Last Update : 25-March-2012, Sunday
 
જૈન સંપ્રદાયનું તિર્થધામ પાલીતાણા ઘણી વિશીષ્ટતાઓને લઇ જુદુ પડે છે
 
૨૪ તિર્થકરોની પાદુકા, ઐતિહાસિક મંદિરો, હાર્મોનીયમ, ભરત ગુંથણ હસ્તકલા, ઘોડાગાડી તેમજ ૯૯ યાત્રાનું અનોખુ મહત્વ
પાલીતાણા, તા.૨૪
જૈનોનું યાત્રાધામ ગણાતુ પાલીતાણા ભલે પ્રાથમિક જરૃરીયાતોથી અતૃપ્ત હોય પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને વિશીષ્ટ વારસો આજે પણ પુજાય છે અને તેની ગણના થાય છે. ઐતિહાસિક મંદિરો, હાર્મોનીયમ, ભરતકામ, ઘોડાગાડી એ આગવી ઓળખ ઉભી કરી છે.
પાલીતાણામાં અનેક પ્રકારની કલાઓ પણ વિશ્વવિખ્યાત છે. પાદલીખપુર (પાલીતાણા) જૈન મંદિરોની નગરી તરીકે વિશ્વવિખ્યાત છે. આજુબાજુમાં પણ જૈન મંદિરો હસ્તગીરી, કદંબગીરી, શેત્રુંજી ડેમ તીર્થ, તાલધ્વજગીરી (તળાજા) પણ ઐતિહાસીક અને દર્શનીય અજોડ સ્થળ છે. જૈન યાત્રાધામ સીવાય આ તીર્થભુમીની પોતાની આગવી વેશેષટાઓ રહેલી છે. વૈશ્વીક સ્તરે સુવિખ્યાત એવી એક વિશીષ્ટતા હારમોનીયમના સુર જેટલા મીઠા એટલું સંગીત મુઠુ હસ્ત કારીગરીના આ ઉદ્યોગમાં પાલીતાણાનું સ્થાન આજે પણ વિશ્વમાં મોખરાનું છે. શેત્રુંજય તીર્થ પરનુ કામ દેશમાં ઉત્તરોતર મનાય છે. શેત્રુંજય તીર્થ પટ્ટમાં ૨૪ તીર્થકારોની મુર્તિઓ પાદુકાઓનું ચીત્રણ થાય છે. અથવા શેત્રુંજય ગીરીની નવટૂંક દાદાનો દરબાર અને અન્ય દેરાસરોનું ચીત્રણ થાય છે.
આ તીર્થ પટ્ટ કેનવાસ આરસ અને લાકડા પર બનાવાય છે એની વિવિધ સાઇઝના તીર્થ પટ્ટનું નિર્માણ થાય છે. ભરત ગુથણની તો વાત જ ન્યારી છે. ભારતભરમાં ગુથણી ક્ષેત્રે પાલીતાણા સુવિખ્યાત છે અહિ કચ્છી ભરત, બાવળીયા ભરત, કાચ અથવા આભલા ભરતનું કામ પણ થાય છે. વોલપીસ, ટેબલ, કલોથ, ઝાકીટ, થેલા, લેડીઝ પર્સ, ચણીયાચોળી વિવિધ આકર્ષક નાના-મોટા બટવા બનાવવામાં આવે છે તે ખુબ જ વિશ્વમાં પ્રખ્યાત છે. પંચધાતુની મુર્તિ કામને તો ભુલી શકાય તેમજ નથી લુહાર ભાઇઓ કલાત્મક પંચધાતુની મુર્તિઓ દેરાસરના ભગવાન (તીર્થકરો) ભંડાર ઉભી દીવીઓ પાવાપુરી વગેરે અનેક કલાત્મક વસ્તુઓ અહિના કારીગર ભાઇઓ જાણે પોતાના ભાવ સાથે પ્રેમ રેડયો હોય તેમ બનાવે છે અને આ મુર્તિઓએ વિશ્વભરના અનેક દેરાસરમાં સ્થાન લીધુ છે.
રજવાડી ઠાઠમાઠ સવારી હાલના હાઇ ટીંક યુગમાં શહેરોમાં મહાશહેરોમાં અદ્રશ્ય થયેલી સાહી સવારીરૃપ ઘોડાગાડીની સવારીનો આનંદ આજે પણ પાલીતાણામાં વિશ્વભરના પર્યટકો માણી રહ્યાં છે. પાલીતાણાની ઘોડાગાડીઓ તેમજ બગીઓની એક આગવી વિશીષ્ટતા છે. આ ઉપરાંત અહિના જૈન જૈનેતર તહેવારોની પણ ગરીમાં રહેલી છે. ફાગણ સુદ ૧૩ના દિવસે છગાઉ યાત્રાનો મહિમા અનેરો છે. અખાત્રીજનું પણ અનેરો મહિમા રહેલો છે. આ દિવસે વર્ષીતપની સાધના કરી રહેલા આ દિવસે વર્ષીતપની ધડા પીવાય છે તેમજ ૯૯ યાત્રાઓમાં પણ અનેક ગચ્છાધીપતી સુરીમહારાજ સાહેબ અને અનેક દાતાઓના સહયોગથી ૯૯ યાત્રાનો લાભ અનેક ભક્તજનો આનંદપૂર્વક લે છે. આમ તીર્થનગરી પાલીતાણાને પોતાની વિશીષ્ટતાઓ રહેલી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved