Last Update : 25-March-2012, Sunday
 
બરવાળામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતા એક યુવાનનું મોત
 
 
જમીન લે-વેચ બાબતે થયેલ ઝગડો જીવલેણ નિવડયો ઃ સાત વર્ષીય બાળાને તલવાર વાગતા આંખના ડોળા બહાર આવી ગયા
(ફેક્સ) બરવાળા, તા.૨૪
બરવાળામાં બે જૂથ વચ્ચે સર્જાયેલ સશસ્ત્ર અથડામણમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે સાત વર્ષીય બાળાને આંખપર તલવાર લાગતા ડોળા બહાર આવી જવા પામ્યા હતા. જમીન લે-વેચ બાબતે થયેલ ઝઘડો જીવલેણ નીવડવા પામ્યો હતો. ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો.
બનાવ સંદર્ભે જાણવા મળ્યા મુજબ બરવાળા બસ સ્ટેન્ડ પાછળ આવેલ આંબેડકર વિસ્તારમાં રાત્રીનાં ૯.૩૦ સુમારે જેઠાભાઈ કાનજીભાઈ ચાવડા અને જગદીશભાઈ ભગાભાઈ સોલંકીનાં જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં એકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે છેલ્લા ઘણાં સમયથી જેઠાભાઈ કાનજીભાઈ ચાવડા અને જગદીશભાઈ ભગાભાઈ સોલંકીની ગેંગ વચ્ચે જમીન લે-વેચની બાબતમાં અવાર-નવાર અથડામણ થતી હતી. અવાર-નવાર બંને જુથો વચ્ચે ઝગડો ચાલુ રહેતો હતો.ગઈકાલે રાત્રીનાં ૯.૩૦ વાગ્યે આંબેડકરમાં પ્રથમ બંને જુથો વચ્ચે સામ-સામે પથ્થરમારો શરૃ થયેલ અને ત્યારબાદ બંને જુથનાં સભ્યો સામ-સામા તલવાર, ધારીયા, પાઈપો જેવા હથિયારો લઈ ને એક બીજાનાં જુથ પર તુટી પડેલા જોતજોતામાં હથિયારોનો વરસાદ વરસી ગયેલ જેમાં જેઠાભાઈ કાનજીભાઈ ચાવડાનાં જુથે ગંભીર હુમલો કરતા હિંમતભાઈ ભગવાનભાઈ સોલંકી (ઉ.વ.૩૫)ને છાતીમાં તલવારોનાં આડેધડ ઘા ઝીંકી દેતા તેનું ઘટનાં સ્થળે જ પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું. આમ જેઠા કાનજી ચાવડાનાં જુથનાં માણસોનાં ટોળાએ જગદીશભાઈ ભગવાનભાઈ સોલંકીનાં ઘર પર હુમલો કરેલ જેમાં જગદીશભાઈ ભગવાનભાઈ સોલંકીની પુત્રી પાયલ (ઉ.વ.૭)ને આંખોમાં તલવાર મારી દેતા તેનાં આંખોનાં ડોળા બહાર નીકળીગયેલ. આ બનાવનીજાણ બરવાળા પોલીસને થતાં બરવાળા પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ-ભાવનગર ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવ અંગે પ્રેમીલાબેન ભગવાનભાઈ સોલંકીએ બરવાળા પોલીસ સ્ટેશનમાં માજી સમાજ કલ્યાણ મંત્રી મોતીલાલ ચાવડાનાં પુત્ર વિનોદ મોતીલાલ ચાવડા તથા વજુભાઈ કાનજીભાઈ ચાવડા, જેઠાભાઈ કાનજીભાઈ ચાવડા, રાકેશ કાનજીભાઈ ચાવડા, અનિલ ગણપતભાઈ ચાવડા, વિજય વિનુભાઈ ચાવડા વિરૃધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવેલ છે. બરવાળા પોલીસે આઈ.પી.સી. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૦૨, ૩૨૩, ૩૨૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. જ્યારે ભગવાન સોલંકી, રમેશ ભગવાનભાઈ, હિંમત ભગવાનભાઈ, ગોપાલ કલ્યાણભાઈ, મહેશ કલ્યાણભાઈ, મુળજી રામજીભાઈ, નંદાબેન હિંમતભાઈ, જયાબેન જગદીશભાઈ, કલ્યાણ માવજી, ખીમજી માવજી, પ્રવિણ હરી વિરૃધ્ધ પોલીસ કેસ કલમ આઈ.પી.સી. ૩૨૩, ૩૨૪ અને ૧૪૭, ૧૪૨,૧૪૯ મુજબ કરેલ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved