Last Update : 25-March-2012, Sunday
 
સુરતના બે બિલ્ડર્સ જુથની રૃા.૪૫ કરોડની બેનામી આવક મળી

 

રૃા.૨.૧૦ કરોડની કિંમતની જ્વેલરી મળી, ૯ બેંક લોકર સીલ કરાયા ઃ આકાશ ગુ્રપમાં સર્ચ ઓપરેશન જારી
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
સુરત ઈન્કમટેક્સ વિભાગની ઈન્વેટીગેશન વિંગે સુરતના બે બિલ્ડર્સ જુથો જે.ટી.ગુ્રપ તથા આકાશ ગુ્રપની કુલ ૨૩ સ્થળો પર બે દિવસથી જારી રાખેલા વ્યાપક સર્ચ ઓપરેશનના અંતે આજે બંને જુથોની કુલ રૃ.૪૫ કરોડની બેનામી આવક જાહેર કરી છે.જ્યારે બંને બિલ્ડર્સ જુથોની કુલ રૃ.૨.૧૦ કરોડની કિંમતની જ્વેલરી તથા ૯ બેંક લોકર્સ સીલ કરી આકાશ ગુ્રપને ત્યાં સર્ચ ઓપરેશન હજુ જારી રાખવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
સુરત ઈન્કમ ટેક્સ ખાતાની ડીડીઆઈ વિંગ દ્વારા તા.૨૨મી માર્ચની વહેલી સવારે સુરતના બિલ્ડર જયંતિ હીરપરાના જે.ટી.ગુ્રપ તથા બિલ્ડર મનીષ-સમીર પટેલના આકાશ ગુ્રપના કુલ ૨૩ જેટલી પ્રિમાઈસીસ પર વ્યાપક પાયા પર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી.છેલ્લાં બે દિવસોથી સુરત,વલસાડ,અમદાવાદ તથા વડોદરા ઈન્કમ ટેક્સ ખાતાના ૧૫૦ જેટલા અધિકારીઓએ બંને બિલ્ડર્સ જુથોના પાલ,સીટીલાઈટ,અલથાણ,પુણા વગેરે સ્થળોએ આવેલા રેસીડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ સાઈટ્સ પર સર્ચ કરી હતી.
તદુપરાંત જે.ટી.ગુ્રપ તથા આકાશ ગુ્રપ સાથે ધંધાકીય સંબંધો ધરાવતા આર્કીટેક્ટ સંજય જોષી તથા રાજમંદિર ગુ્રપના નિલેશ પટેલના ધંધાકીય સ્થળોને પણ સર્ચના સકંજામાં લીધા હતા.સતત બે દિવસોથી આયકર વિભાગે બંને બિલ્ડર્સ જુથોને ત્યાં જારી રાખેલી સર્ચની કાર્યવાહી દરમિયાન થોકબંધ વાંધા જનક દસ્તાવેજો કબજે કર્યા હતા.આજે ડીડીઆઈ વિંગે બિલ્ડર્સ-આર્કીટેક્ટ્સની કુલ ૨૩ પૈકી ૨૨ પ્રિમાઈસીસ પર હાથ ધરેલું સર્ચ ઓપરેશન પુર્ણ કર્યું હતુ.જ્યારે આકાશ ગુ્રપના બિલ્ડર મનિષ-સમીર પટેલની એક પ્રિમાઈસીસ પર આયકર વિભાગની સર્ચ હજુ જારી રાખવામાં આવી છે.
આયકર વિભાગે આજે મોટા ભાગે સર્ચ ઓપરેશનની કાર્યવાહી પુર્ણ કરતાં બિલ્ડર જયંતિ હીરપરાના જે.ટી.ગુ્રપની કુલ રૃ.૨૨ કરોડ તથા આકાશ ગુ્રપના બિલ્ડર બંધુ મનિષ-સમીર પટેલની રૃ.૨૧ કરોડની બેનામી આવક શોધી કાઢી હોવાનું જાહેર કર્યુ છે.બંને બિલ્ડર્સ જુથોના કુલ ૯ બેંક લોકર્સ સીલ કરી કુલ રૃ.૨.૧૦ કરોડની કિંમતની જ્વેલરી કબજે કરાઈ છે. તદુપરાંત બંને બિલ્ડર્સ જુથો સાથે ધંધાકીય રીતે સંકળાયેલા આર્કીટેક્ટ નિલેશ પટેલ તથા સંજય જોષીને બંનેની કુલ રૃ.૨ કરોડની બેનામી આવક મળી આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.

કોને ત્યાંથી કેટલું કાળું નાણું મળ્યું
(૧) જે.ટી.ગુ્રપ-બિલ્ડર જયંતિ હીરપરા.............. રૃ.૨૨ કરોડ
(૨) આકાશ ગુ્રપ-બિલ્ડર મનિષ-સમીર પટેલ....... રૃ.૨૧ કરોડ
(૩) આર્કીટેક્ટ સંજય જોષી-નિલેશ પટેલ............ રૃ.૨ કરોડ

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved