Last Update : 25-March-2012, Sunday
 
તા. ૧૫-૧૧-૨૦૧૧થી અઢી વર્ષ માટે ભ્રમણ કરનારા શનિનું રાશિવાર શુભાશુભ ફળકથન

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

ઇશ્વરમાં વિશ્વાસ રાખી સદ્‌ચરિત્રથી કામ કરનાર વ્યક્તિ માટે ખરાબ ગ્રહો પણ જીવનમાં ઉપર ચઢવાની સીડી બની જાય છે.
સૂર્યમંડળના બીજા બધા ગ્રહો કરતાં ભ્રમણ ગતિમાં સૌથી ધીમો પણ પરિણામ આપવામાં અત્યંત ક્રૂર અને ચોક્કસ ગ્રહ શનિની તાસીર એક આદર્શ પણ અત્યંત શિસ્તપ્રિય કડક શિક્ષક જેવી છે. શનિની ઠંડી તાકાત અને પરિણામો આપવાની તેની તીવ્ર ગતિના કારણે શનિના ગોચર ભ્રમણથી વ્યક્તિ અને રાષ્ટ્રના ભાવિ કથનમાં ઘણાં ફેરફારો ઉદ્‌ભવે છે.
પ્રારબ્ધ કર્મના હિસાબો રાખતો અને કર્મોની પૂરી સજા આપતો શનિ ગ્રહ મંડળના બે મુખ્ય ગ્રહો આત્માના કારક સૂર્ય અને મનના કારક ચંદ્ર જોડે યુતિ કે બીજી કોઈ રીતે સંબંધમાં આવતા વ્યક્તિની જન્મ કુંડળીમાં જબરજસ્ત પરિવર્તન લાવે છે અને તેને ભાગ્યની દિશા અને દશાનો હિસાબ ખબર પડી જાય છે. ઠંડી તાકાત ધરાવતો આ સૂર્યપુત્ર શનિ તા. ૧૫-૧૧-૨૦૧૧થી લગભગ અઢી વર્ષ માટે તુલા રાશિમાં માર્ગી અને વક્ર ગતિથી ભ્રમણ કરવાનો છે. શુક્રના ઘરની તુલા રાશિમાં શનિનું ગોચર ભ્રમણ મેષથી મીન રાશિને કેવું શુભાશુભ ફળ આપશે તે ટૂંકમાં જોઈએ તે પહેલાં આ સમય દરમિયાન ગ્રહ મંડળના બે ગ્રહો ગુરૂ અને રાહુના ગોચર ભ્રમણ ઉપર પણ વિચાર કરીએ.
આ વર્ષના મે મહિનાના મઘ્ય ભાગ સુધી ગ્રહ મંડળનો સૌથી શુભ ગ્રહ ગુરૂ મેષ રાશિમાં અને મે માસ પછી લગભગ એક વર્ષ માટે વૃષભ રાશિમાં ભ્રમણ કરવાનો છે. આ વર્ષના ડિસેમ્બર માસ સુધી ગ્રહમંડળનો બીજો અશુભ ગ્રહ રાહુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે અને ૨૦૧૩ અને ૨૦૧૪ના મઘ્ય ભાગ સુધી તુલા રાશિમાં તે ભ્રમણ કરશે આ સમય દરમ્યાન તે તુલા રાશિના શનિ સાથે અશુભ યુતિ કરી શનિના નકારાત્મક બળમાં વધારો કરશે.
કાળ પુરુષની કુંડળીની પહેલી રાશિ મેષ મંગળના ઘરની રાશિ છે. આ રાશિના જાતકોને જન્મચંદ્રથી સાતમા સ્થાનમાં ભ્રમણ કરતો શનિ ભાગીદારીમાં કડવાશ વધારે, લગ્નજીવનમાં નાહકના મતભેદો વધે આ સમય દરમ્યાન જાહેરજીવનના જાતકોને બદનામી મળવાની શક્યતા. આ વર્ષના મે મહિના સુધી મેષનો ગુરૂ રાહત અપાવે ૨૦૧૩ના વર્ષમા તુલા રાશિમાં ભેગા થતા શનિ- રાહુની યુતિ વધારે હેરાનગતિ ઉભી કરે.
શુક્રના ઘરની વૃષભ રાશિ માટે શનિ યોગકર્તા ગ્રહ છે. જન્મના ચંદ્રથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરતો શનિ હંિમતમાં વધારો કરે, હરિફો પાછા પડે, કોર્ટ કચેરીના કામમાં વિજય મળે. વૃષભનો ગુરૂ અને ૨૦૧૩માં ભ્રમણ કરનારો તુલા રાશિનો રાહુ ચોક્કસ શુભ ફળ આપે.
બુધના ઘરની મિથુન રાશિ માટે પાંચમા સ્થાનમાં ભ્રમણ કરતો તુલાના શનિ દરમિયાન સંતાનોના પ્રશ્નો અગત્યના નિવડે. સટ્ટા- લોટરી જેવા ધંધામાં સાવચેતી રાખવી હિતાવહ આ વર્ષના મે મહિના સુધીનો સમય લાભદાયી નીવડે પછી સાવચેતી રાખવી.
ચંદ્રના ઘરની કર્ક રાશિ માટે ચોથા સ્થાનમાં તુલાના શનિનું ભ્રમણ શુભ ગણાયું નથી. માનસિક તકલીફોમાં વધારો થાય ઘર, મિલ્કતોના પ્રશ્નો ગુંચવાઈ જાય. વૃદ્ધ માતાની તબિયતની કાળજી રાખવી. ૨૦૧૨ના મેથી લગભગ એક વર્ષ માટે વૃષભના ગુરૂનું ભ્રમણ રાહત આપનારું નીવડે.
સૂર્યના ઘરની સંિહ રાશિના જાતકો માટે તુલાના શનિનું ભ્રમણ પરાક્રમમાં વધારો કરનારું, નવીન ધંધા- વેપારમાં લાભ આપનારું નીવડે. આ સમયમાં મળનારી કોઈ નવીન તક સફળતામાં પરિણમે મુસાફરી થોડી કષ્ટદાયક નીવડે. મેષનો ગુરૂ અને પછી તુલાનો રાહુ વઘુ અનુકૂળતા પેદા કરનારો નીવડે.
બુધના ઘરની કન્યા રાશિના જાતકો માટે બીજો શનિ કૌટુંબિક પ્રશ્નો ઉભા કરે, વાણીમાં કડવાશ વધે આર્થિક અને ખાસ કરીને રોકડા પૈસાની તકલીફમાં વધારો કરે. ૨૦૧૨ના મેથી ૨૦૧૩ના સમય દરમ્યાન વૃષભના ગુરૂનું ભ્રમણ ચોક્કસ રાહતરૂપ પુરવાર થશે તો તુલાના રાહુનું ભ્રમણ વધારે કસોટીજનક નીવડે.
શુક્રના ઘરની તુલા રાશિ માટે જન્મના ચંદ્ર ઉપરથી તુલાના શનિનું ભ્રમણ સામાન્ય રીતે અશુભ ગણાય. માનસિક તંગદિલી, તબિયતમાં ગરબડ, ગુંચવાડો, જીવનમાં નિરસતા આવી જાય. આ વર્ષના મે માસ પછી અને આ વર્ષના અંત ભાગમાં રાહુ તુલા રાશિમાં આવતા કસોટીમાં વધારો થાય. આ સમય દરમ્યાન જીવન વિશે ઉંડુ ચંિતન અને તટસ્થતા વધે.
મંગળના ઘરની વૃશ્ચિક રાશિના જાતકોને જન્મના ચંદ્રથી બારમો શનિ અને જન્મ ચંદ્ર ઉપરથી રાહનું ભ્રમણ કસોટીકારક નીવડે. ઉછીના પૈસા લઈ કોઈ ધંધો કરવો કે કોઈ મોટું સાહસ કરવું હિતાવહ નથી. કારણ વગરનો વ્યર્થ, ઉશ્કેરાટ, ગુસ્સો આવે સ્વભાવમાં પરિવર્તન આવે શાંતિ અને ધીરજ રાખવી જરૂરી. વર્ષો જૂના સંબંધોમાં કડવાશ આવી જાય. આ વર્ષના મે મહિનાથી એક વર્ષ માટે વૃષભ રાશિમાં ભ્રમણ કરનારો ગુરૂ ચોક્કસ રાહત આપે.
ગુરૂના ઘરની ધન રાશિ માટે અગિયારમા સ્થાનમા તુલા રાશિનું ભ્રમણ લાભદાયક નીવડે. નવા સંબંધો મિત્રોથી લાભ થાય નવા ધંધા- વેપારની રચના થાય વિશ્વાસ વધે, સાહસ સફળ થાય. ૨૦૧૨ના અંત ભાગમાં દોઢ વર્ષ માટે ભ્રમણ કરનારો તુલા રાશિનો રાહુ વધારે લાભદાયક નીવડે ફક્ત સંતાનોના પ્રશ્નો ધીરજથી ઉકેલવા.
શનિના ઘરની મકર રાશિ માટે દસમા સ્થાનમાં થનારુ તુલાના શનિનું ભ્રમણ સામાન્ય નીવડે સાહસ કરવાની વૃત્તિ- પ્રવૃત્તિમાં વધારો થાય. ૨૦૧૨ના મે માસથી એક વર્ષ માટે વૃષભના ગુરૂનું ભ્રમણ શુભ નીવડે.
શનિના ઘરની સ્વ-રાશિ કુંભ માટે ભાગ્ય સ્થાનમાં શનિનું ભ્રમણ શુભા-શુભ ગણાય ભાગ્ય સ્થાનમાં શનિનું ભ્રમણ હંિમત વધારે નવા કાર્યો થાય, સાવચેતીથી આગળ વધવું આ વર્ષના મે માસથી એક વર્ષ માટે વૃષભના ગુરૂનું ચોથા સ્થાનમાં ભ્રમણ સામાન્ય રહે. થોડી મુશ્કેલીમાં વધારો થાય.
રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન રાશિ માટે તુલાના શનિનું આઠમા સ્થાનમાં ભ્રમણ મુશ્કેલીમાં વધારો કરનારું નીવડે. નાણાંકીય તકલીફ- કૌટુબિક સમસ્યાઓ ઉભી થાય, કડવાશ વધે, વાણી ઉપર સંયમ રાખવો, આરોગ્યની ચોક્કસ કાળજી રાખવી પડવા વાગવાથી બચવું દરેક કાર્યોમાં ધીરજ સાવચેતી રાખવી, મે માસથી વૃષભનો ગુરૂ થોડી રાહત અપાવે.
જે જાતકોની જન્મ કુંડળીમાં તુલા રાશિનો સૂર્ય હોય (જેમનો જન્મ ૧૫ ઓક્ટોબરથી ૧૫મી નવેમ્બર વચ્ચે થયો હોય) તેમણે વિશેષ કાળજી રાખવી. જેમની જન્મ કુંડળીમાં તુલા રાશિનો શનિ કે રાહુ હોય તેમના માટે પણ આ સમય તકલીફવાળો ગણાય ધીરજ અને શાંતિથી કામ કરવું હિતાવહ ગણાય.
આ રાશિવાર ભવિષ્ય ફક્ત ગોચરના ગ્રહોના આધારે કરવામાં આવ્યું છે. જન્મના ચંદ્ર ઉપરથી ગોચરમાં ભ્રમણ કરતા ગ્રહોને ગણતરીમાં લઈને કરવામાં આવેલા ફળ-કથનની એક મર્યાદા છે ચોક્કસ અને સૂક્ષ્મ ફળકથન જન્મ કુંડળીના ગ્રહો અને મહાદશાના અભ્યાસ પરથી જ કરી શકાય.
ગ્રહો ક્યારેય માનવીને કનડતા નથી. તે તો પ્રારબ્ધ કર્મ મુજબ માનવીને ફળ આપ છે. જયોતિષશાસ્ત્ર કે તેનો સાચો જાણકાર ક્યારેય કોઈને ભયભીત કરતો નથી. લોભ- લાલચ ન રાખનાર સદ્‌ચરિત્રવાળા જાતકોને ખરાબ ગ્રહો કદાચ કસોટી કરે તો પણ તે તેમાંથી ચોક્કસ પાર ઉતરે જ છે.
ઇશ્વરમાં વિશ્વાસ રાખી સદ્‌ચરિત્રથી કામ કરનાર વ્યક્તિ માટે ખરાબ ગ્રહો પણ જીવનમાં ઉપર ચઢવાની સીડી બની જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved