Last Update : 25-March-2012, Sunday
 

રાજકીય ગપસપ

રાજકીય ગપસપ

કપિલ-નીતિશ વચ્ચે કોલ્ડ વૉર

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને કેન્દ્રના એચઆરડી પ્રધાન કપિલ સિબ્બલ વચ્ચે કોલ્ડ વોર ચાલે છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ બિહારને ગયામાં ઉભી કરવા કપિલ સિબ્બલ પ્રયાસ કરે છે તો નીતિશ કુમારે તેને બિહારના મોતીહારીમાં ઉભી કરવા માગે છે. સિબ્બલનું મંત્રાલય કહે છે કે મોતીહારી પટનાથી ૯૦ કિ.મી. દુર છે. ત્યાં જવામાં તકલીફ ઉભી થશે. સામા છેડે નીતિશ કુમાર કહે છે કે મોતીહારી બેકવર્ડ વિસ્તારમાં છે. અહીં યુનિવર્સિટી ઉભી થાય તો સમગ્ર વિસ્તારનો ઉદ્ધાર થાય એમ છે. કપિલ સિબ્બલ માટે વિચિત્ર સ્થિતિ છે. નીતિશ કહે છે કે કેન્દ્રીય પ્રધાનનો એક તરફી નિર્ણય ચાલી શકે નહીં. યુનિવર્સિટી કેવા કોર્સ અને કેવી શૈક્ષણિક સવલતો આપે છે તે પર બધો આધાર છે નહીં કે તેના અંતર પર ! સિબ્બલ અકળાયા છે. મોતીહારી એટલે કૌન બનેગા કરોડપતિ સીરિયલમાં જે પાંચ કરોડ જીત્યા હતા તે સુશીલકુમારનું ગામ !!

 

'ટીપુ' ધ સી એમ

હુલામણા નામો અર્થાત્ બાળકને સામાન્ય રીતે નીક નેમથી બોલાવવામાં આવે છે, પછી તે શાળાએ જાય ત્યાં તેનું સાચું નામ બોલાતું થાય છે. તેમ છતાં ઘણાં કેસમાં બાળપણનું નામ ચાલુ રહે છે અને કુટુંબના સભ્યો તે નામથી જ તેને ઓળખે છે. વ્યકિત ગમે તેટલો ટોપ પર પહોંચે પરંતુ તેની નજીકના લોકો તેને બાળપણના હુલામણા નામથી જ ઓળખે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી નાની ઉંમરે મુખ્ય પ્રધાન બનેલા અખિલેશ યાદવનું બાળપણનું નામ 'ટીપુ' છે. તેમણે સપથ લીધા ત્યારે કેટલાકે લખ્યું હતું કે, 'ટીપુ' હવે 'સુલતાન' બન્યો છે. ચૂંટણી પ્રચાર વખતે પણ સામ્યવાદી પક્ષે સ્લોગન બનાવ્યા હતા કે, મથુરા મેં હૈ કિશન-કનૈયા, લખનૌ મેં હૈ ટીપુ ભૈયા.... પાપા મુલાયમસિંહ વારંવાર અખિલેશ બોલીને 'ટીપુ' નામ લોકોના મનમાંથી ભૂસવા માગે છે પણ અખિલેશને તો કોઈ ટીપુ કહે તે ગમે છે.

 

માયાવતી પીંક મહેલમાં રહેશે

ઉત્તર પ્રદેશમાં એક સમયે બહુ દબદબો ધરાવતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી આજકાલ શું કરે છે તે જાણવાની સૌને ઇચ્છા હોય તે સ્વભાવિક છે. લખનૌમાં ૫, કાલિદાસ માર્ગ ખાતેના મુખ્ય પ્રધાનનાં નિવાસને છોડીને તે રાજય સરકારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માટે ફાળવેલા નિવાસ પર જઈ રહ્યા છે. તેઓ સત્તા પર હતા ત્યારે એક લાખ સ્કે. ફૂટના પ્લોટમાં તેમણે પીંક-સ્ટોનથી બંગલો બનાવડાવ્યો હતો. જયાં શરૃઆતમાં તેમની અને બીએસપીના સ્થાપક કાંશીરામની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમા મુકેલી છે. માયાવતી શું કરશે ?? અખિલેશને તો તેમણે નાનો ભાઈ કહ્યો છે જયારે તેમના બે કટ્ટર હરીફો કોંગ્રેસ અને ભાજપનો ધબડકો થયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અખિલેશ યાદવ માયાવતી વિરૃધ્ધ એક શબ્દ પણ નથી બોલતો કે નથી સાંભળતો.. આમ માયાવતીને રાજકીય રીતે શાંતિ છે.. નવા પીંક બંગલામાં તે નવી વ્યૂહરચના ઘડશે એમ મનાય છે.

 

જયલલિથાને '૯૧ યાદ આવ્યું

અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના હતા ત્યારે અભિનંદનનો સૌ પ્રથમ ફોન કરનાર તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથા હતા. તેમણે અખિલેશને કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોઈ હું આવી શકું નહીં. તેમના પક્ષના યુવાનોની બેઠકમાં તેમણે યુવાન અખિલેશની પ્રશંસા કરી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. નાની ઉંમરે મુખ્ય પ્રધાન પદ મળે એટલે કેવા પડકારો જીલવા માડે તેનો અનુભવ જયલલિથાને છે. કેમકે તમિળનાડુમાં સૌથી નાની ઉંમર ૪૩ વર્ષે જયલલિથા મુખ્ય પ્રધાન બન્યા હતા. જયલલિથાંએ હજુ ઘણાં કામો કરવાના છે. ત્રીજા મોરચાના તે પણ એક ઘટક પક્ષ હોઇ શકે છે. જયલલિથા જયારે ૪૩ વર્ષે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ૧૯૯૧નું વર્ષ હતું અને આયારામ-ગયારામનો તખતો ચરમસીમાએ હતો.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved