Last Update : 25-March-2012, Sunday
 

જેતલસર પંથકમાં હડકાયા કૂતરાનો ત્રાસ વધુ ૧૪ માણસો, ૧૦ પશુઓને કરડયા

 

ડેડરવા, રૃપાવટી, બોરડી સમઢીયાળા સહિત અન્ય ગામના લોકો ભયભીત, પુત્રીને બચાવવા જતા પિતાનો અંગુઠો કૂતરાએ કરડી ખાધો
જેતલસર,તા.૨૪
જેતપુર તાલુકાના જેતલસર ગામમાં ૨૨મી મ ાર્ચની રાત્રીના સત્તાવાર છ સહિત બાર વ્યક્તિઓને કરડી ખાનાર હડકાયા કુતરાએ આતંક જારી રાખ્યો હોય તેમ બે દિવસમાં જેતલસર પંથકના ડેડરવા, રૃપાવટી, બોરડી સમઢીયાળા વિ. ગામોમાં ૧૪ માણસો અને ૧૦ પશુઓને શિકાર બનાવતા લોકો ભયભીત બની હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામમાં ગુરૃવારની રાત્રીનાં બારેક લોકોને બચકા ભરી લોહી લુહાણ કરી હડકાયા કુતરાએ આતંક મચાવતા જેતલસરવાસીઓમાં ભય ફેલાયો હતો. દરમિયાન જેતલસરમાંથી ભાગી છૂટેલું આ હડકાયું કુતરુ બાજુનાં ડેડરવા, રૃપાવટી તેમજ બોરડી સમઢીયાળા ગામે પણ પહોંચીને ૧૪ વ્યક્તિઓ અને ૧૦ અબોલ પશુઓને બટકા ભરતા આ તમામ ગામોની પ્રજા હડકાયા કુતરાના આતંકથી થરથર ધુ્રજી રહી છે.
અચરજની વાત એ છે કે, જેતલસર ઉપરાંતના આ ગામોમાં હડકાયાના આતંકથી પ્રજાની સલામતિ જોખમાઈ હોવાની જાણ પછી પણ સંબંધિત સરકારી તંત્ર (ફોરેસ્ટ) ખાતું હડકાયું કુતરુ કોઈનો ભોગ લે તેની વાટ જોતું હોય ગ્રામ્ય પંથકની પ્રજામાં રોષ ફેલાયો છે.
જેતલસર પછી હડકાયું કરડયાની ડેડરવાની વિગતો પ્રમાણે, ગામમાં લાભુબેન ભીખાભાઈ રાઠોડ, કિશોરી સંધ્યા નરશીભાઈ રાઠોડ (જેતપુરથી વધુ સારવાર માટે રાત્રીનાંજ જુનાગઢ રીફર કરવી પડી) પ્રદિપભાઈ કેશુભાઈ રૈયાણી તથા મહેશભાઈ ધિરુભાઈ મોરબીયા એમ ચાર વ્યક્તિઓ તેમજ જેરામ બચુ મુલીયા અને યોગેશભાઈ હરેશભાઈ મુળીયાની બે ભેંસ સહિત ચાર અબોલ પશુઓને કરડીને રૃપાવટી તરફ નાશી છુટયું હતું.
રૃપાવટીના સરપંચે જણાવેલું કે તેઓના ગામમાં અચાનક આવી ચડેલ હડકાયા કુતરાએ નંદલાલભાઈ રામભાઈ કારેણા (ઉ.વ.૪૦), ભુપતભાઈ મનજીભાઈ વોરા, કિરણબેન નંદલાલભાઈ કારેણા (ઉ.વ.૭), જીવતીબેન મોહનભાઈ રાઠોડ (૬૨), હરેશભાઈ કારાણેની પુત્રી અને અશોકભાઈ ગિણોયાના પત્ની, જયેશભાઈ ગીણોયાના પત્નીને બચકા ભરી લેતા સારવાર માટે દવાખાને ખસેડવા પડયા છે.
બોરડી સમઢીયાળા ગામે જમન રણછોડ તરફ નાસી છુટયું છે. રૃપાવટી નંદલાલભાઈ કારેણાની પુત્રી કિરણ ગઈકાલે સાંજે શાળાએથી પરત આવતી હતી ત્યારે અચાનક હડકાયા કુતરાએ કિરણનો પગપકડી લેતાં નદાભાઈએ કુતરા સામે બાથ ભીડી હતી. પણ કુતરાએ તેમને પણ પગમાં બે ત્રણ બચકા ભરી હાથનો સમુળગો અંગુઠી કરડી ખાઈ પલાયન થઈ ગયું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved