Last Update : 25-March-2012, Sunday
 
ચરોતરમાં ચેટીચંદની ભવ્ય શોભાયાત્રા નીકળી
 
નડિયાદ,આણંદ, તા.૨૪
સિંધી સમાજ ધ્વારા શનિવારે પોતાના નવા વર્ષ અને ચેટીચંડના પર્વની ઉજવણી રૃપે નડિયાદમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જવાહર નગરના ઝુલેલાલ મંદિરેથી શણગારેલી બગી ગાડીમાં પૂજ્ય બહેરાણા સાહેબની નીકળેલી આ શોભાયાત્રામાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સિંધી સમાજના નવા વર્ષ નિમિત્તે આજે તેઓએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. નડિયાદમાં જવાહર નગરમાં આવેલા ઝુલેલાલ મંદિરેથી બપોરે ૩ વાગ્યાના સુમારે બેન્ડવાજા અને ઢોલનગારા સાથે શણ ગારેલી બગીગાડીમાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વિધાન સભાના મુખ્ય દંડક પંકડભાઈ દેસાઈએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું હતંું. આ યાત્રાનો આરંભ થતા અગાઉ મંદિરમા આજે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
જ્ય ઝુલેલાલના નારા વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા સિંધીચાલી, ડુમરાલ બજાર તથા સંતરામ રોડ અને સિંધી માર્કેટ થઈ મંદિર પરત આવી હતી. યાત્રાના માર્ગો પર સિંધી સમુદાયના ભાઈ-બહેનો ધ્વારા ડાન્સ અને રાસગરબાની રમઝટ મચાવવામાં આવી હતી. બગીગાડી અને ઉંટગાડીઓમાં વેશ પરિધાન સાથે બાળકો તેમજ કિશોરો જોડાયા હતા. શહેરના માર્ગો પર નીકળેલી આ વિશાળ યાત્રાએ આજે આકર્ષણ જન્માવ્યું હતું. યાત્રાના માર્ગો પર સરબત અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચેટીચંડ નિમિત્તે નડિયાદમાં સિંધી માર્કેટ સહિત સિંધી સમાજના વેપારીઓએ તેમની દુકાનો ને વેપાર- ધંધા બંધ રાખ્યા હતા. ચેટી ચંડની ઉજવણી રૃપે ઝુલેલાલ મંદિરમાં શનિઅને રવિવારના બે દિવસ દરમ્યાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઠાસરા તાલુકા સેવાલિયામાં પણ શનિવારે ચેટીચંડ નિમિત્તે ઝુલેલાલ મંદિરથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઠવામાંઆવી હતી. જે કચ્છી ચાલી, મુખ્ય બજાર તથા સ્ટેશન રોડ થી રાત્રે મંદિર પરત પહોંચી હતી. મંદિરમાં રાત્રે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોરમાં ગોકુલેશ સોસાયટીમાંથી સાંજે સિંધી સમાજ ધ્વારા બેન્ડવાજાની ધૂન સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેટીચંડની ઉજવણીરૃપે નીકળેલી આ યાત્રા પટેલવાડા, પાંચ હાટડી તથા તળાવ દરવાજા થઈ સુદર્શન તળાવ પહોંચી હતી. જ્યાં જયોતની વિસર્જન સાથે યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી.
આ ઉપરાંત આણંદ જિલ્લાના વિવિધ નગરોમાં સિંધી ભાઈઓ દ્વારા ઝુલેલાલજીના જન્મદિન પ્રસંગે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી. નગરોમાં શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. જેમાં સિંધી પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સાથે સાથે કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ નગરમાં દર વર્ષની જેમ ઝુલેલાલ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો.
આજરોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે આણંદના ગુરૃનાનક સોસાયટી મંદિરે સવારે ૧૦ઃ૦૦ કલાકે પંજણા સાહેબ ગુરૃનાનક સોસાયટીએથી બપોરે ૧ઃ૦૦ કલાકે શોભાયાત્રા નીકળી હતી. જે આણંદના નગરના વિવિધ માર્ગોએથી પસાર થઈને સાંજે ૭ઃ૦૦ કલાકે ગોયા તળાવ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. આયો લાલ ઝુલેલાલના નાદ સાથે અબાલ-વૃધ્ધો ઝુમતા નજરે પડયા હતા. શોભાયાત્રા દરમ્યાન કેટલાક વેપારીઓ દ્વારા તથા પરિવારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક નગરોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ડી.જે.ના તાલે તથા વિવિધ વેશભૂષામાં લોકો નાચતા નજરે પડયા હતા. શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરીને તેઓને ઠંડાપીણાં તથા શરબત પીરસાવ્યું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved