Last Update : 25-March-2012, Sunday
 

I Padની બોલબોલા...

નેટોલોજી

- સરકારી જાહેરાત પ્રમાણે 'આકાશ' ફલોપ જતાં હવે આકાશ-ટુની સૌ રાહ જોઈ રહ્યા છે.

 

I Pad ક્ષેત્રે રોજ કંઇક નવું આવી રહ્યું છે. ગયા મહિને ખરીદનાર એમ માને છે કે આપણે થોડી ઉતાવળ કરી છે. તેમનો આ પસ્તાવો પણ વ્યાજબી છે. કેમ કે વધુ સવલતોવાળા I Pad આવી રહ્યા છે પરંતુ પ્રશ્ન એ પણ છે કે નવા I Pad માટે કયાં સુધી રાહ જોવી. I Pad વન ખરીદવું કે I Pad ટુ ખરીદવા અંગેનો વિવાદ ચાલે છે.I Pad ના નવા વર્જન માટે પડાપડી થાય છે. I Pad ખરીદવાનું ઇચ્છનારઓ તેના સ્ક્રીન પર વધુ ભાર મુકે છે. ટીવી કરતાં પણ વધુ સ્પષ્ટ દેખાય એવા પીકસલ, ૨૦૪૮ ટ ૧૫૩૬ જેટલું હાઈ રેઝોલ્યુશનની ડિમાન્ડ છે. મોટાભાગના I Pad ગેમીંગની સ્ક્રીન માટે યોગ્ય ઠર્યા છે.PS3 અને X BOX 360 માટેની ગ્રાફીક ચીપ સારા પરિણામો આપે છે.
જે લોકો કોમ્પ્યુટર વસાવવા ઇચ્છે છે તે હવે ડેસ્ક ટોપને ભૂલી રહ્યા છે અને લેપટોપ કે I Pad વસાવે. હવ I Pad ટુ અંગે ચર્ચા થઇ રહી છે. I Pad એ હકીકતે એક વાયરલેસ જાદુગીરી જેવું એપરેટેસ બની ગયું.

 

સરકારી I Pad

 

વિદ્યાર્થીઓને સસ્તા દર I Pad આપવાની વાતો જોરશોરથી થતી દેખાય છે પરંતુ તેનું અમલીકરણ થવાનું આવશે ત્યાં સુધીમાં નવા વર્જન આવી ગયા હશે. બજારમાં મળતા નવા વર્જન સાથે આ સરકારી I Pad જુના અને આઉટ ડેટેડ લાગે છે. સરકારી જાહેરાત પ્રમાણે 'આકાશ' ફલોપ જતાં હવે આકાશ-ટુની સૌ રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લેપટોપ મફત આપવાની જાહેરાત કરી છે પરંતુ તેનું તાત્કાલીક અમલીકરણ થઇ શકે એમ નથી. જયારે વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે ત્યારે તો કોમ્પયુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી ઘણી આગળ નીકળી ગઈ હશે. સરકારને એવા સજેશનો મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાના બદલે તેટલી રકમ રોકડમાં આપીને તેની ઇચ્છા પ્રમાણેનું લેપટોપ ક I Pad ખરીદવાની છુટ આપવી જોઈએ જેથી તે જરૃર પડે પોતાના પોકેટ મનીને ઉમેરીને નવું વર્જન વસાવી શકે.

 

ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળે છે

 

ઇન્ટરનેટ સ્પીડની સમસ્યામાંથી સર્ફીંગ કરનારાઓ ધીરે ધીરે દુર થઇ રહ્યા છે. આ સ્પીડના કારણે ઇ-કોમર્સ અને ઓન લાઇન ટ્રેડીંગ કરનારાઓને વેગ મળી રહ્યો છે. ઇ-કોમર્સ ક્ષેત્રે ભલે મંદીના અહેવાલ હોય પરંતુ ઇ-કોમર્સ ક્ષેત્રે શરૃઆતમાં ઇન્ટરનેટ સ્પીડના કારણે ખોડંગાતુ હતું. ઓન લાઇન ટ્રેડીંગ કરતો મોટો વર્ગ છે. સ્પીડના અને તાત્કાલીક નિર્ણય લેવાના ઓન લાઇન ટ્રેડીંગ જેવા ક્ષેત્રો સ્પીડનો સૌથી વધુ લાભ ઉઠાવી શકે એમ છે.

 

હેકર્સ થાકતા નથી

 

હેકર્સ સામેના પગલાં અને સિકયોરીટી એજન્સીઓના સખત પ્રયાસો છતાં હેકર્સના ત્રાસ ત્યાંની ત્યાં જ રહી છે. સ્પામ મેલથી માંડીને વેબ સાઇટ હેક કરવા સુધીની હરકતો હેકર્સ કરતા હોય છે ભારતની ઘણી વેબ સાઇટ હેક થાય છે. સૌથી વધુ ટેન્સન ઓન લાઇન ટ્રાન્ઝેકશનવાળાને રહે છે. ગમે તેવા સિકયોરીટી સોફટવેર તોડવાની ક્ષમતા ધરાવતા હેકર્સને તો મોટી કંપનીઓ પોતાની સાઇટ બચાવવા રાખે છે. હેકીંગ કરનારાઓ સામેની વધતી ઝુંબેશની અસર પણ પડી છે પરંતુ આ લોકો સર્ફીંગ કરનારાઓની બેદરકારીનો સૌથી વધુ લાભ ઉઠાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved