Last Update : 25-March-2012, Sunday
 

અમેરિકાની ધ સ્ટેન્ડર્ડ ઓઇલ કંપનીએ કઈ રીતે સમૃદ્ધિ મેળવી ?

મેનેજમેન્ટ - ધવલ મહેતા

- જ્હોન રોકફેલર તેમના દાન માટે જગતભરમાં પ્રખ્યાત થયા પરંતુ તેમણે આ સંપત્તિ કેવી રીતે મેળવી તેનો અભ્યાસ ધંધામાં નીતિમત્તાના ધોરણોને કેવી રીતે ફગાવી દેવામાં આવે છે તેનું ઉદાહરણ છે.

સ્ટેન્ડર્ડ ઓઇલ કંપનીની સ્થાપના અમેરિકાના જ્હોન ડેવીસન રોકફેલરે ન્યુયોર્કમાં ઇ.સ. ૧૮૬૬માં કરી તેની સ્થાપનાના થોડાંક જ વર્ષોમાં તે જગતની સૌથી મોટી ઓઇલ (બળતણનું તેલ) કંપની બની ગઈ. જ્હોન રોકફેલરની તેમના જમાનામાં જગતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં ગણતરી થતી હતી. તેઓ તેમના દાન માટે જગતભરમાં પ્રખ્યાત થયા પરંતુ તેમણે આ સંપત્તિ કેવી રીતે મેળવી તેનો અભ્યાસ ધંધામાં નીતિમત્તાના ધોરણોને કેવી રીતે ફગાવી દેવામાં આવે છે તેનું ઉદાહરણ છે. ૧૯મી સદીમાં અમેરિકાએ સ્ટીલ, ઓઇલ, બેંકીંગ વગેરેમાં પુષ્કળ નામના મેળવી અને તે ઉદ્યોગના માંધાતાઓને રોબર બેરન્સ (લુટારાઓના સરદાર) ગણવામાં આવતા હતા કારણ કે ધંધામાં નીતિમત્તાના ધોરણો તેમણે સાચવ્યા ન હતા.
રોકફેલરના પિતા ટ્રાવેલિંગ સેલ્સમેન હતા અને જ્હોન રોકફેલરે તેમની કારકિર્દીની શરુઆત શિપિંગ ક્લાર્ક તરીકે કરી હતી. તેમાંથી પૈસા બચાવીને તેમણે પોતાની શિપિંગ કંપની ચાલુ કરી. પેન્સીલ્વીનીઆ રાજ્યની નદીઓ પર તેમની કંપની બોટ દ્વારા માલનું વહન કરતી હતી તે અરસામાં (ઇ.સ. ૧૮૬૦ની આસપાસ) પેન્સીલ્વીનીઆ રાજ્યની ધરતીમાંથી તેલ નીકળ્યું. ૧૮૬૦ના દાયકામાં અમેરિકામાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) ફાટી નીકળતાં તેમનો શિપિંગનો ધંધો વિકસ્યો. તે વખતે મોટરકાર ખોળાઈ ન હતી તેથી ખનિજ તેલનો ઉપયોગ લુબ્રીકેશન (ઉંજણ) માટે અને તેમાંથી રીફાઇન કરવામાં આવતા કેરોસીન માટે થતો- મોટર માટે જરૃરી એવી ઇન્ટર્નલ કમ્બશ્ચન એન્જિનિયરિંગ જર્મનીમાં થઈ હતી અને આ ઉદ્યોગના પગરણ ઇ.સ. ૧૮૮૦ પછી જર્મનીમાં થયા અને તે પછી વીસમી સદીના શરુઆતના દાયકામાં અમેરિકાના હેન્રી ફોર્ડે તેમાં એસેમ્બલી લાઇન (કન્વેયર બેલ્ટ)નો ઉપયોગ કરીને કારના ક્લાસ માર્કેટને માસ (સામાન્ય જન માટેના) માર્કેટમાં ફેરવી નાખ્યું. તેના કારણે પેટ્રોલની માંગ શરુ થઈ અને પછી લગભગ આકાશની ટોચ પર પહોંચી ગઈ. ઇ.સ. ૧૮૬૬માં ન્યુયોર્કમાં સ્ટેન્ડર્ડ ઓઇલની જે સ્થાપના થઈ તેનો હેતુ પેટ્રોલિયમ રીફાઇનિંગનો નહી પરંતુ કેરોસીન રીફાઇનિંગનો હતો.
શરુઆતના હરીફો
કોઈ પણ નવો ધંધો પુષ્કળ નફો આપનારો સાબિત થાય તો તેમાં અનેક હરીફો દાખલ થઈ જાય છે અને થોડાંક વર્ષોમાં ત્રણ કે ચાર હરીફો જ બચે છે. ભારતમાં જ્યારે ટેલિવિઝન અને સ્કુટરના ક્ષેત્રમાં સરકારના કડક નિયમો હળવા થયા ક તે પછી થોડાક જ વખતમાં ભારતના ઘણા રાજ્યોએ ટી.વી.ના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમાંથી કેલ્ટ્રોન (કેરાલા), અપટ્રોન (યુ.પી.), ગુજટ્રોન (ગુજરાત) વગેરે કંપનીઓ ઉભી થઈ હતી જેમાંથી અત્યારે કોઈ જણાતી નથી. સ્કુટરના ક્ષેત્રમાં પણ એવું થયું હતું. ગુજરાતે પણ ગિરનાર સ્કુટર બજારમાં મૂક્યું હતું જે નિષ્ફળ ગયું. અમેરિકામાં બળતણના તેલની બાબતમાં પણ આમ બન્યું. ત્યાંની પુષ્કળ કંપનીઓ આ ક્ષેત્રની વિપુલ તકો જોઈને તેમાં દાખલ થઈ ગઈ. તેમની વચ્ચે હરીફાઈ તીવ્ર બની તેને પરિણામે ઇ.સ. ૧૮૭૦માં રોકફે્લેરે તેલના બજારને પોતાની કંપની માટે આંચકી લેવાના પ્રયત્નો શરૃ કર્યા. આ માટે તેમણે પોતાના હરીફો કરતા પણ ક્રૂર પદ્ધતિ અપનાવી રોકફેલરની સ્ટેન્ડર્ડ ઓઇલ તેમની જ એક અન્ય કંપની સધર્ન ઇમ્પ્રુવમેન્ટ કંપનીએ ભેગા મળીને તેમના હરીફોના ભાવથી નીચે ભાવે તેલ (ક્રુડ ઓઇલ) વેચવાનું શરુ કર્યું. આમાં ઘણા હરીફો નાશ પામ્યા અને કેટલાક એટલા બધા નાદાર બની ગયા કે સ્ટેન્ડર્ડ ઓઇલ કંપનીમાં મજૂરો તરીકે જોડાઈ ગયા. રોકફેલરે રેલ્વેઝ જોડે એવો યુક્તિપૂર્ણ કરાર કર્યો હતો કે તેમનું તેલ સૌથી ઓછા ભાવે રેલ્વેઝ વહન કરે. આ ફાયદાનો પણ ઉપયોગ તેમના હરીફોને હરાવવામાં કર્યો. રોકફેલરે આ નાદાર બનેલી કંપનીઓને પાણીના ભાવે ખરીદી લીધી અને તેમને રોકફેલરના વિકસતા સામ્રાજ્યમાં જોડ દીધી. જે હરીફ કંપનીઓ આ સામ્રાજ્યમાં જોડાવા તૈયાર ન હતી તેમને રોકફે્લરે પ્રથમ સસ્તામાં પડાવી લેવા વાટાઘાટો કરી હરીફો જો તેમ કરવા તૈયાર ના થાય તો તેમને ધમકીઓ આપવા માંડી. રોકફેલર સામે હરીફોની કંપનીઓમાં હિંસા કરાવવાના અને સેબોટાજ (અંદરથી તોડી નાખવું)ના પણ આક્ષેપો થયા. ઇ.સ. ૧૮૭૭માં આ ધંધાની વિપુલ તકો જોઈને પેન્સીલ્વીનીઆ રેલરોડ કંપની (અમેરિકામાં તે વખતે રેલ્વેઝ ખાનગી હાથમાં હતી. અત્યારે ત્યાં છસાચિબં કંપની છે) એ પેટ્રોલીઅમ રીફાઇનિંગના ધંધામાં પડવાનો નિર્ણય કર્યો. રોકફેલર એટલા વેરીલા હતા કે તેમણે પોતાના માલ વહનનો સઘળો ધંધો આ રેલ્વેઝની હરીફ અન્ય રેલ્વેઝ કંપની (ન્યુયોર્ક સેન્ટ્રલ એન્ડ એરીલાઇન્સ)ને આપી દીધો. તેમણે પીટસબર્ગની પોતાની રીફાઇનરી બંધ કરી દીધી કારણ કે તે આ રીફાઇનરીના માલનું વહન માત્ર તેમને અણગમતી એવી પેન્સીલ્વીનીઆ રેલરોડ કંપની જ ભૌગલિક કારણોસર કરી શકે તેમ હતી. રોકફેલર આટલેથી ના અટક્યા પણ તેમણે પેન્સીલ્વીનીઆ રેલરોડ કંપનીમાં હડતાળ પડાવી. છેવટે આ રેલ-રોડ કંપનીએ પેટ્રોલીઅમ રીફાઇનરીઝના ધંધામાં પડવાનો નિર્ણય રદ કર્યો.
ઇ.સ. ૧૮૮૨માં રોકફેલરે સ્ટેન્ડર્ડ ઓઇલ ટ્રસ્ટની સ્થાપના કરી. અમેરિકાના કાયદામાં એમ હતું કે સગીર વયની વ્યક્તિની સંભાળ લેવા ટ્રસ્ટની રચના થઈ શકે. આ કાયદાનો તેમણે પોતાનું ટ્રસ્ટ ઓહાયો રાજ્યમાં સ્થાપવા માટે (દુર)ઉપયોગ કર્યો. તેમણે સ્ટેન્ડર્ડ ઓઇલ કંપનીના અને તેમની ચાલીસ સબસીડીયરીઝના તમામ શેરો આ ટ્રસ્ટમાં તબદિલ કર્યા અને શેર હોલ્ડરોને બદલામાં ટ્રસ્ટના સર્ટિફિકેટ્સ આપ્યા. આ ટ્રસ્ટના સંચાલન માટે તેમણે નવ ટ્રસ્ટીઓની નિમણૂક કરી જેમના વડા તેઓ પોતે હતા. આ ટ્રસ્ટની મદદથી તેમણે સ્ટન્ડર્ડ ઓઇલ કંપની પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું. કંપની અને તેની તમામ ૪૦ સબસીડરીઝનો નફો આ ટ્રસ્ટમાં જમા થવા માંડયો. પુષ્કળ ધન સંચયની મદદથી કંપનીએ યુરોપ, એશિયા, (ખાસ કરીને આરબ જગત) અને લેટીન અમેરિકાના દેશોના ઓઇલને ખોળવાનું અને ખોળીને તેના માલિક બનવાનું કર્યું.
અનેક દોષો હોવા છતાં અમેરિકાની એક કમાલ એ છે કે તે સેલ્ફ ક્રીટીકલ અને સેલ્ફ કરેક્ટીંગ સમાજ છે. લોકશાહી સમાજનું આ અગત્યનું લક્ષણ છે. રોક ફેલરના કરતૂતોની જાણ થતાં જ અમેરિકાની કોંગ્રેસે ઇ.સ. ૧૮૮૮માં ઉચ્ચ તપાસ સમિતિ નીમી અને ઇ.સ. ૧૮૯૨માં ઓહાયો રાજ્ય (જ્યાં આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું હતું)ની સુપ્રીમ કોર્ટે (અમેરિકામાં દરેક રાજ્યમાં તેની અલગ સુપ્રીમ કોર્ટ હોય છે.) તેને રદ કરી દીધું પરંતુ રોકફેલરે ઇ.સ. ૧૮૯૯માં ન્યુ જર્સી સ્ટેટમાં નવા ટ્રસ્ટની રચના કરી અને સ્ટેન્ડર્ડ ઓઇલ ઓફ ન્યુ જર્સી નામની નવી કંપનીને હોલ્ડીંગ કંપની બનાવી દીધી. ન્યુ જર્સી રાજ્યમાં આ પ્રકારની કાયદાકીય જોગવાઈ હતી. તેનો રોકફેલરે લાભ લીધો. આ હોલ્ડીંગ કંપનીનાં રોકફેલર ઉપરાંત ૧૪ ડાયરેક્ટર્સ હતા જેઓ ઇ.સ. ૧૯૦૦માં લગભગ ૨૧ કરોડ ડોલર્સનું અને ઇ.સ. ૧૯૦૬માં ૩૬ કરોડ ડોલર્સનું સામ્રાજ્ય ભોગવતા હતા. તે પછી તો આ કંપનીનું સામ્રાજ્ય વધીને અબજો ડોલરનું થઈ ગયું હતું. તેના જમાનામાં તે મોટી સત્તાશાળી ઓઇલ કંપની હતી. અલબત્ત તે ઇ.સ. ૧૯૦૦ પછી રોયલ-ડચ શેલ કંપનીનો અને ટેક્ષાસમાં ઓઇલના ક્ષેત્રમાં સ્વતંત્ર ઓઇલ ઉદ્યોગપતિઓ ઉભા થયા તેથી સ્ટેન્ડર્ડ ઓઇલ ઓફ ન્યુ જર્સીનું વર્ચસ્વ ઘટયું તેમ છતાં જગતના ઓઇલ ઉત્પાદન અને વેચાણમાં તેનો બજારભાગ ૬૦ ટકા જેટલો મોટો હતો. રોક ફેલરની સામે સમાજને બે તીવ્ર ફરિયાદો હતી (૧) તેમણે તેમના હરીફો સામે બહુ જ વેરવૃત્તિ દાખવીને તેઓને દૂર કર્યા (૨) કંપની તેની વ્યાપારી બાબતોના અને નાણાંકીય વ્યવહારોમાં પુષ્કળ સીક્રેટીવ (બધું જ ખાનગી રાખનારી) હતી. અત્યારે આપણે બિઝનેસના તેમજ સરકારના વ્યવહારોમાં પારદર્શિતા (ટ્રાન્સપરન્સી)ની ઝુંબેશ કરીએ છીએ તે વખતે તેવું કશું હતું નહીં પરંતુ તેમાં એક અપવાદ છે. અમેરિકન પત્રકારત્વ તે જમાનામાં બહુ જ ખબરદાર હતું (હિન્દીમાં એને ચોકન્ના કહીએ છીએ.) અને હજી છે. (વોટરગેટ પ્રકરણમાં પ્રમુખ નીકસનને જવું પડયું હતું તે ઘણાને યાદ હશે) છેક ઇ.સ. ૧૮૯૪માં હેન્રી લોઇડે 'વેલ્થ અગેઇન્સ્ટ કોમનવેલ્થ'

 

નામનું અભ્યાસપૂર્ણ પુસ્તક પણ બહાર પાડયું જેમાં સ્ટેન્ડર્ડ ઓઇલના કારનામાને ઉધાડા પાડવામાં આવ્યા. કંપનીને આબરૃ ધૂળમાં મળી ગઈ. તે ઉપરાંત ઇ.સ. ૧૯૦૩માં ઇડા ટારબેલ નામના સ્ત્રી પત્રકારે સ્બ ભનેીિ'જ નામના મેગેઝીનમાં આ કંપનીના ઉઘાડી પાડતા અનેક લેખો લખ્યા અને દેશમાં હાહાકાર મચાવી દીધો. કલ્પના કરો કે ઇ.સ. ૧૯૦૩માં અમેરિકાના પત્રકારત્વના ક્ષેત્રે સ્ત્રી પત્રકારોની હાજરી તે સાધારણ (કોમનપ્લેસ) ગણાતું હતું. ગુજરાતમાં તો સ્ત્રી પત્રકારની કોઈને કલ્પના જ ન હતી. તેનાથી બે ત્રણ વર્ષ પૂર્વે જ ગુજરાતમાં પ્રથમ સ્ત્રી પત્રકાર ગ્રેજ્યુએટ ઉભા થયા. ઇડા ટારબેલો ઝનૂનપૂર્વક લખ્યું કારણ કે તેમના પિતા ઓઇલના ધંધામાં હતા જેને રોકફેલરની કંપનીએ અપ્રમાણિક હરીફાઈની તરકીબો દ્વારા તારાજ કરી દીધા હતા. જો કે ઇડા ટારબેલ માટે કંપની સામેનું યુદ્ધ તેનુંં મુખ્ય કારણ ન હતું. ઇડા ટારબેલ સોશીઅલ એક્ટીવીસ્ટ હતા અને તેઓ ધંધામાં તંદુરસ્ત હરીફાઈ અને મુક્ત વ્યાપારની તરફેણમાં હતા. ઇ.સ. ૧૯૦૪માં 'ધ હીસ્ટ્રી ઓફ સ્ટેન્ડર્ડ ઓઇલ કંપની'ના શીર્ષકવાળું તેમનું પુસ્તક બહાર પડયું તેમાં તેમણે રોકફેલરની કુશળતા અને સાહસવૃત્તિના પુષ્કળ વખાણ કર્યા અને પછીથી ચાબખો મારતાં લખ્યું કે રોક ફેલરની કુશળતા અને સાહસવૃત્તિએ જ સ્ટેન્ડર્ડ ઓઇલ કંપનીને ઘણી ભયજનક (ડેન્જરસ) બનાવી દીધી છે. આની અસર અમેરિકન સરકાર પર થઈ અને ઇ.સ. ૧૯૦૬માં અમેરિકાના તે વખતના પ્રેસીડેન્ટ થીઓડોર રૃઝવેલ્ટેની સરકારે આ કંપની સામે કેસ માંડયો. ઇ.સ. ૧૯૧૧માં આ કંપનીના જૂના ટ્રસ્ટમાંથી ત્રીસથી વધુ સ્વતંત્ર કંપનીઓ ઉભી કરવાની સરકારે કંપનીને ફરજ પાડી અલબત્ત રોકફેલરની તે જમાનામાં ૧૦૦ કરોડ ડોલર્સની સંપત્તિ ગણાતી હતી. અલબત્ત તેમણે ૧૯૧૧ બાદ રોકફેલર ફાઉન્ડેશન ઉભું કરીને પોતાની મોટા ભાગની સંપત્તિ આ ફાઉન્ડેશનને આપી દીધી. રોકફેલરે પોતાના જીવન દરમિયાન જ ૫૦૦ મીલીઅન જેટલું અધધધ દાન કર્યું. તે જમાનમાં રોક ફેલર ફાઉન્ડેશન જગતમાં સૌથી મોટું બિનધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ હતું પરંતુ આ બધા છતાં રોકફેલરે હરીફોને તારાજ કરીને તેમજ અન્ય અપ્રમાણિક બિઝનેસ મેથડ્સ અપનાવીને જે ધન ઉભું કર્યું તેનો બચાવ થઈ શકે તેમ નથી. જો કે રોક ફેલરનો બચાવ કરનારા એમ કહે છે કે એમના જમાનામાં હરીફાઇને લગતા કાયદાઓ અસ્તિત્વ ધરાવતા ન હતા કે તેમનું પાલન થતું ન હતું. અમેરિકામાં દરેક રાજ્યના જુદા જુદા કાયદાઓ હતા તેથી તેમાંથી છટકબારી શોધવાનું કામ સહેલું હતું. આ કેસ પરથી અમુક બાબતો સ્પષ્ટ બને છે. (૧) તંદુરસ્ત હરીફાઇને લગતા કાયદા ન થાય કે તેમનું કડક પાલન ન થાય તો સમાજમાં બળિયાના બે ભાગ થઈ જાય. ભારત અત્યારે આ બાબતમાં અમેરિકા જે ઇ.સ. ૧૯૦૦ના સુમારે હતું ત્યાં છે. ેંહકચૈિ ર્બર્સૅીૌૌહ અંગેના કાયદાઓ છે પરંતુ તેનું પાલન અત્યંત શિથિલ છે. (૨) ઉદ્યોગ જગત અને સમાજ જગતના દુષણોને ઉજાગર કરવામાં અભ્યાસપૂર્ણ લખાણો બહુ મહત્ત્વના છે. અમેરિકામાં આ માટે સ્ેબંીચિબંીપજ નામે ઓળખાતા ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમનો એક બુદ્ધિશાળી વર્ગ ઉભો થયો છે. (૩) ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ અમેરિકામાં જે કૌભાંડો બહાર પાડે છે તેની સરકાર તરત નોંધ લઈને કોંગ્રેસનલ કમિટી કે અન્ય હાઇપાવર કમિટી બેસાડી દે છે અને પછી દોષિતોને પુષ્કળ લાંબી જેલની સજા થાય છે. ભારતમાં કૌભાંડકારો કે અપરાધી રાજકારણીઓ ગમે તે રીતે જામીન મેળવીને સમાજમાં ફરી પાછા છૂટથી ફરે છે તેથી લોકોમાં હતાશા વ્યાપે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved