Last Update : 25-March-2012, Sunday
 

અપંગ યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને બળાત્કાર

 
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે
નવાગામના શખ્સની પાશવીયતાનો શિકાર બનેલી અર્ધબેભાન યુવતીને લઇને ૧૦ દિવસથી હોસ્પિટલમાં રઝળતા પરિવારની અંતે પોલીસે ફરિયાદ નોંધી
રાજકોટ, શનિવાર
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જન્મથી જ વિકલાંગ યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને નવાગામના શખ્સે પાશવી બળાત્કાર ગુજાર્યાની કલંકરૃપ ઘટના પ્રકાશમાં આવી છે. મેંદરડા બાદ જૂનાગઢની હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી પરિવારજનો સાથે રઝળી રહેલી યુવતીને અંતે આજે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે વિધિવત ફરિયાદ નોંધી હતી.
વિગત મુજબ, મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે રહેતા એક પરિવારની ૧૯ વર્ષિય યુવતી જન્મથી જ બંને પગે વિકલાંગ છે. અને ચાલી પણ શકતી નથી. માતા-પિતા, બે બહેનો અને એક ભાઇ ગામમાં છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. ગત તા. ૧૩મીએ પરિવારજનો નિત્યક્રમ પ્રમાણે મજુરીએ ગયા હતા. આ દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં દૂરનો સંબંધી એવો જૂનાગઢના નવાગામનો ભૂરિયા નામનો ૨૩ વર્ષિય શખ્સ ઘેર આપ્યો હતો. થોડી વાર યુવતી સાથે વાતો કર્યા બાદ એ શખ્સમાં હવશનો કીડો સળવળ્યો હતો. તેણીની ઉપર પાશવી બળાત્કાર ગુજારીને નાસી ગયો હતો. યુવતીએ બુમાબુમ કરી હતી પણ કોઇ મદદે આવ્યું નહોતું.
બીજી તરફ અપંગતાને કારણે ચાલી પણ નહિં શકતા યુવતી અર્ધબેભાન જેવી હાલતમાં કણસતી રહી હતી. છેક સાંજે પરિવારજનો આવતા પુત્રીની હાલત જોઇને હતપ્રભ બની ગયા હતા. તુરંત જ તેણીને સારવાર માટે મેંદરડાની હોસ્પટલે ખસેડી હતી. જ્યાંથી તેણીને જૂનાગઢની સરકારી હોસ્પિટલે રીફર કરી દેવામાં આવી હતી. જ્યાં સ્થાનિક પોલીસે યુવતી અર્ધબેભાન હોવાનું કારણ દર્શાવીને નિવેદન કે ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું.
જૂનાગઢની હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી અર્ધબેભાન જેવી જ હાલતમાં કણસતી રહી હતી અને તેના પરિવારજનો દોડધામ કરતા રહ્યા હતા. અંતેગત રાત્રે યુવતીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ આજે સામાજિક અને રાજકીય આગેવાનો દોડી ગયા હતા. અને પોલીસને બોલાવી ફરિયાદ નોંધાવા ઉગ્ર રજૂઆત કરી હતી.
પરિણામે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ઝાલા અને સ્ટાફે હોસ્પટલે જઇને યુવતીની ફરિયાદ નોંધી હતી. જેમાં તેણીએ લખાવ્યું હતું કે, દસેક દિવસ પહેલા ઘરે એકલી હતી ત્યારે નવાગામનો ભૂરો ચનાભાઇ બગડા ઘરે આવ્યો હતો અને નિર્દયતાપૂર્વક બળાત્કાર ગુજારીને નાસી છુટયો હતો. આ શખ્સના લગ્ન અગાઉ યુવતીની કૌટુંબીક બહેન સાથે થયા હતા અને બાદમાં છુટાછેડા થઇ ગયા હતા. આમ છતાં આ શખ્સે દાત્રાણામાં યુવતીના ઘરે આવ-જા ચાલુ રાખી હતી. અને મોકો મળતા મેલી મુરાદ પૂરી કરીને નાસી છુટયો હતો. તપાસનીશ પી.એસ.આઇ. ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ યુવતીની ફરિયાદ ઝીરો નંબરથી નોંધીને મેંદરડા પોલીસને જાણ કરી દેવામાં આવી છે. યુવતીના મેડીકલ ટેસ્ટ માટે પણ તજવીજ ચાલુ કરવામાં આવી છે. વધુ તપાસ મેંદરડા પોલીસ કરશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved