Last Update : 25-March-2012, Sunday
 

મધુર વાણી એ ઇશ્વરની કૃપા છે

દોબારા દોબારા - અલતાફ પટેલ

 

કિતને શીરીં હે ઉસ્કે લબ કે રકીબ ગાલીયાં ખાકે બેમઝા ન હુવા.
કુછ તો પઢીયે કે લોગ કહેતે હે આજ ગાલીબ ગઝલ-સરા ન હુવા...ગાલીબ.
એના ઉપર ઈશ્વરની કૃપા કહો કે ખુદાની રહેમત, એના શબ્દોની મીઠાશ (શીરી)ની વાત જ ના પૂછશો. એના શબ્દેશબ્દમાં એટલી મોહિની હતી કે સાંભળનારનું ચિત્ત પુલકિત થઇ ઉઠે. દિલોદિમાગની ભડકેલી આગ ઘડીકમાં બાગ બની જાય. એવું તો સાંત્વન મળે કે વનમાં લાગેલ દવ ઠરી જાય. એની મિષ્ટ વાણીમાં બધું જ ઇષ્ટ હોય. કયાંય આરંભ કે અંતમાં દંભ સંભળાય કે દેખાય જ નહીં. ગાલીબસાહેબ એટલે જ એવી મિતભાષી વ્યકિતની વાત કરતાં કહે છે, એના હોઠો (લબ) પરથી પસાર થતા એકેએક શબ્દની મધુરતા એટલી અદ્ભુત હતી કે શત્રુ (રકીબ)ને અનાયાસે અપશબ્દ એના હોઠોથી પસાર થઇ જાય તો તેને પણ સહેજે અપ્રસન્નતા (બેમઝા), અપમાન જેવું સહેજે લાગે નહીં. શત્રુનું હૃદયપરિવર્તન કરવામાં આવા મધુર શબ્દો એટલા કારગત નીવડી શકે કે મૈત્રીનું વાતાવરણ છવાઈ જાય તો નવાઈ પામવા જેવું ન લાગે. ધ્યાનથી અહીં જોઈએ તો આપણા શબ્દોમાં કેટલી કર્કશતા, દંભ, કંકાસ ને ઘમંડનો ધ્વનિ રણકતો હોય છે કે દોસ્ત પણ દુશ્મન બની જાય. શાયરનો આડકતરો નિર્દેશ એ વાતની અહીં યાદ અપાવે છે. મોટાભાગના લોકો મનોરંજન માટે દિલ બહેલાવવા માટે કંઇક તો સાંભળવાની ઝંખના રાખતા હોય છે. એમની અધીરાઈ તો જુવો એકવાર ગાલીબ-સરા (ગઝલનું ગાવું) ન થયા, કોઇક કારણસર હાજર રહી શક્યા નહીં તો પણ શ્રોતાઓને તો સાંભળવાથી જ મતલબ. એક શાયરની ગેરહાજરીથી વ્યથિત એ વળી શાના થાય.
હો જબાં શહેત(મધ)સી તો શાદમાની (ખુશી) હો જાએ
બાતોં બાતોમેં દુનિયા ઉસ્કી દિવાની હો જાએ
ગુલિસ્તાં ખીલ ઉઠે, હર તરફ ખુશ્બુ છા જાએ,
બહારસે ભરપુર અલતાફ વિરાની હો જાએ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved