ગુજરાતમાં સૌપ્રથમવાર GPRS મીટર રીડીંગનો પ્રારંભ

- SMS દ્વારા ઇલે.બિલની રકમ જાણી શકાશે

- વડોદરામાં તા.1લી એપ્રિલથી SMS મળવાના શરૂ થશે

વડોદરા, તા.25 માર્ચ, 2012

રાજ્યમાં સૌપ્રથમવાર GPRS મીટર રીડીંગનો પ્રારંભ થયો છે. વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL) દ્વારા આ કાર્ય થયું છે. જેમાં પ્રથમ તબક્કામાં 7 સબ ડિવિઝન હેઠળ કાર્ય થયું છે અને ત્રણ લાખ ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે. સાથે જ SMS દ્વારા ઇલેકટ્રિક બિલની રકમ જાણી શકાશે. વડોદરામાં તા.1લી એપ્રિલથી જ આ બિલની રકમના જએસએમએસ મળવાના શરૂ થઇ જશે. એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર વડોદરાને આવરી લેવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરમાં અત્યારે જે મીટર રિડીંગ માટે હેડ મશીનનો ઉપયોગ થાય છે, તેમાં જીપીઆરએસ આવી જતા જે આંકડા લેવામાં આવશે તેની તરત જ ખબર મેઇન સેન્ટર ખાતે ખબર પડી જશે અને તેની સાથે જ મીટરની કંન્ડીશન અને તેના મેન્ટેનન્સ અંગેની જાણકારી પણ મળી શકશે.

એમજીવીસીએલના અધિકારીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં સાત ડિવિઝનનાં ત્રણ લાખ ગ્રાહકોને અમે આવરી લીધા છે ત્યારે એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર વડોદરાને આવરી લેવાનો પ્રયાસ છે.