Last Update : 25-March-2012, Sunday
 

આજના સંદર્ભમાં બહેતર સામાજિક વાતાવરણ નિર્માણના નવ ઉપાયો કયા ?

એક જ દે ચિનગારી - શશિન્

બેમાણસો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થઈ રહ્યો હતો. એક માણસે કહ્યું ઃ 'આજનો માણસ કઠોર પણ છે અને નઠોર પણ ! એની આંખમાં શરમ જેવું કશું બચ્યું જ નથી !'
બીજાએ કહ્યું ઃ 'આજનો માણસ સંવેદનશીલ પણ છે અને સંવેદનશૂન્ય પણ. આજના સમાજમાં મોટાં માથાની ઇજ્જત રખાય છે પણ આમ આદમી તો ઉપેક્ષિત જ રહે છે. એની આબરૃની રક્ષા કરનારું કોઈ નથી !'
માણસની ચતુરાઈ ઘટે એનાથી સમાજને કે દેશને જે નુકસાન થાય એના કરતાં મોટું નુકસાન માણસની સંવેદનશીલતાને ઠેસ પહોંચે તેનાથી થતું હોય છે. દુનિયાના ભાવનાશીલ માણસોનું એક જ સૂત્ર હોય છે ઃ 'દિલ જો ભી કહેગા, માનેંગે. દુનિયામેં હમારા દિલ હી તો હૈ !'
ભગવાને જાતજાતનાં માણસો ઘડયા છે. કોઈકનું કાળજું સાવ કઠોર હોય છે તો કોઈકનું મીણ જેવું મુલાયમ. માણસની વાણી, વર્તન, વ્યવહારનું નિયામક બળ પણ તેનું હૃદય જ હોય છે ! કઠોર અને નઠોર લોકોને હૃદયની વાત સાંભળવાની આદત નથી હોતી.
અહીં એક તત્વબોધાત્મક પ્રસંગ ટાંકવાનું મન થાય છે. તે દ્રષ્ટાંત કથા અનુસાર માણસમાં એક વાર સંકોચ કે લાજ-શરમ તૂટી જાય ત્યારબાદ તે માણસ નિર્લજ્જ બની જતો હોય છે.
કોઈ રાજા સમક્ષ ન્યાય માટે ચાર અપરાધીઓને રજૂ કરવામાં આવ્યા. એમને માથે ગંભીર પ્રકારના આરોપો હતા. પહેલા અપરાધીને રાજાએ દેહાંતદંડની સજા ફરમાવી, કારણ કે એ રીઢો ગુનેગાર હતો. બીજા અપરાધીને આજીવન કેદની સજા ફટકારી. ત્રીજાને પાંચ વર્ષની મહેનત સાથેની સજા સંભળાવી અને ચોથા અપરાધીને વારો આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, 'અરે ! તેં આ શું કર્યું !' કહીને તેને છોડી મૂક્યો.
એ સાંભળી રાજાના મુખ્ય રક્ષાધિકારીએ કહ્યું, 'મહારાજ ! આમ કેમ ? આ ચારેયનો અપરાધ તો એક જ પ્રકારનો હતો અને એક સરખી જ કલમો તેમને લાગૂ કરવામાં આવી હતી, છતાંય એ ચારેયને અલગ અલગ પ્રકારની સજા કેમ આપવામાં આવી ? આપની ન્યાય પદ્ધતિ હું સમજી શકતો નથી.'
રાજાએ કહ્યું ઃ 'પછીથી તમને મારી ન્યાયશૈલી સમજાશે. થોડી રાહ જુઓ.'
બીજે દિવસે રાજાને સમાચાર મળ્યા કે જેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી હતી, તે કેદી જેલમાંથી ભાગી ગયો છે. જેને આજીવન કેદની સજા કરવામાં આવી હતી તે જેલમાં લહેર કરી રહ્યો છે ! જેને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, તેના પર સજાની કશી જ અસર વરતાતી નહોતી. અને 'તેં આ શું કર્યું' - કહીને જેને રાજાએ છોડી મૂક્યો હતો, તેણે જાતે ફાંસીનો ગાળિયો ગળામાં રાખીને આત્મહત્યા કરી હતી. આ છે માણસનો સ્વભાવ.
જેનામાં લાજ-શરમ હતી, તેને માટે રાજાના માર્મિક શબ્દો પૂરતા હતા. રાજાના શબ્દોથી એ પશ્ચાત્તાપની આગમાં જાણે સળગી રહ્યો હતો. અને એણે જીવનનો અંત આણ્યો.
આજે દુનિયા સમક્ષ એક ભયાનક સમસ્યા પેદા થઈ છે અને તે છે માણસ બદલાઈ રહ્યો છે ! એનામાં કઠોરતા અને નઠોરતા બન્નેની માત્રા વધી રહી છે ! અપરાધ કરતાં કે અપરાધી ઠરતાં માણસને લાજ-શરમ કે સંકોચની ચિંતા રહેતી નથી ! માણસ બોલવામાં દિવસે-દિવસે કઠોર અને વર્તનમાં દિવસે-દિવસે નઠોર બની રહ્યો છે. પરિણામે ગૃહકલેશ અને વેરવૃત્તિ વકરી રહી છે. કોઈનું ચારિત્ર્યહનન કરવું, બે-બુનિયાદ આક્ષેપો કરવા, સામેની વ્યક્તિને બોલવાની તક આપ્યા વગર કે તેની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા વગર તેને અપરાધી ઠેરવી તેનું હળહળતું અપમાન કરવું, તેને ઉતારી પાડવો આ બધી વાણી અને વર્તનવિષયક સ્વચ્છંદતાએ માઝા મૂકી છે.
ઘર, પરિવાર અને સમાજ સંસ્કાર તૃષાની પરબ છે. મમ્મી-પપ્પામાં ઉગ્રતા છે. વર્તનમાં ઉદ્દંડતા છે, બાળકોના દેખતાં પરસ્પર પર વરવા આક્ષેપો કરતાં તેઓ ખચકાતા નથી ! શેઠાણી નોકર, રસોઈયા અને કામવાળીને નાનાં-નાનાં પોતે માની લીધેલાં કારણોસર હડધૂત કરે છે. માણસની જીભમાંથી સતત હજારો ક્વીન્ટલ કડવા શબ્દો આ ધરતી પર ઠલવાતા જ રહે છે. આજે મધુરતા નબળાઈ અને કટુતા સિદ્ધિ ગણાય છે. બૉસ કર્મચારીને કઠોર શબ્દોમાં ધમકાવ્યાનો આનંદ લે છે અને નઠોર કર્મચારી કોઈ 'ઉપર'ની મહા લાગવગને કારણે બોસના આદેશોનું ધરાર ઉલ્લંઘન કરે છે !
માનવ મૂલ્યોનો હ્રાસ એ પ્રલયની એંધાણી નથી ? જળપ્રલય કે ભૂકંપ અથવા જ્વાળામુખીથી થનાર પ્રલય કરતાં પણ ભયાનક પ્રલય છે માણસની માણસ પ્રત્યેની ઉદાસીનતા, માણસ-માણસ વચ્ચે વધી રહેલી ખાઈ, માણસમાં વકરી રહેલી અસહિષ્ણુતા, માણસના હૃદયની દિને-દિને ઘટી રહેલી ભીનાશ, માણસનો શિથિલ થયેલો પોતાની લાગણીઓ પરનો કાબૂ અને વધી રહેલું વર્તનનું વરવાપણું, નિર્લજ્જતા અને નફ્ફટાઈ !
આજના સંદર્ભમાં બહેતર સામાજિક વાતાવરણ નિર્માણના ઉપાયો કયા ?
૧. વ્યક્તિ પોતાનામાં ઉત્તમ નાગરિકત્વનું નિર્માણ કરે.
૨. મોટા આગળ ઝુકવાને બદલે આમ આદમીની ઇજ્જત કરે.
૩. ધાર્મિક-આધ્યાત્મિક પુરૃષોના નમન-વંદનની સાથે માતા-પિતા-ઘરનાં વૃદ્ધો, વૃદ્ધ નોકર-ચાકર, આયા, રસોઈયા, માળી, સફાઈ કામદારને પણ સ્વજન ગણી આદર આપે.
૪. ઘરનું વાતાવરણ સંસ્કારપૂર્ણ બની રહે એ માટે આબાલવૃદ્ધ સહુ યોગ્ય વર્તન સંહિતાનું પાલન કરે.
૫. માત્ર અમીર બનવાનાં ખ્વાબ જોવાની સાથે ઉદાત્ત બનવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે.
૬. વાણીસંયમનો આદર્શ સ્વીકારી શોર-બકોર, ઘોંઘાટ અને ધાંધલ ધમાલથી આ પૃથ્વીને સહુ મુક્ત રાખે, બીજાના મંતવ્ય પ્રત્યે ક્ષમાભાવ.
૭. સંબંધોમાં સંવાદિતા, આર્થિક વ્યવહારમાં વચનબદ્ધતા અને ઇમાનદારી, સામેની વ્યક્તિનું ગૌરવ સાચવીને વાદ-વિવાદ કરવાનું સૌજન્ય અને દોષદ્રષ્ટિને બદલે ગુણગ્રાહી દ્રષ્ટિનું સંવર્ધન.
૮. પોતાની સીમામાં રહીને દરરોજ માનવતાસભર એક સેવાકાર્ય- સત્કર્મને જ ભગવાન માનવાની મનને તાલીમ.
૯. સરકારી કે ખાનગી નોકરીમાં અધિકારી તરીકેના અહંકારને બદલે અધિકારી (યોગ્યતા પૂર્ણ) બનવાનો વિવેક, કામચોરી, બહાનાખોરી, ભ્રષ્ટતા અને વાયદાબાજીને બદલે સોંપાયેલા કે અધિકારક્ષેત્રના કામનો ત્વરિત નિકાલ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved