Last Update : 25-March-2012, Sunday
 
તાપી-ડાંગ જિલ્લાની બોર્ડર પર ૧૭ હેકટર જંગલ આગમાં બળી ગયું

 

દવ રેખા બનાવેલી ન હોવાથી આગ ઝડપથી પ્રસરીઃ રાત્રે લાગેલી આગ સવારે કાબુમાં આવીઃ વૃક્ષોને વ્યાપક નુકસાન
બારડોલી,વધઇ, શનિવાર
તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાની બોર્ડર પર રાત્રે જંગલમાં આગ લાગતાં સાદડવેર, બરડીપાડા અને ભેંસકાત્રી રેંજ વિસ્તારના જંગલને મોટી અસર થઇ છે. ડાંગના બરડીપાડા અને તાપીના વાડીરૃપગઢ ગામના ડુંગર વિસ્તારમાંથી મોડી રાત્રે આગ શરૃ થઇ હતી. આગ વહેલી સવારે કાબુમાં આવી ત્યાં સુધીમાં સાદડવેલ રેંજના ૭ હેકટર અને બરડીપાડા તથા ભેંસકાત્રીના ૮ થી ૧૦ હેકટર જંગલ બળી ગયા છે.
સ્થાનિક સૂત્રો તથા વન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગતરાત્રીના ૧૧ વાગ્યાના સુમારે વ્યારા વન વિભાગના સોનગઢ તાલુકાના વાડીરૃપગઢ ગામે ડુંગર વિસ્તારમાં જંગલમાં અચાનક આગ પાટી નીકળી હતી. ઉપરાંત ડાંગ વનવિભાગના બરડીપાડા રેંજમાંથી પણ આગ શરૃ થઇ છે. વાડીરૃપગઢ અને બરડીપાડા ડાંગ અને તાપી જિલ્લાના બોર્ડરના ગામો છે. રાત્રી પવનના સુસવાટામાં આગ ઝડપથી પ્રસરી હતી. રાત્રે આગે વિકરાટ સ્વરૃપ ધારણ કરતા સાદડવેલ રેંજના ઘૂટવેલ, ટેમ્પકા, મોટાતારપાડા, નાનાતારપાડા, ઉમરદા, દરડી, વડપાડાસુકી સહિતના વિસ્તારના જંગલ આગની લપેટમાં આવી ગયા હતા. મળસ્કે ૩ વાગે વન વિભાગની ટીમ અને વન સમિતિના સદસ્યોએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ સવારે આગ કાબુમાં આવે તે પહેલાં સાદડવેલ રેંજના ૭ હેકટર જંગલ અને બરડીપાડા, ભેંસકાત્રી અને કાલીબેલ વિસ્તારમાં ૮ થી ૧૦ હેકટર જંગલો આગની લપેટમાં આવતાં ઊભેલા વૃક્ષો સળગી ગયા હતા.
અત્રે નોંધનીય છે કે વ્યારા વન વિભાગ અને ડાંગ વન વિભાગના બોર્ડરના જંગલોમાં દવરેખા બનાવવામાં આવી ન હતી અને છેલ્લા ૧૫ દિવસથી સતત ગરમી અને પાનખર ઋતુનો પ્રારંભ થતાં વૃક્ષોના સુકા પાનના ઢગલા થઇ ગયા હતા. જેને પગલે આગ ઝડપથી પ્રસરી હોવાનું જણાય છે. જંગલમાં આગથી વૃક્ષોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપરાંત જંગલ વિસ્તારના ગામોને પણ અસર થઇ છે. જો કે જાનહાની કે ઘર-મિલ્કતને નુકસાનના કોઇ હેવાલ મળતા નથી.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved