Last Update : 25-March-2012, Sunday
 

સૂર છે મારો શ્વાસ

આજકાલ - પ્રીતિ શાહ

- એમના દિલમાં તો સતત એક ઇચ્છા વસેલી હતી અને તે એ કે જીવનભર જેનો સાથ મળ્યો છે એવા સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડવુ

૭૮વર્ષના કે.પી.કે. કુટ્ટીનો દિવસ સવારે ચાર વાગ્યે શરૃ થાય અને પછી આ સંગીતશિક્ષકની કલાયાત્રાનો પ્રારંભ થાય. વિદ્યાર્થીઓમાં કુટ્ટીસરને નામે જાણીતા આ સંગીત શિક્ષક નિયમિતપણે જુદી જુદી નિશાળોમાં સંગીતશિક્ષણ માટે જાય. દેવાલયોમાં જઈને સંગીત શીખવે અને આમ નિયમિતપણે સંગીતના ભેખધારીનું કામ ચાલ્યા કરે. આજ સુધીમાં માત્ર ૨૦૦૬માં એક વાર એકવીસ દિવસ કુટ્ટી આ સંગીતયાત્રાએ નીકળ્યા નહોતા. એનું કારણ એટલું જ કે એમને કેમોથેરાપી માટે જવું પડયું હતું. મંદિરની પાસે નાનકડા ઘરમાં વસતા કુટ્ટીને ઘેર હોય ત્યારે પણ સંગીતના વાતાવરણમાં શ્વાલ લેવાનું મળે છે. આમ તો છ વર્ષની વયે કુટ્ટીને એની અંધ મોટી બહેને સંગીત શિક્ષણ આપવાની શરૃઆત કરી. એ સમયે કુટ્ટી વીણાવાદન કરતા હતા. કુટ્ટીના લોહીમાં પણ સંગીતના સૂર લખેલા છે. એનું કારણ એ કે એના પિતા સંગીતશિક્ષક અને મંદિરના પૂજારી હતા. જોકે પિતાના આગ્રહને પરિણામે જ કે.પી.કે. કુટ્ટીએ અંગ્રેજીમાં માહિર થઈને આબરૃદાર સરકારી નોકરી લેવાનું નક્કી કર્યું. ૧૯૫૮માં કુટ્ટી અંગ્રેજી સાથે એમ.એ. થયા અને પછી ભારતીય વાયુદળની નોકરીની સાથોસાથ લેખનકાર્ય ચાલુ રાખ્યું. સંજોગો પણ કેવો આકાર લેતા હોય છે ! કુટ્ટીએ એક અખબારમાં 'વાચકોનો પત્ર' લખ્યો અને એ અખબારે એમના વિચારોથી પ્રભાવિત થઈને અખબારમાં લખવાનું કહ્યું. પરિણામ એ આવ્યું કે કુટ્ટી પત્રકાર તરીકે પણ જાણીતા થયા. એ પછી અખબારી જગતમાં ઊંચું પદ મેળવ્યા બાદ વર્ષો સુધી કામ કર્યું અને નિવૃત્ત થયા બાદ એ કોઈ સારી નોકરી મેળવી શક્યા હોત, પરંતુ એમણે કેરાલાના પોતાના ગામમાં જઈને વસવાનું નક્કી કર્યું. કાવાશેરી ગામમાં જઈને એમણે પચીસ માઈલના વિસ્તારમાં આવેલી નિશાળો અને દેવાલયોમાં વિનામૂલ્યે સંગીતનું શિક્ષણ આપવાનું શરૃ કર્યું. જિંદગીની રફતારમાં કુટ્ટીએ અનેકવિધ જવાબદારીઓ નિભાવી, પરંતુ આ બધાની સાથે એમના દિલમાં તો સતત એક ઇચ્છા વસેલી હતી અને તે એ કે જીવનભર જેનો સાથ મળ્યો છે એવા સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડવું અને આજે સાડા ત્રણસો જેટલા બાળકો કુટ્ટીસરના કલાસમાં આવીને સંગીતની તાલીમ મેળવે છે. અને કુટ્ટી આટલી બુઝુર્ગ વયે પણ ઉત્સાહભેર સંગીત શીખવવા માટે ચોતરફ દોડતા હોય છે.

 

સમાજસેવા કાજે જન્મ

- નીલિમાએ ગરીબ આદિવાસીઓને જમીન પાછી અપાવવાનો પ્રયત્ન કર્યો. અને ઘણા આદિવાસીઓને જમીન પાછી મળતાં તેઓ વતનમાં પાછા ફર્યા. નીલિમાને રેમન મેમ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે

જિંદગીના આરંભે જ નીલિમા ચંદ્રશેખર મિશ્રાએ નિર્ધાર કર્યો હતો કે સમાજસેવા જ કરવી છે, જીવનમાં બીજું કશું કરવું નથી. એના સહાધ્યાયીઓ પણ નીલિમાની આ તમન્ના જાણતા હતા અને ઘણી નાની વયથી જ નીલિમાએ પૂણેમાં પોતાનું કામ શરૃ કર્યું. એને ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કામ કરવાની તક મળી. આ સમયે નીલિમા કાલબાગ સર સાથે કામ કરતી હતી, પરંતુ એણે જોયું કે પોતે જે લોકોની વચ્ચે ઉછેર પામી છે એમની સાથે કામ કરવું એમને માટે વધુ સરળ બનશે. એણે ચૌદ મહિલાઓને લઈને એક સ્વાવલંબી સંસ્થા શરૃ કરી અને મહારાષ્ટ્રના ચાર જિલ્લાના બસો ગામોમાં બે હજાર જેટલા સ્વયં સહાયતા સમૂહ સ્થાપ્યા. એવામાં દુષ્કાળગ્રસ્ત એવા વિદર્ભ અને બીજા જિલ્લાઓમાં ખેડૂતોની આત્મહત્યાની ઘટના બનવા લાગી. પરિસ્થિતિને દોષ આપવાને બદલે કે દુષ્કાળનું કારણ આગળ ધરવાને બદલે એણે ખેડૂતો પાસે જઈને સમાધાન મેળવવા કોશિશ કરી. આ ખેડૂતોને સ્થાનિક શાહુકારો ઘણા ઊંચા વ્યાજે રકમ આપતા હતા અને તેને પરિણામે ખેડૂતની આવક એ વ્યાજ ભરવામાં જ પૂરી થઈ જતી. આ સમયે નીલિમાને રમેશભાઈ કચોલિયા મળ્યા અને એમણે જુદા જુદા ગામોમાં જઈને ખેડૂતોને એકઠા કર્યા. કોઈને પાંચ હજારની જરૃર હતી તો કોઈને દસ કે પંદર હજારની જરૃર હતી. એમણે દસ-દસ ખેડૂતોનો એક સમૂહ તૈયાર કર્યો અને ખેડૂતોને મદદ કરી. જે કંઈ રકમ આપી તે બે વર્ષ બાદ પાછી આપવાનું કહ્યું. પરિસ્થિતિ એવી બની કે માત્ર એક જ વર્ષમાં આ ખેડૂતો એમણે જે રકમ લીધી હતી તે પાછી આપી ગયા.
નંદુરબાર જિલ્લામાં પણ નીલિમાએ કામ કરવાનું નક્કી કર્યું. અહીં સાવ જુદો જ અનુભવ થયો. એની ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને સો રૃપિયા ઉધાર લેવા હોય તો દસથી ત્રીસ રૃપિયા જેટલું વ્યાજ આપવું પડયું હતું. આ નંદુરબારમાં એક એવો વણલખ્યો નિયમ પ્રવર્તતો હતો કે આઠ મહિનામાં લીધેલી રકમ બમણી થઈ જાય અને એક વર્ષમાં ચાર ગણી થાય. સ્થાનિક વ્યાજખોરોએ આવી ગણતરી કરીને આ લોકોની જમીન ગિરવે રખાવી હતી. જમીન આપી દો અને મૂળ રકમના વ્યાજથી મુક્ત થાઓ એવી યોજના કરી હતી. આને પરિણામે લોકો જમીન ગીરો રાખીને છેક સૌરાષ્ટ્ર સુધી નોકરી કરવા પહોંચી ગયા હતા. નીલિમાએ આ ગરીબ આદિવાસીઓને જમીન પાછી અપાવવાનો પ્રયત્ન કર્યો. અને ઘણા આદિવાસીઓને જમીન પાછી મળતાં તેઓ વતનમાં પાછા ફર્યા. મહારાષ્ટ્રના જલગાંવમાં બહાદ્દરપુર ગામમાં રહેતી નીલિમાને રેમન મેમ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved