ્વીના સર્વનાશ જેટલી મોટી આફત આવે કે ન આવે પરંતુ ડુમ્સડેમાં માનનારા લોકો કોઈ ચાન્સ લેવા નથી માગતા. એમાં અમેરિકન બિઝનેસમેન રોબર્ટ વિસિનોને તડાકો પડયો છે. ડુમ્સડેના લોકોમાં ફેલાયેલા ગભરાટની રોકડી કરી લેવા વિસિનોએ એક આઈડિયા કર્યો છે. અમેરિકા અને રશિયા વચ્ચેની કોલ્ડ વોરના યુગમાં વિવિધ સરકારો દ્વારા બંધાયેલા અન્ડરગ્રાઉન્ડ બંકર્સ ખરીદી લઈને વિસિનોએ એમાં આધુનિક જમાના પ્રમાણેના ફેરફાર કર્યા છે. એમાં એમણે એક વરસ સુધી ચાલે એટલું અનાજ, પાણી, ઈંધણ, વસ્ત્રો, દવા વગેરે જીવનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરી દીધો છે. આવા મોડર્ન બન્કર્સ એમણે વેચવા કાઢ્યા છે.
વિસિનો એવો દાવો કરે છે કે બન્કર્સની મેમ્બરશીપ મેળવવા ભારત અને દક્ષિણ એશિયાના દેશો સહિત આખા વિશ્વમાંથી ૨૫૦૦૦થી વધુ અરજીઓ આવી છે. બન્કર્સ પાછા સસ્તા પણ નથી. એમાં રહેવાનો ખર્ચ (કોસ્ટ) વ્યક્તિ દીઠ ૩૫,૦૦૦થી ૫૦,૦૦૦ ડોલર છે. વિસિનો આટલી ઊંચી કોસ્ટને વાજબી ગણાવતા કહે છે કે દરેક બંકરના સંપૂર્ણ રિનોવેશનનો ખર્ચ ૨૦ લાખ ડોલરથી ૧ કરોડ ડોલર જેટલો આવે છે. 'અમારા ખરા ગ્રાહકો ડૉક્ટરો અને વકીલો જેવા સુશિક્ષિત પ્રોફેશનલો છે. એ લોકો આવનાર સંકટથી ગભરાતા નથી પણ આફત આવે તો પોતાના પરિવારોને બચાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ તો ઈચ્છે છે કે આ બન્કર્સમાં આશ્રય લેવાની એમને કદી જરૃર ન પડે પણ ધારો કે એવી જરૃર ઊભી થઈ તો એમની પાસે કમસેકમ એક સાચો વિકલ્પ હશે. દુનિયાના બાકીના લોકો એવા વખતે શું કરશે?' એવો વેધક સવાલ વિસિનો કરે છે. આ સવાલનો જવાબ આપણને ૨૧ ડિસેંબરે જ મળશ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved