.
Last Update : 25-March-2012, Sunday
 

વિદ્યા 'અવિવેક'થી શોભે?

ફિલ્લમ ફિલ્લમ


- 'કહાની'ને માત્ર અને માત્ર વિદ્યાની ફિલ્મ હોવાના કારણે તગડું ઓપનીંગ મળ્યું અને ફિલ્મ લોકોની અપેક્ષા કરતાં ખાસ્સી મજબૂત હોવાના કારણે બોક્સ ઓફિસ પર ઊંચકાઈ.

એક 'ડર્ટી પીક્ચર' કેટલી 'કહાની'ને જન્મ આપી શકે? વિદ્યા બાલનને અમિતાભથી આમીર ખાનની સમકક્ષ મૂકી શકે! સારું છે કે કરીના કપૂરો અને કેટરીના કૈફોએ કેટલીક જાહેરાતોમાં પોતાની અદાઓ રમતી મૂકી છે અને આ જાહેરાતો ટેલિવીઝન પર અવાર-નવાર નજર સામે રમતી રહે છે. નહીંતર ભારતીય સિનેમાના પરદે માત્ર અને માત્ર વિદ્યા બાલન નામની કન્યા જ રાજ કરતી હોવાનું આપણા મનમાં ઠસી જાય.
માન્યું કે વિદ્યા બાલન ઉત્તમ કક્ષાની હીરોઈન છે અને તેને ફિલ્મોની પસંદગી કરતાં આવડે છે. એ વાત પણ સાચી છે કે બેક ટુ બેક - બે તદ્દન અલગ પ્રકારની ભૂમિકા અને બન્ને ભૂમિકામાં અદ્ભુત પર્ફોર્મન્સ અને બન્ને ફિલ્મો એ હદે સફળ કે વિવેચકો અને પ્રેક્ષકો - બન્નેને શતપ્રતિશત પ્રસન્ન કરી શકે-એવી ઘટના દુર્લભ છે.
'કહાની'ને માત્ર અને માત્ર વિદ્યાની ફિલ્મ હોવાના કારણે તગડું ઓપનીંગ મળ્યું અને ફિલ્મ લોકોની અપેક્ષા કરતાં ખાસ્સી મજબૂત હોવાના કારણે બોક્સ ઓફિસ પર ઊંચકાઈ. આ ફિલ્મની સફળતા વિદ્યા બાલનને આભારી છે એ વાત નિર્વિવાદ છે. પરંતુ વિદ્યા બાલનને 'લેડી અમિતાભ' કે 'લેડી ખાન' કે 'આમીર ખાનનું ફીમેલ વર્ઝન' કહેવામાં ઉતાવળ અને અતિશયોક્તિના તત્વોની હાજરી ઉપરાંત વિવેકભાન નામના તત્વની ગેરહાજરી છે.
વિદ્યા બાલન અત્યારે સફળ છે પરંતુ તેની સફળતાનો રેશિયો હમણાં સુધર્યો છે. શરૃઆતમાં તેણે પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે અને અત્યારની સફળતા કેવી અને કેટલી ટકશે તે કહેવું મુશ્કેલ છે. વિદ્યા બાલનને અમિતાભ કે આમીર કહેનારા એ વાત ભૂલી જાય છે કે અત્યારે વિદ્યા બાલનના હાથ પર કોઈ નોંધપાત્ર ફિલ્મ નથી. 'ફેરારી કી સવારી'માં તેનું આઈટમ સોંગ છે એટલે બે-અઢી અઠવાડીયા સુધી તે ચર્ચામાં રહેશે અને આવતી સાલના એવોર્ડ સમારંભોમાં તે પર્ફોર્મ કરતી જોવા મળશે.
બીજી તરફ તેની મજબૂત હરીફ ગણાતી બન્ને હીરોઈનો પાસે બીગ બેનર ફિલ્મોની ખોટ નથી. કરીના કપૂર પાસે હાથ પર રહેલી ફિલ્મોમાં ઘરની કહી શકાય તેવી 'એજન્ટ વિનોદ', આમીર ખાનની 'તલાશ', મધુર ભંડારકરની એશના સ્થાને મળેલી 'હીરોઈન', સુપરહીટ 'દબંગ'ની સિક્વલ 'દબંગ ટુ', રામલીલા અને 'ગોલમાલ ફોર' છે. તો કેટરીના પાસે 'લંડન ઈશ્ક' તરીકે હાલ ઓળખાતી યશ ચોપ્રાની ફિલ્મ અને સલમાન સાથેની 'એક થા ટાઈગર' ઉપરાંત 'દોસ્તાના ટુ' પણ છે.
આ હિસાબે વિદ્યા બાલન માટે ટોપ પર ટકી રહેવું સરળ નહીં રહે. સિવાય કે તે દર વરસે એક કે બે પસંદગીની ફિલ્મો કરે અને તે બન્ને ફિલ્મો આ વરસની તેની ફિલ્મોની માફક સુપર-ડુપર હીટ નિવડે.
જાણકારોના કહેવા મુજબ વિદ્યા બાલનનો અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. પરંતુ તે સતત ચાલતો રહે તે લગભગ અશક્ય છે, ખાસ કરીને તેના હાથ પર કોઈ ફિલ્મ ન હોય ત્યારે! વિદ્યા બાલનના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયેલા મીડિયાએ નેશનલ એવોર્ડ જાહેર થયા ત્યારે પણ વિદ્યા બાલનનો એ હદે જયજયકાર કર્યો કે આ વરસે શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો નેશનલ એવોર્ડ મેળવનાર ગીરીશ કુલકર્ણીને લોકો સાવ ભૂલી જ ગયા હોય એવું લાગ્યું. મૂળ એન્જિનીયર પરંતુ અભિનય પ્રત્યે બેહદ લગાવ હોવાના કારણે મરાઠી ફિલ્મો તરફ વળેલા ગીરિશની આ ચોથી મરાઠી ફિલ્મ છે. નેશનલ એવોર્ડ મળ્યો તે 'દેઊલ' પહેલાં ગીરિશે 'વીહીર', 'ઘબરીચા પાઉસ' અને 'ગંધ' નામની ફિલ્મો કરી છે.
ગીરિશને જે ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો તે ફિલ્મમાં નાના પાટેકર પણ છે. ગીરિશના કહેવા મુજબ ૨૦૦૪માં મરાઠી ફિલ્મ 'શ્વાસ'ને ઓસ્કાર માટે ભારત તરફથી મોકલવામાં આવી તે પછી મરાઠી સિનેમા થોડું વધુ બળૂકું બન્યું છે. અફસોસ માત્ર એ વાતનો જ છે કે પ્રાદેશિક ફિલ્મોમાં પણ આંતરરાષ્ટ્રિય કક્ષાના કલાકારો-કસબીઓ હોવા છતાં તેનું બજાર તદ્દન સાંકડું હોવાના કારણે પ્રોડક્શન વેલ્યુમાં એક હદથી વધુ ફરક પડી શકતો નથી. અને એટલે તક મળતાં જ દરેક કલાકાર-કસબી હિન્દી સિનેમા તરફ વળે છે. ગીરિશ કુલકર્ણીની વાત માનીએ તો હીન્દી સિનેમાનું ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે પ્રાદેશિક ફિલ્મોમાં અત્યારે સરસ મજાનું કામ થઈ રહ્યું છે!

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved