Last Update : 25-March-2012, Sunday
 

જ્ઞાની એ તો પરમાત્માનું હૃદય છે !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

 

- કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિ ઇશ્વરને વિશે એમ કહે છે કે 'ઇશ્વર મોટા મોટા સામ્રાજ્યથી વિમુખ થઈ શકે છે, પણ નાનાં-નાનાં પુષ્પોથી નહીં.'

ભક્તિમાર્ગનો પ્રવાસી ભક્તની આંખે ભગવાનને જુએ છે. કર્મયોગનો સાધક કર્મની પાંખે ઇશ્વરભક્તિ કરે છે, તો જ્ઞાાનમાર્ગના પ્રવાસી ઇશ્વરના જ્ઞાાનસ્વરૃપને પામવાનો પ્રયત્ન કરે છે. આ ત્રણેયનું અંતિમ ધ્યેય સમાન છે, પરંતુ એમની ધ્યેયપ્રાપ્તિની પ્રક્રિયા, ઉપાસનાની ક્રિયા અને આરાધનાની પદ્ધતિ તદ્દન ભિન્ન છે.
સ્તુતિ, ભજન કે યાચનાથી ભક્ત ઇશ્વરની ઉપાસના કરશે, ઉમદા કર્મો કરીને કર્મયોગી ઇશ્વરના આશીર્વાદ પામશે, ત્યારે પોતાના આત્મા વિશે કે સ્વ-સ્વરૃપ વિશે ઊંડું ચિંતન કરીને જ્ઞાાનમાર્ગી પરમાત્માને પામવા પ્રયત્ન કરશે. આવા જ્ઞાાનમાર્ગીની દ્રષ્ટિ આગવી હોય છે. સામાન્ય માનવી જે રીતે વિચારે છે, તેના કરતાં જ્ઞાાનમાર્ગી જગતને જુદી રીતે નિહાળે છે. એના ચૈતન્યસ્વરૃપને સાક્ષીરૃપે જુએ છે. આ સાક્ષીનાં લક્ષણો પણ અનોખા છે. એ સાક્ષી નિરંજન અને નિર્લેપ છે. એ પૂર્ણરૃપે નિર્ભય છે, સંકલ્પ અને વિકલ્પથી દૂર છે. સુખદુઃખથી રહિત છે. અજ, અમર, સત્-ચિત્ત-આનંદસ્વરૃપ છે.
હકીકતમાં આવાં લક્ષણો ઉપનિષદના ઋષિઓએે પણ બતાવ્યા છે અને એમણે બ્રહ્મની ઓળખ આપતી વખતે આ બધા વિશેષણો પ્રયોજ્યાં છે, એવી જ રીતે શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ આ જ્ઞાાનસ્વરૃપની ઓળખ આપવામાં આવી છે. ભક્તો અને સંતોએ પણ પોતાની રીતે ઇશ્વરની ઓળખ આપી છે. પ્રત્યેક વ્યક્તિની ઇશ્વરની ઓળખ એના સાધનામાર્ગમાંથી પ્રગટ થઈ રહી છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિ ઇશ્વરને વિશે એમ કહે કે 'ઇશ્વર મોટા મોટા સામ્રાજ્યથી વિમુખ થઈ શકે છે, પણ નાનાં-નાનાં પુષ્પોથી નહીં.' એનો અર્થ એ કે આ કવિને પુષ્પોના સૌંદર્યમાં ઇશ્વરનો અણસાર સાંપડે છે. તો એ જ ઇશ્વરને જોવા માટે ગાંધીજી શ્રદ્ધાના તત્ત્વનું મહત્ત્વ કરે છે. એમના મતે ઇશ્વર નિરાકાર છે અને એનું દર્શન આંખથી નહીં, પણ શ્રદ્ધાથી થઈ શકે છે. સ્વયં ભગવાન બુદ્ધે કહ્યું છે કે જે ઇશ્વર સંબંધે પૂછે છે તે ભૂલ કરે છે અને એનો જે ઉત્તર આપે છે તે પણ ભૂલ કરે છે.
આ ઇશ્વર શાસ્ત્રો કે ધર્મગ્રંથોમાં છુપાયેલો નથી અને એથી તો રામકૃષ્ણ પરમહંસ જેવા પરમ ભક્ત એમ કહે છે કે માત્ર ધર્મગ્રંથો કે શાસ્ત્રો વાંચીને ઇશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નક્શામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સાંભળવું, તો કોઈ જ્ઞાાનયોગી એમ કહેશે કે ઇશ્વર એ તો સુખદુઃખરહિત, આનંદસ્વરૃપ અને સાક્ષીરૃપ છે. આ જ્ઞાાનમાર્ગનો પ્રવાસી આ સાક્ષીને પરમાત્મા કે પરબ્રહ્મ કહેશે. ઇશ્વર કે 'ગૉડ' જે કહેવું હોય તે કહો, પણ એ સાક્ષી જ છે. એક સરખા લક્ષણોવાળી બે વસ્તુઓ જેમ ન હોય અને હોય તો એ બંને એક જ ગણાય, તેથી સાક્ષી તે જ પરમ બ્રહ્મ છે.
જ્ઞાાનમાર્ગના ગ્રંથોમાં બ્રહ્મનું રહસ્ય આપવામાં આવ્યું છે. જો કે એમ કહેવાય છે કે એનું સ્વરૃપ એવું છે કે જે વાણીથી વર્ણવી શકાય નહીં. એ એવી પરમ આનંદમય અવસ્થા છે કે જે અવસ્થાને જીવનની બીજી કોઈ અવસ્થા સાથે સરખાવી શકાય નહીં.
માનવી જાગતો હોય તો એ જાગ્રત અવસ્થામાં છે, સુષુપ્તિમાં હોય તો એ સુષુપ્ત અવસ્થા છે અને મીઠાં મધુરાં-ડરામણાં કે વિચિત્ર સ્વપ્નોમાં ડૂબેલો હોય તો એ સ્વપ્નાવસ્થા છે, પરંતુ ઇશ્વરનું જે તત્ત્વ છે તે સાવ જુદું છે અને તે આનંદાવસ્થા છે. અંતઃકરણના આનંદરૃપે એની પ્રતીતિ થાય છે અને આવા આનંદ સાથે શરીરનો કોઈ સંબંધ હોતો નથી, તેમાં ઇંદ્રિયોની કોઈ લીલા હોતી નથી, મનના વિચારોથી એ પર હોય છે. આવા અંતઃકરણના આનંદને જ્ઞાાનીઓ શુદ્ધ સત્ત્વ કહે છે, અને આવા શુદ્ધ-સત્ત્વ અથવા આનંદમય અવસ્થાનો જે સાક્ષી જે તત્ત્વ છે તે જ સાક્ષી છે, એ જ બ્રહ્મ છે, એ સાક્ષી પદ પર એક-બે ક્ષણ સુધીથી વધુ સમય સ્થિત રહી શકાતું નથી. જ્ઞાાની એ પદ પર બને તેટલો વધારે સમય સ્થિતિ ધારણ કરવા પ્રયત્ન કરે છે. આથી જ કહ્યું છે,
'ઇન્દ્રિયાણી પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સ ઃ ।।'
'શરીરથી ઇન્દ્રિયોને પર કહીએ એટલે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે અને અલગ છે, ઇંદ્રિયોથી મન પર છે એટલે મન ઇંદ્રિયો કરતાં શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે અને અલગ છે. મનથી બુદ્ધિ એટલે સમતાવાળી બુદ્ધિ-શુદ્ધ સત્ત્વ પર છે, શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે અને અલગ છે. અને એ સમતાવાળી બુદ્ધિ કે શુદ્ધ સત્ત્વ વિશુદ્ધ અંતઃકરણથી પણ જે અત્યંત પર છે તે આત્મા છે.'
જ્ઞાાનમાર્ગના પરમ આરાધક શ્રી ચંદુભાઈને એક ભાઈએ પૂછ્યું, 'પરમાત્માનું સાચું સ્વરૃપ મને સમજાવો.'
એમણે કહ્યું કે 'જ્ઞાાન લેવા માટે સરળ હૃદય, જાણવાની પરમ ઇચ્છા અને એની પાછળ મંડયા રહેવાની વૃત્તિ હોવી જોઈએ.'
અને પછી પરમાત્માના સ્વરૃપને દર્શાવતાં જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈએ કહ્યું, 'કંઈકમાંથી કંઈક થાય છે એ અત્યારનો સિદ્ધ થઈ ચૂકેલો વૈજ્ઞાાનિક સિદ્ધાંત છે, કંઈ જ ન હોય તો, એમાંથી કંઈ જ ન થાય. જ્યારે હું ન હતો, તું ન હતો, આ જગત ન હતું, આખું બ્રહ્માંડ ન હતું ત્યારે કંઈક તો હતું જ, કારણ કે હું, તમે, જગત અને બ્રહ્માંડ અત્યારે દેખાઈએ છીએ એટલે આપણા સૌની પહેલાં કંઈક તો હતું. જો કંઈ પણ ન હોત તો આપણે સૌ દેખાઈએ છીએ, તે ન હોત. એ મૂળના કંઈકમાંથી જ આખું બ્રહ્માંડ થયું છે. આપણું જગત થયું છે, હું થયો છું અને તું થયો છે. એ મૂળના કંઈકને જ બ્રહ્મ કહો, પરમાત્મા કહો, ખુદા કહો, અલ્લા કહો, કૃષ્ણ કહો, રામ કહો કે ઁ કહો. જે કહેવું હોય તે કહો. એ એક જ તત્ત્વમાંથી આખું બ્રહ્માંડ થયું છે.
'જેમ વિશાળ મહાસાગરમાં મોજાં છે, પરપોટા છે, ફીણ છે, તેમ આ વિશાળ એક જ તત્ત્વ ચૈતન્યસાગરમાં બ્રહ્માંડ છે, જગત છે, જગતની વસ્તુઓ છે, આપણે છીએ. વિશાળ મહાસાગરથી જેમ મોજાં, પરપોટાં અને ફીણ નોખાં નથી. મોજાં, પરપોટાં કે ફીણનો એક પણ ભાગ એવો નથી કે જે તે મહાસાગરથી રહિત હોય, એટલે આપણી ઉપર, નીચે, અંદર, બહાર, સર્વત્ર, સર્વરૃપે તે જ એક ચૈતન્યસાગર ઉછાળા મારી રહ્યો છે. એ એક અનંત તત્ત્વ જ જુદે જુદે રૃપે ભાસે છે. આમ અખિલ વિશ્વને એક જ ચૈતન્યરૃપે, એક અખંડ, પૂર્ણ બ્રહ્મ, સત્ય, શુદ્ધ રૃપે જોયા કરવું એ જ કર્તવ્ય કર્મ, એમાં દ્રઢતા થવી એ જ બ્રહ્મદર્શન કે પરમાત્માદર્શન અને એ પરમ તત્ત્વમાં નિષ્ઠા થવી એ જ આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર.
'એક બીજી વાત, મનને પોતાનું તો કાંઈ જ સ્વરૃપ નથી. જગતના પદાર્થોની સંકલ્પશક્તિ થાય છે, ત્યારે મન જાગ્રત થયું ગણાય છે. મન જેના સંકલ્પવિકલ્પ કરે છે, જેનું ચિંતન કરે છે તે સ્વરૃપનું આપોઆપ બની જાય છે. જગતના પદાર્થોનો કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે ભાવોનો જો તે વિચાર કરશે, તો એ ભાવોવાળું બની જશે. શાંતિના, પ્રેમના અને આનંદના વિચાર કરશે તો એ તન્મયી બની જશે.
'ટૂંકમાં મન ઉત્તમ ભાવના ચિંતનથી ઉત્તમ ભાવ જેવું બની જાય છે, હલકા ભાવના ચિંતનકાળમાં તે હલકા ભાવવાળું થઈ જાય છે. તારા, મારા અને આખા વિશ્વના મૂળસ્વરૃપ પરમાત્માનું ચિંતન કરે, તો એ જ મન પરમાત્મમય બની જાય છે. જેટલી પળ મન પરમાત્મમય રહેશે તેટલી પળ એ પરમાત્મસ્વરૃપ જ છે. એ પળો વધારતા રહેવું એ આપણા સૌનું કર્તવ્ય છે. એ જ સાચો ધર્મ છે. એને લગતા આચારો એ જ સદાચાર છે. દોસ્ત, જ્ઞાાનમાં જ્ઞાાન આટલું છે. એ મનને વારંવાર ચૈતન્યસાગરમાં લીન કરતું રહે છે.'
પરમાત્મા તરફ વળનાર માનવ સમાજને શ્રીકૃષ્ણ ભગવાને ચાર વિભાગમાં વહેંચી નાખ્યો છે. એક દુઃખી માનવ સમાજ ગરીબાઈ, બેકારી, રોગ વગેરેથી બચવા માટે પરમાત્માનું શરણ શોધે છે. બીજો વર્ગ કંઈ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રનો અભ્યાસ કરે છે. જ્ઞાાનીઓનો સહવાસ શોધે છે, ધ્યાન, મનન વગેરે કરે છે. ત્રીજો વર્ગ લૌકિક સ્વાર્થથી કંઈક ડરતો 'ભગવાન મારું કામ કરી દેશે' એવી આશાથી ભક્તિ કરે છે. અને ચોથો વર્ગ જે જ્ઞાાનીઓનો છે, તે કોઈ પણ પ્રકારના સ્વાર્થ સિવાય શાંતિથી-સમતાથી શુદ્ધ જીવન ગાળતાં ગાળતાં પરમાત્માનું ધ્યાન કરતો રહે છે. પહેલા ત્રણને કંઈ ને કંઈ લૌકિક સ્વાર્થ રહ્યો છે. જ્યારે ચોથા જ્ઞાાની નિઃસ્વાર્થી ગણાય છે. જ્ઞાાની પરમાત્માને ખૂબ પ્રિય છે. બીજા સૌ પ્રિય તો છે જ, પણ જ્ઞાાની તો પરમાત્માનું હૃદય જ છે એમ શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે.'

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved