Last Update : 25-March-2012, Sunday
 

છાશવારે હડતાળ પર જતા ડૉકટરો વિરુદ્ધ પીઆઇએલ
રાજયના આરોગ્ય પ્રધાન સહિતના સત્તાધીશોને નોટિસ હડતાળિયા ડોકટરો સામે પગલાં ભરવા માંગણી

 

અમદાવાદ,ગુરુવાર
રાજયની સરકારી હોસ્પિટલોમાં ડોકટરો દ્વારા પોતાની વ્યકિતગત માંગણીઓ કે અન્ય કોઇ કારણસર છાશવારે હડતાળ પર ઉતરી જતાં ડોકટરો સામે જરુરી પગલાં ભરવા અને આ માટે કાયમી ધોરણે વ્યવસ્થાતંત્ર ગોઠવવા દાદ માંગતી એક જાહેરહિતની રિટ અરજી રાજેશ મૌર્ય નામના નાગરિક દ્વારા પાર્ટી ઇન પર્સનની રુએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે રાજયના આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, બી.જે.મેડિકલ કોલેજના ડીન, અમ્યુકોના કમિશનર અન શાહીબાગ પી.આઇ સહિતના સત્તાવાળાઓ વિરુદ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી તા.૧૯મી એપ્રિલના રોજ રાખી છે.
હાઇકોર્ટે સત્તાવાળાઓને આ કેસમાં જરુરી જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો છે. જાહેરહિતની રિટ દાખલ કરનાર પ્રજાતંત્ર આધાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને હાઇકોર્ટે પીટીશન ફાઇલ કરવા પાછળના ઇરાદા વિશે પણ પૃચ્છા કરી હતી અને અરજદારના પ્રત્યુત્તર સાંભળ્યા બાદ સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી. અરજદારપક્ષ તરફથી એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજયની સરકારી હોસ્પિટલોમાં ફરજ પરના તબીબો સરકાર સામેની તેમની વ્યકિતગત માંગણીઓ અને વાંધાઓને લઇને ઘણીવાર હડતાળ ઉતરી જતા હોય છે અને અચાનક ગમે ત્યારે આરોગ્યવિષયક સેવાઓને બાનમાં લઇ લેતા હોય છે તેવા સમયે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો તેમ જ તેમના સગાવ્હાલાઓની હાલત કફોડી બની જતી હોય છે. એટલું જ નહી, ઘણા કિસ્સાઓમાં દર્દીઓનું આરોગ્ય જોખમાતું હોય છે. પરંતુ, સરકારી તબીબો કે કર્મચારી કે જેઓ આવશ્યક સેવાની ફરજમાં જોડાયેલા હોય તેઓ હડતાળ પાડી શકે નહી. બંધારણની કલમ-૧૯(૧) હેઠળ આવી હડતાળ કરવાનો તેઓને અધિકાર પ્રાપ્ત નથી, બીજીબાજુ, બંધારણની કલમ-૨૧ હેઠળ આરોગ્ય વિષયક સેવાઓ મેળવવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.
છાશવારે હડતાળનું શસ્ત્ર ઉગામી દર્દીઓને બાનમાં લેતાં આવા ડોકટરો વિરુદ્ધ રાજય સરકારે સખત કાર્યવાહી કરવી જોઇએ. અરજદારે અગાઉ પણ સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓથી માંડી સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ અને સરકારના ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી. તાજેતરમાં જ સિવિલમાં રેસીડેન્ટ ડોકટરોની હડતાળ તાજુ ઉદાહરણ છે. દરમ્યાન રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાનીએ જણાવ્યું હતું કે, ડોકટરોએ હડતાળ પર ના જવું જોઇએ તે વાત સાચી અને ઘણા અંશે વાજબી છે પરંતુ કેટલીકવાર દર્દીઓ કે તેમના સગાવ્હાલા દ્વારા ડોકટરો સાથેના અભદ્ર અને તુમાખીભર્યો વ્યવહાર પરિસ્થિતિ વણસાવવા જવાબદાર બનતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં તાજેતરની હડતાળ આ જ પ્રકારના બનાવના પરિણામસ્વરુપ હતી. ડોકટરો દર્દીઓની સેવા કરવા હંમેશા તત્પર અને ફરજથી બંધાયેલા હોય છે પરંતુ તેઓ યોગ્ય વર્તનની અપેક્ષા રાખતા હોય છે. હડતાળના સમયે સરકાર હરહંમેશ સમાધાનકારી પ્રયાસો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved