Last Update : 25-March-2012, Sunday
 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

* ભારત-પાકિસ્તાનના સંબંધો ક્યારે સુધરશે?
- દુશ્મનો સાથે સંબંધો સુધારવાના ન હોય... એમને સીધા કરવાના હોય! ...એમાં ય હવે દેશમાં રાજ મુલાયમસિંઘોનું આવી રહ્યું છે, એટલે સીધા આપણે થઇ જતા શીખવાનું છે!
(સુધીર ભટ્ટ, ભાવનગર)

 

* હમ સે દોસ્તી કરોગે?
- તમારો ટેસ્ટ ઊંચો લઇ જાઓ!
(સુમન એમ. ચૌહાણ, રાજકોટ)

 

* તમારા સાળાએ તમને ભેટ આપેલી સાડા પાંચ લાખની ઘડીયાળ...!
- આજકાલ હું નવો સાળો શોધી રહ્યો છું.
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)

 

* ડિમ્પલની મુલાકાત 'કાકા' સાથે થઇ, તે પહેલા તમારી સાથે થઇ હોત તો?
- તો એ તમારી 'કાકી' કહેવાતી હોત!
(જાગૃતિ પી. ગોસ્વામી, પોરબંદર)

 

* જેના પિતૃઓ નારાજ હોય, એમને ત્યાં શ્રાધ્ધમાં કાગડા ય ફરકતા નથી. સાચું?
- હું તો જો કે બધે ફરકી આવું છું... હઓ!
(રણધીર કે. દેસાઈ, સુરત)

 

* હિંદુઓમાં વર્ણવ્યવસ્થા ક્યારે દૂર થશે?
- જ્યારે દેશપ્રેમ જાગૃત થશે.
(ભરત વાણીયા, ભચાઉ-કચ્છ)

 

* નવી વહુના કંકુ પગલાં એટલે શું?
- જે પાડે છે, એને એનો અર્થ ખબર હોય તો ઘર સુખી થાય.
(વિવેક માધાણી, રાજકોટ)

 

* ધર્મને નામે દેશને ભડકાવતા રાજકારણીને સીધા કરવાનો કોઇ ઉપાય?
- દેશને છોડીને આપણે સહુ પણ પોતપોતાના ધર્મને જ સર્વોત્તમ માનીએ છીએ ને? ધર્મ કરતા દેશ વહાલો હોય, એવા પાંચ ભારતીયો તો શોધો!
(વૃંદાવન ર. દાવડા, જામનગર)

 

* ભારતીય સંસ્કૃતિમાં માતાની પ્રશંસામાં ક્યાંક પિતાને અન્યાય થતો હોય, એવું નથી લાગતું?
- જે માતાને જુઠ્ઠું બોલવાની આદત હોય, એના બાળકો કદી પિતાના થઇ શકે નહિ!
(જનક રાવલ, રાંધેજા)

 

* મારા મિત્રનું લગ્ન છે. એને આશ્વાસન આપવા જવું છે.
- તમારામાં એ આવ્યો હોય તો વ્યવહારમાં જવું પડે!
(ડૉ. દીપક સી. ભટ્ટ, બોડેલી)

 

* ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યા પછી 'હાથ ધોઇ નાંખ્યા' એટલે શું?
- એણે ય 'નાહી નાંખ્યું' હતું...!
(લલિત ઓઝા, જૂનાગઢ)

 

* ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હીરોને તમારે ઍવૉર્ડ આપવાનો હોય તો શું આપો?
- એમની ફિલ્મની ટીકીટ.
(નિરાલી પટેલ, સુરત)

 

* સ્કૂલના છોકરા-છોકરીઓ રોમાન્સના રવાડે ચઢી ગયા છે. એ બન્નેમાંથી જવાબદાર કોણ?
- સ્કૂલો.
(મૌલેશ વાય. અમીન, મુંબઇ)

 

* તમે હંમેશા તમારી જ પીપૂડી કેમ વગાડો છો?
- કારણ કે, હું એ એક જ વાજીંત્ર વગાડતા શીખ્યો છું.
(ગૌતમ જે. પરીખ, અમદાવાદ)

 

* આપણા દેશમાં જ આટલી બધી સ્ટોરીઓ છે, છતાં ફિલ્મવાળા હૉલીવૂડમાંથી ઊઠાંતરી કેમ કરે છે?
- ત્યાંથી હીરોઇનો ઉઠાવી લવાય એવું નથી.
(સલોની વિપુલ મેહતા, મુંબઇ)

 

* 'ઍનકાઉન્ટર'ના મજાકીયા જવાબો તમે આપો છે કે બીજું કોઇ?
- મજાકીયા તો તમે કહો છો... ઘણા તો રડી પડે છે!
(સંજીવ ડી. દેસાઇ, મુંબઇ)

 

* લગ્ન નિમિત્તે વર-કન્યાને બદલે સાસુના જન્માક્ષર જોવડાવવા જોઇએ... સાચું?
- 'ડોહો આની પાસે ટકી કેવી રીતે ગયો?' એ મર્દાનગી તપાસવા ભાવિ સસરાના જન્માક્ષર જોવડાવવા બેહતર.
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

 

* ફૂલદાનીમાં ફૂલ જ હોય ને સાબુદાનીમાં સાબુ, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ પૂરાયેલો હોય છે?
- કોયલ-લોકોમાં કેવું હોય કે, નર કોયલ જ ગાઈ શકે છે, માદા કોયલ નહિ, એમ મચ્છર-લોકોમાં મચ્છરી જ કરડતી હોય છે... પુરૃષને તો મચ્છરદાનીની અંદર શું ને બહાર શું...! જય કન્હૈયાલાલ કી...!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

 

* ખર્ચાળ પત્ની સામે ટકી રહેવાનો કોઇ ઉપાય?
- અમે તો જાણે બહુ બધા ટકી ગયા હોઇશું તે... વાત કરે છે!
(નયન ભટ્ટ, મુંબઇ)

 

* રાજેશ ખન્ના કહે છે, 'સુંદરતા જોનારની આંખોમાં હોય છે.'
- સો ઉંદરડીઓ મારીને ડોહા અંબાજી ગયા છે.
(આર્યન સી. કાપડીયા, વડોદરા)

 

* મફતની સરકારી ગાડીઓમાં ફરતા ધારાસભ્યો માટે એસ.ટી. બસમાં રીઝર્વ્ડ સીટો રાખવી પ્રજાની મશ્કરી...?
- આવી એક એસ.ટી. બસમાં ધારાસભ્યની સીટ પર એક અલખ નિરંજન બાવો બેઠો હતો. મેં પૂછ્યું, ''આપ પહેલા ધારાસભ્ય હતા?'' એણે જવાબ આપ્યો, ''હવે થવું છે.''
(પ્રદીપ પંડયા, હિંમતનગર)

 

* તમે આટલા સ્માર્ટ લેખક કોને કારણે છો?
- ફક્ત બેવકૂફ વાચકો જ મને ચલાવી લેતા નથી.
(ધુ્રવ પંચાસરા, વિરમગામ)

 

* 'કાલા પાની'ની સજા ફરી ચાલુ કરવાનો સમય આવી ગયો હોય એવું તમને ય લાગે છે?
- આ સવાલ તમે કોને ધ્યાનમાં રાખીને પૂછ્યો છે, એ સમજી લઉં પછી જવાબ આપું.
(રજનીકાંત જી. ભૂડીયા, દ્વારકા)

 

* સરકારી અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો ગૂન્હાખોરી અટકે કે નહિ?
- એમાંના મોટા ભાગના ગૂન્હાખોરીની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

 

* તમારી પાસે સાસુએ કરડે એવો કૂતરો છે? હું ખરીદવા તૈયાર છું.
- મારી સાસુને મને કપાળમાં વહાલનું ચુંબન કર્યું હતું, એમાં મારે પેટમાં ૧૪ ઈન્જેકશનો લેવા પડયા હતા. કહો તો મારી સાસુને મોકલાવી આપું- વિના મૂલ્યે!
(તુષાર નાણાવટી, રાજકોટ)

 

* 'ઍનકાઉન્ટર'માં આપે, 'એક પણ સંત એમના અનુયાયીઓમાં દેશદાઝ ફેલાવતા નથી,' એવો જવાબ આપ્યો હતો. પરંતુ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબે કારગીલ યુધ્ધ વખતે જૈનોની ખાસ સભા બોલાવીને સૈનિકોના પરિવારો માટે મોટું ફંડ એકઠું કરેલું. એમના ૩૦૦માંથી ૧૫-૨૦ પુસ્તકો દેશપ્રેમને ઉજાગર કરનારા છે...
- આવા પૂજ્ય સંતશ્રીને 'ઍનકાઉન્ટર'ના ૭૫ લાખ વાચકો તરફથી સાષ્ટાંગ પ્રણામ કરૃં છું.
(એસ. શાહ, નવસારી)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved