Last Update : 25-March-2012, Sunday
 
સૌથી મોટા જૈન મહામહોત્સવનું ભવ્ય સમાપન
જૈન મહામહોત્સવમાં ૧.૦૮ કરોડ નવકાર મંત્ર જાપ પૂર્ણ

 

અમદાવાદ, ગુરૃવાર
ઉપકાર-ઉત્સવ-ઉપવન સમિતિના ઉપક્રમે રાજનગર અમદાવાદમાં આયોજિત દેવ-ગુરૃ-પિતૃ ઉપકાર સ્મૃતિ જૈન મહામહોત્સવનાં અંતિમ દિવસે જૈન સાધુ ભગવંતોની શ્રીવાણી, અરિહંત મહાપ્રભુની મહાપૂજા, પુસ્તક વિમોચન અને ભવ્ય દીપમાળા વચ્ચે ભવ્ય સમાપન થયું હતું. પૂજ્ય આચાર્ય શ્રી પૂણ્યપાલસૂરિશ્વર મહારાજની નિશ્રામાં સ્વ. શેઠશ્રી કુમારપાળભાઈ માણેકલાલની પ્રથમ પૂણ્યતિથિએ ગુણાનુવાદ સભાનો ૨૫,૦૦૦થી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આંઠ દિવસના જૈન મહામહોત્સવ દરમિયાન ૧.૦૮ કરોડ નવકાર મંત્રના જાપ, ૫૦૫૦ આયંબિલ, ૪૫૦૦ એકાસણા તથા ૧૧૦૦ વર્ષીતપના બિયાસણા સંપન થયા હતા.
સિલિકોનમાંથી બનાવેલી આચાર્ય ભગવંતોની પ્રતિમાનું વિમોચનઃ ૧ લાખથી વધુ ભાવિકોએ લાભ લીધો
પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે આઠ દિવસ ચાલેલા સૌથી મોટા જૈન મહોત્સવના અંતિમ દિવસે દેવ-ગુરૃ-પિતૃના અનન્ય ઉપકારની સ્મૃતિરૃપે જૈનાચાર્ય શ્રી સિધ્ધિસૂરિશ્વરજી મહારાજા, પૂજ્ય શ્રી રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા અને પૂજ્ય શ્રી રાજતિલકસૂરિશ્વરજી મહારાજાના ગુણાનુવાદનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ ગ્રંથરત્નોનું પ્રકાશન અને વિમોચન કરાયું હતું.
મહોત્સવના અંતિમદિનની સાંજે પુષ્પ મહાપૂજાનો મોટી સંખ્યામાં જૈન શ્રાવક- શ્રાવિકાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ક્રિસ્ટલની સિદ્ધશિલાની ઝાંખીઓનું સુંદર લાઈટિંગ સાથે નયનરમ્ય આયોજન, ઈન્ડિયન આર્મીના બેન્ડની અદ્ભૂત સુરાવલીઓ તથા ૭૦૦૦થી વધુ દિવડાઓની દિપમાળાઓના પ્રકાશથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પૂજ્ય આચાર્ય શ્રી પૂણ્યપાલસૂરિશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી કિર્તિયશસૂરિશ્વરજી મહારાજાએ રાજનગરના શ્રેષ્ઠી સ્વ. શેઠશ્રી કુમારપાળભાઈ માણેકલાલ શાહની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ પ્રસંગે ગુણાનુવાદમાં તેઓના સદ્ગુણોને યાદ કરી જિનભક્તોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. જૈન ધર્મના ઈતિહાસમાં સૌપ્રથમવાર દક્ષિણ ભારતના વિખ્યાત ચિત્રકાર વી. પુન્નિર સેલ્વમ દ્વારા તૈયાર કરવામાં આવેલા જૈન તાંજોર ચિત્રો કે જેમાં ચૌધર્મેન્દ્રના ખોળામાં ભગવાન બેઠા છે અને તેના પ્રભુના જન્મ અભિષેકના પ્રસંઘનું આબેહૂબ ચિત્રણ કરાયું છે તેનું પણ અનાવરણ કરાયું હતું.આ નિમિત્તે રોશન ભારતી, ઉસ્માન મીર અને સોમેશ દાસ જેવા શાસ્ત્રીય કલાકારો દ્વારા ભક્તિ ગીત- સંગીત રજૂ કરાયું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved