Last Update : 25-March-2012, Sunday
 

બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ

 

દિલ્હી દરવાજા બહારની એચ.બી.કાપડિયા સ્કૂલની ઘટના
'ચલ આઇસક્રીમ ખાવા' કહી પાંચ દિવસથી પાછળ પડેલા યુવક અંગે ધો. ૩ની વિદ્યાર્થિનીઓએ ઘરે વાત કરતાં રાણીપનો યુવક પકડાયો
અમદાવાદ, શનિવાર
'લાપતા બાળકો'ના મુદ્દે પોલીસ કે સરકાર જોઈએ તેવી જાગૃત જણાતી નથી ત્યાં બે બાળકીના અપહરણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'ચલ, આઈસ્ક્રીમ ખાવા લઈ જઉં' તેવી લાલચ આપી એચ.બી. કાપડીયા (દિલ્હી દરવાજા) સ્કૂલની બે વિદ્યાર્થિનીઓની પાછળ પડેલા શખ્સને જાગૃત માતા-પિતાએ પકડી પાડયો હતો. પાંચ દિવસથી આઈસ્ક્રીમ અપાવવાની અને સ્કૂલ બદલવાની વાત કરી બાળકીઓને સ્કૂલથી દૂર લઈ જવાની વાત કરતા રાણિપના ધીરજ વાઘેલા નામના યુવકની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે.
દિલ્હી દરવાજા સ્થિત એચ.બી. કાપડીયા સ્કૂલના ધો. ૩માં ભણતી શાહપુરની રહીશ ત્રણ બાળકીઓ નિશા ગોપીભાઈ પાલીવાલ, શિરાલી વિજયભાઈ ચાવડા અને વિધી દરરોજ સાથે આવતાં-જતાં હતાં. છેલ્લા ચાર-પાંચ દિવસથી સ્કૂલના કમ્પાઉન્ડમાં આ બાળકીઓ પાસે એક શખ્સ આવીને કહેતો હતો કે- 'ચલો, મારી સાથે આવો. આઈસ્ક્રીમ ખાવા જઈએ.' પરંતુ, લાલચમાં આવવાના બદલે બાળકીઓ ચાલી જતી હતી. આ શખ્સ વારંવાર બાળકીઓ સાથે વાતચિત કરવાનો પ્રયાસ કરતો હતો. શંકાસ્પદ લાગતો હટ્ટોકટ્ટો શખ્સ એમપણ કહેતો કે- 'આ જગ્યા સારી નથી, મારી સાથે ચાલો બીજી સ્કૂલમાં લઈ જઈશ, આઈસ્ક્રીમ ખવડાવીશ.'
આ શખ્સથી ત્રણે બહેનપણીઓ ડરી ગઈ હતી. પણ, બે દિવસ આ સિલસિલો ચાલુ રહેતાં સાવધાન બનેલી બાળકીઓએ હિમ્મતપૂર્વક બનાવની જાણ ઘરમાં કરી હતી. બાળકીઓએ સમયસર ઘરે વાત કરતાં આજે સવારે સ્કૂલમાં વાત કરી 'વોચ' ગોઠવાઈ હતી. આજે બપોરે સ્કૂલ છૂટવાના સમયે, ૧૨ વાગ્યે શિરાલીના પિતા વિજયભાઈ સ્કૂલમાં સાહેબ સાથે વાતચિત કરતા હતા. આ સમયે જ બાળકીઓને લાલચ આપતો શખ્સ જોવા મળતાં 'ચબરાક બાળકી' નિશાએ ઈશારો કરી તે શખ્સને બતાવ્યો હતો. વિજયભાઈ, વાલીઓ અને સ્કૂલ સ્ટાફે આ શખ્સને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. માધવપુરા પોલીસે બે બાળકીઓના અપહરણનો પ્રયાસ કરવાના આરોપસર રાણિપના બકરામંડી વિસ્તારમાં રહેતા ધીરજ કાંતિલાલ વાઘેલા (ઉ.વ. ૩૫)ની ધરપકડ કરી છે. પી.આઈ. શક્તિસિંહ પરમારે કહ્યું કે- પેડલ રિક્ષા ચલાવીને મજૂરી કરતો ધીરજ સ્કૂલમાં સફાઈ કામગીરી કરતા પિતરાઈ ભાઈને મળવાના બહાને સ્કૂલમાં આવતો હતો. બાદમાં, કચરો ભરવામાં મદદ કરવાના બહાને રોકાઈને વાતચિત કરવાનો પ્રયાસ કરતો હતો. આરોપી ધીરજની ધરપકડ કરીને તેના ઈરાદાઓ સ્પષ્ટ કરવા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અઢી વર્ષ અગાઉ બાપુનગરમાં સંગીતા મારવાડી નામની બાળકી સાથે બળાત્કાર ગુજારી મ્યુનિ. સ્કૂલના બાથરૃમમાં હત્યા કરવામાં આવી હતી. અન્ય પોલીસ સ્ટેશનોને પણ આરોપીના ફોટોગ્રાફ ઊંડી તપાસ કરવામાં આવશે. બાળકીઓએ હિમ્મત અને સતર્કતા બતાવતાં એક ગૂનો બનતો અટક્યો છે. સ્થાનિક પોલીસ કર્મચારીઓએ સ્વયંભૂ રીતે જ બન્ને બાળકીઓને તૂરત જ ૧૦૦-૧૦૦ રૃપિયાનું ઈનામ અને ચોકલેટો આપી હતી.

એણે મોબાઈલમાં ફોટો પાડયો હતો, હવે ડર નથી- નિશા
* મધ્યમવર્ગીય પરિવાર 'એક્ટિવ' બાળકીઓ નિશા અને શિરાલીએ બિન્ધાસ્ત વર્ણન કર્યું હતું કે- એ અંકલે મોબાઈલ ફોનમાં ફોટો પણ પાડયો હતો. પહેલાં તો અમે ત્રણેય બહેનપણીઓ ડરી ગઈ હતી. પછી, ઘરે વાત કરવાનું નક્કી કર્યું. પોલીસ અંકલે એને પકડી લીધો છે એટલે અમને હવે કોઈ ડર નથી. આવા લોકો સાથે વાતચિત ન કરાય અને તરત જ ઘરે વાત કરવી જોઈએ.

ધીરજ ચાવડાની થેલીમાંથી બાળકના કપડાં મળ્યાં
* બે બાળકીના અપહરણનો પ્રયાસ કરનાર ધીરજ ચાવડા પાસેથી મળેલી થેલીમાંથી નાના બાળકના કપડાં (ઝભલું) મળી આવ્યાં છે. તપાસનિશ, પી.એસ.આઈ. જે.બી. જાદવની પૂછપરછમાં આરોપીએ કહ્યું કે- ભાઈના ઘરે બાળકનો જન્મ થતાં લારીમાંથી રૃા. ૫૦માં ખરીદી કરી છે. આરોપીની વાતની સત્યતા પોલીસ તપાસે છે.

ધીરજની પત્ની જતી રહી છે પિતરાઈને મળવાનું બહાનું
* આરોપી, ૩૫ વર્ષના ધીરજ ચાવડાના લગ્ન થયાં હતાં પણ પત્ની જતી રહી છે. સ્કૂલમાં સફાઈ કામગીરી કરતા પિતરાઈને મળવા અને મદદ કરવાના બહાને ધીરજ સ્કૂલમાં જતો હતો. પોલીસને એવી જાણકારી પણ મળી છે કે- ધીરજ અગાઉ શાહપુરમાં રહેતો ત્યારે પણ બાળકોને પરેશાન કરતો હતો. લગ્નજીવનમાં વિચ્છેદ વચ્ચે ધીરજની શંકાસ્પદ પ્રવૃત્તિ પાછળ મનોવિકૃતી હોવાની સંભાવના પોલીસ તપાસે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved